મળશે
આત્મનિરક્ષણ કરો, ચારે બાજુ અરીસા મળશે,હ્ર્દય ચક્ષુથી નિહાળજો, સર્વત્ર કવિતા મળશે. હકારની સુગંધ રાખશો જો વિચારોમાં સદા તમે,દરેકના મનમાં અનેકોએક સુંદર બગીચા મળશે. દરેક જીવ પ્રત્યે દયાભાવ, કરુણા, પ્રેમ હશે તો,જોજો ખુશખુશાલ રહેવાના ઘણાં તરીકા મળશે. ખારાશ તેની જોઈને દૂર ના ભાગશો કદીય તમે,દરિયાના પેટાળમાં મીઠમધુરી એક સરિતા […]