Asim Bakshi

એક બંગલા બને ન્યારા

ટૂંકી વાર્તા : ” એક બંગલા બને ન્યારા” !

સુમનકાકા ચાલી માં એકલા રહે, છોકરો શ્યામ અમેરિકા માં એન્જીનીયર અને વેલસેટ હતો. કાકાએ એક દિવસ મને બોલાવીને કહ્યું : ‘બેટા, ગ્રામોફોનની પિન કશે થી શોધીને લાવી આપ ને.

જુના રેડીઓ રિપેરર પાસેથી મને પિન મળી ગયી. કાકાને પિન આપવા ગયો તો કાકા એ કહ્યું: “અહિંયા બેસ, આજે હું ખુબ ખુશ છું; મારા દીકરાએ અમેરિકા માં ઘર લીધું છે, મને અમેરિકા નથી ફાવતું, મારી એવી ઈચ્છા હતી આપણા શહેર માં આપણું પોતાનું ઘર હોય, ભગવાન ને જે ગમ્યું તે ખરું, ચાલ આજે સાયગલ સાહેબનું ” એક બંગલા બને ન્યારા ‘ સંભળાવું અને ખુશી ખુશી કાકાએ ગ્રામોફોન પર રેકોર્ડ મૂકી ને સરસ મજાનું સાયગલ સાહેબનું એક બંગલા બને ન્યારા સંભળાવ્યું.

જેવું ગીત પૂરું થયું ત્યાંજ ઘરની ડોરબેલ વાગી અને કાકાના મકાન માલિકનો માણસ ભાડું લેવા આવ્યો હતો તેને કાકાએ ૫૫૦ રૂપિયા આપી ને રસીદ લઇ લીધી અને ભીની આંખે પાછા ફરીને ફરીથી “એક બંગલા બને ન્યારા ગીત” મૂકી દીધું !!!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply