(લગાગાગા×4)
નિખાલસતા મઢાવીને અધર પર હાસ્ય રાખે છે,
અરિના કોઇપણ પ્રહારને એ માત આપે છે.
વચન કે વાતને વળગી રહે જે શ્વાસ છેલ્લો હો,
સફર આ જિંદગીની એમને આસાન લાગે છે,
ના પરવા માલ મિલકત કે નથી ખ્વાહિશ પ્રસિધ્ધિની,
સહારે જેમના ખીલાય એ સંગાથ માગે છે,
ફરે છે છુંદણામાં નામ જેનું કોતરાવીને,
મહેંદીમાં હથેળીની હવે એ નામ છાપે છે,
દિવસભર દોડતા જે અન્નપાણી આપવા સૌને,
પરંતું ભૂખથી એ બાળકો તો રાત જાગે છે.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat