જીવનનો અર્થ મારા રટણ ફક્ત તારા નામનું,
જીવનનું ધ્યેય મારા શરણ ફક્ત તારા નામનું.
ન હોય કોઈ બીજું, તારા સિવાય કશે પણ હવે,
ઈચ્છું છું કે વીતે દરેક ક્ષણ ફક્ત તારા નામનું.
વિરહ પણ સ્વીકાર્ય છે જો સ્નેહ તારો મળી તો,
ન હોય સામે તો રહે સ્મરણ ફક્ત તારા નામનું.
સરિતા થઈને વાટ નિહાળું છું, તું આવ જલ્દી,
આવીને વળગે મને ઝરણ ફક્ત તારા નામનું.
છેલ્લા શ્વાસ પણ તારા નામે કર્યા ‘અખ્તર’ના,
બાહુપાશમાં ભરીશ મરણ ફક્ત તારા નામનું.
Dr. Akhtar Khatri
Categories: Dr. Akhtar Khatri