Asim Bakshi

દીવાલ

ટૂંકી વાર્તા : “દીવાલ”

ઉમાકાન્ત પટેલ એક ગર્ભ શ્રીમંત નામ. એમના બે દીકરા નામે શૈલેષ અને નૈનેશ; ઉમાકાન્ત શેઠ પોતાની પાછળ વિશાળ કોઠી અને વાડી છોડી ને ગયા હતા. જોઈન્ટ ફેમિલીમાં રહેતા બંને દીકરાઓ વચ્ચે સહેજ પણ મનમેળ ના હોવાથી વાડી અને કોઠીના બે ભાગલા કરી દેવા માં આવ્યા હતા અને બંને ની વચ્ચે મોટી દીવાર ચણી દેવામાં આવી હતી. એટલી હદ સુધી સંબંધો ખરાબ થઇ ગયા હતા કે બંને ભાઈઓ વચ્ચે કોઈ વહેવાર કે બોલવા ચાલવા ના સંબંધ રહ્યા ના હતા.

શૈલેષનો દીકરો રોહિત અમેરિકામાં કોમ્પ્યુટર પ્રોગ્રામ ડેવલપર હતો અને નૈનેશ નો દીકરો સોહમ અહિંયાજ વેપાર માં સ્થાયી થયો હતો. કોઈ ધંધાંર્થે સોહમને ચાઈના જવું પડ્યું અને તે શાંઘાઈની એક ફાઈવ સ્ટાર હોટલ માં રોકાયો. સવારે હોટેલ ની લોબીમાં ટેક્ષીની રાહ જોતો બેઠો હતો ત્યાંજ એની નજર સામેથી આવતા રોહિત પર પડી, રોહિત પણ એની પાસે આવીને બેસી ગયો અને હાથ મેળવ્યા અને કહ્યું “હું કોન્ફરન્સ આવ્યો છું.”

સોહમે કોફી નો ઓર્ડર આપ્યો અને બંને કાકા ભાઈઓ વાતોએ વળગ્યા. રોહિતે શરૂઆત કરી અને કહ્યું “સોહમ આપણા ડેડી લોકો કઈ દુનિયા માં રહે છે? આજે દુનિયા ક્યાં થી ક્યાં પોહોંચી ગઈ અને તારા મારા ડેડી જૂની પુરાણી વિચાર શરણી માંથી ઊંચા નથી આવતા.”

સોહમે પણ સુર પુરાવ્યો અને કહ્યું “ભાઈ આપણેજ આનો નિકાલ લાવીએ.” પછી બંને જણાએ લગભગ એક કલાક સુધી વાતો કરી અને છુટા પડ્યા અને જતા જતા કહ્યું “ઇન્ડિયા માં ટૂંક સમય માં મળીયે છીએ!”

સોહમ ટુર પતાવીને ઇન્ડિયા પાછો આવી ગયો અને એના પપ્પાને કહ્યું: “પપ્પા કેટલા વખતથી વિદેશનું વેકેશન નથી લીધું; આવતા મહિને હું તમારી અને મમ્મીની યુરોપ ટુર ગોઠવી આપું છું.” 

નૈનેશે બહુ આનાકાની કરી પણ સોહમે એમની ટુર બુક કરાવી દીધી . ટુર માં જવાનો દિવસ આવ્યો એટલે સોહમે ઇનોવા માં સામાન મુકતો હતો, ત્યાંજ બાજુ માં શૈલેષકાકાના બંગલા પાસે પણ એક ઇનોવા આવી ને ઉભી રહી અને તેમાં શૈલેષ કાકા અને કાકી ગોઠવાઈ ગયા અને એમની દીકરીએ કહ્યું “Bon Voyage પપ્પા મમ્મી.”  ઓસ્ટ્રેલિયા આરામથી ફરીને આવો. સોહમ મૂછમાં મલકાયો અને પપ્પા મમ્મીને બાય બાય કરી દીધું.

૨૧ દિવસ પછી શૈલેષ અને નૈમેષ ફોરેન ફરી ને પરત આવ્યા અને જોયું તો વાડીની વચ્ચે ની દીવાલ ગૂમ હતી અને ત્યાં ફક્કડ લોન હતી અને સોહમ અને રોહિત તથા ઘરના બધા સભ્યો સાથે બેસીને પીકનીક માનવતા હતા. સોહમ અને રોહિતે ધીરે થી શૈલેષ અને નૈમેષ પાસે જઈ ને કહ્યું: “આજ થી તમામ વેરઝેર ખતમ; બધાએ હળીમળી ને રહેવાનું છે.”

શૈલેષ નૈમેષ ની આંખોમાં પાણી આવી ગયા અને એકબીજા ને ભેટી ને કહ્યું “ભગવાન બધાને આપણા જેવા દીકરાઓ આપે.” સોહમ અને રોહિતે એકબીજાને ભેટી ને કહ્યું ” આપણો દાવ બરાબર લાગ્યો ” !!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply