BOOK REVIEW

પુસ્તક પરિચય: સુખને એક CHANCE તો આપો

અભિનંદન: આપ દુનિયાની સૌથી સુખી વ્યક્તિઓમાંના એક બનવા જઈ રહ્યાં છો.

સુખની વ્યાખ્યા શું ? બીજાને મળેલ વૈભવ, એશોઆરામ, કે પછી કોઈપણ ભૌતિક વસ્તુને જાણે અજાણે આપણે સુખ માની બેસીએ છીએ, ખરેખર તો સુખની વ્યાખ્યાઓ કરવાને બદલે સુખને જીવનનો હિસ્સો કઈરીતે બનાવી રાખવો એ આમ જુઓ તો આપણાં જ હાથમાં છે. તમને મળતા સુખ કે દુ:ખ માટે તમે પોતે જ જવાબદાર છો, જ્યાં સુધી તમે ન ઈચ્છો ત્યાં સુધી કોઈપણ દુ:ખ તમારા સુધી પહોંચી શકતું નથી.

જર્મન લેખક ફિલ બોસમન્સનું અંગ્રેજી અનુવાદીત પુસ્તક GIVE HAPPINESS A CHANCE નું હર્ષદ પંડ્યા દ્વારા ગુજરાતી ભાવાનુવાદીત પુસ્તક એટલે ‘સુખને એક CHANCE તો આપો’.

લેખક જીવનમાં આવતી સમસ્યાઓને સ્પ્રીંગ જેવી કહે છે તેને જેટલી દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તે એટલી જ વધુ ઉછળે છે, અને વધુ ને વધુ પરેશાન કરે છે. સમસ્યાઓને સ્વીકારીને તેનો ઉકેલ કઇરીતે લાવવો એ માત્ર તમારા જ હાથની વાત છે. આજકાલ લોકોને કંટાળાની બીમારી વધુ જોવા મળે છે. સુખસગવડોથી સંપન્ન એવા જીવનને પણ આપણે માણી શકતા નથી અને એના લીધે નહીં જેવી વાતને પણ આપણે ખુબ મોટું સ્વરૂપ આપી દઇએ છીએ છેવટે આ બધું આપણાંજ સ્વાસથ્યને અસર કરે છે અને આવા સમયે સારા સારા મનોચિકિત્સકો પણ કંઈ કરી શકતા નથી.

આજની આ ભાગદોડની જીંદગીમાં ઘણીવખત આપણે આપણી આસપાસ રહેતા લોકોની ખબર અંતર પુછવા, કે બાજુમાં કોણ રહે છે? એ પણ જાણવાની ફુરસદ હોતી નથી એવા સમયે યંત્રવત્ત જીવન ન જીવતા બધાની સાથે ખુશીઓ વહેંચવી અને આસપાસના લોકોના દુ:ખમાં ભાગીદાર બનવું જોઈએ. સાચા સુખી લોકો વૈભવ, માલિકીપણાં, કે દેખાડાને મહત્વ નથી આપતાં તે નાનામાં નાની ક્ષણોમાંથી મળતી ખુશીઓને માણે છે.

જીંદગીને ફરીયાદોથી ભરવા કરતાં મળેલી જે ક્ષણો છે તેને મનભરીને જીવે છે. દરરોજ મળતાં નવા દિવસ માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. બીજાના દોષો જ જોવા, ઈર્ષા કરવી, જરૂર કરતાં વધારે અપેક્ષા રાખવી, ગમતું ન મળવાથી નિરાશાવાદી થઇ જવું, ભૂતકાળને વાગોળ્યા રાખવો, ભવિષ્યની નાહકની ચિંતા કરવી આવા બધાં વિચારોથી દુર રહીને સતત વર્તમાનમાં રહીને વાસ્તવિકતા સાથે જીવવાનો એક નવો માર્ગ આ પુસ્તક દ્વારા લેખક આપે છે.

પુસ્તકનું એકે એક પૃષ્ડ જીવનને સાચી રીતે માણવાની દિશા આપે છે. લેખક કહે છે કે તમે કાર ચલાવતાં શિખ્યા હોય, ટૅકનિકલી બધું જ શિખીને બધી જ આવડત સાથે જ્યારે તમે કાર ચલાવો ત્યારે એ જ ખબર ન હોય કે કાર ચલાવવી કઈ દિશામાં! એવી જ રીતે જીવનનું પણ કંઈક એવુંજ છે.

જીવનમાં બધું જ હોવા છતાં અથવા કંઈ જ ન હોવાની સાથે કઈરીતે સુખને એક નહિં અનેક CHANCE આપી શકાય.

-રંગોલી તન્ના.

Email: rangolitanna@gmail.com

Categories: BOOK REVIEW, Rangoli Tanna

Leave a Reply