BOOK REVIEW

પુસ્તક પરિચય: મેઘધનુષી માનુનીઓ

સ્ત્રીઓ એ પુરૂષ સમોવડી થવાની જરૂર ખરી..!!?

દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, તો સફળ સ્ત્રીની પાછળ એક પુરૂષનો અને કુટુંબ સહકાર હોય જ છે. જો તમે કોઇ નિશ્ચય કરો અને તેને પુરો કરવા માટે તમામ શક્તિઓને કામે લગાડી દો અને એ દિશામાં ચાલવાનું શરૂ કરો તો રસ્તા આપોઆપ મળી જાય છે. મહેનતનો કોઇ જ વિકલ્પ નથી તો મહેનતનું ફળ કઇ સ્ત્રી કે પુરૂષ નથી જાણતુ.

ઘરના રસોડાની ચાર દિવાલોની વચ્ચે રહીને થઇ થઇને શું થઇ શકે! હા થઇ શકે ને એક વૈશ્વિક કક્ષાનું CREMICA નું સર્જન. સામાન્ય રીતે એવુ જ વિચારવામાં આવે કે સ્ત્રીઓએ બસ ઘર સંભાળવાનું અને બાળકોને સાચવવા. પણ એ કામ થઇ ગયા બાદ પણ જો સમય વધતો હોયતો પોતાના શોખને જીવંત રાખવા કોઇ એવી પ્રવૃતિ કરવી કે જેથી કુટુંબ પણ સાચવી શકાય અને સાથે સાથે તમારો શોખ પણ ચાલુ રાખી શકાય.આવુ “ધ આઈસક્રીમ લેડી” રંજની બેક્ટર ક્રેમિકાની સંસ્થાપકનું માનવુ છે.

ટાઇમ મેનેજમેન્ટ એ સૌથી મહત્વનું અંગ છે. કુટુંબના સભ્યોનો સમય અને તમારા કામનો સમય આ બંનેના સમયને યોગ્યરીતે મેનેજ કરવામાં આવે તો કોઇ કામ અઘરૂ નથી. એક એવો વ્યવસાય કે શોખ જેમા સ્ત્રીઓ હોય શકે એ વાત જ કદાચ સાવ નવી લાગે પણ જસુબેન શિલ્પી એ આવું ક્યારેય વિચાર્યુ નથી. બાળપણમાં એક ચિત્ર સ્પર્ધામાં પોતાના ચિત્ર ને તે સમયનું સારૂ એવું ઇનામ મળ્યું અને બસ ત્યારથી જ એવું નક્કિ કર્યુ કે કલાક્ષેત્રે જ કંઇક કરવું છે. અને ત્યારથી જ જસુમતી આશરાથી જસુબહેન શિલ્પી તરિકે જાતને ઘડવાની શરૂઆત થઇ. આજે દેશ વિદેશના એવા કેટલાયે ચોક છે જ્યાં જસુબહેન શિલ્પિના બનાવેલા શિલ્પો જે-તે ચોક અને શહેરની શોભા વધારે છે.

આમતો નખશિખ ગાંધીવાદી ઈલાબહેન ભટ્ટને કોઇ ઓળખાણની જરૂર નથી આમ છતાં તેમની અને તેમની “સેવા” સંસ્થાની વધુ માહિતી મેળવવા માટે તો આ પુસ્તક “મેઘધનુષી માનુનીઓ” વાંચવુ પડે. જેમાં આવી કુલ 25 મહિલાઓની મેઘધનુષી હકીકત છે.

તો સાથે આ તમામ મહિલાઓની પ્રેરણાત્મક વાતો વાંચીને જો એવું થાય કે તમારે પણ એમની સાથે વાતો કરવી છે તેમજ માર્ગદર્શન મળી રહે તો હેતુથી પુસ્તકનાં અંતમાં મેઇલ એડ્રેસ પણ આપવામાં આવ્યાં છે. અને અમુક એવી ઉપયોગી સંસ્થાઓની ટુંકી માહિતી આપવામાં આવી છે.

રશ્મિ બંસલના આ “TOUCH THE SKY” પુસ્તકને ગુજરાતીમાં “મેઘધનુષી માનુનીઓ” ના નામે ગુજરાતી ભાવાનુવાદ સોનલ મોદી એ કરેલ છે. આ પુસ્તકમાં એવી સાહસી મહિલાઓની વાત છે કે જે માત્ર સ્ત્રીઓ માટે જ
નહિ પુરૂષો માટે પણ પ્રેરણારૂપ છે. 175 રૂપિયાનું આ પુસ્તક વાંચવા અને વસાવવા જેવું છે.

-રંગોલી તન્ના.

Email: rangolitanna@gmail.com

Categories: BOOK REVIEW, Rangoli Tanna

Tagged as:

1 reply »

Leave a Reply