Dr. Akhtar Khatri

તેવું પણ બને

સબંધ સ્નેહનો હોય ને કોઈ વ્યવહાર ન હોય, તેવું પણ બને,
મળ્યો હોય કોઈ રોગ, તેની સારવાર ન હોય, તેવું પણ બને.

શોધો કોઈ તિરાડ કે ઝાંકી મળે, બહારની અસલ દુનિયાની,
જે ઓરડામાં કેદ તમે, તેમાં કોઈ દ્વાર ન હોય, તેવું પણ બને.

સફળતાની દોડમાં ક્યાંક ગુમાવી ન દો, જે પોતીકા તમારા,
કે પહોંચો મંજીલ પર છતાંય ઘરબાર ન હોય, તેવું પણ બને.

-Dr. Akhtar Khatri

 

Leave a Reply