Dr. Akhtar Khatri

મધુર

છે હાજરી તારી તો આસપાસની હવા મધુર,
તું જ્યાંથી પસાર થાય, એ દરેક જગા મધુર.

વેદના તારી, ન સહન થાય મુજથી ક્યારેય,
તું રિસાય તો માની જાય તું એ ઝંખના મધુર.

સાથે હોય તો ક્યાં સમય જ હોય ઊંઘવાનો,
અને દૂર હોય તો તુજમય એવા શમણા મધુર.

મન, આત્મા, હર ક્ષણ, હર ધબકાર બધુ તારું,
ખયાલ, સ્વપ્ન અને તુજ વિષે કલ્પના મધુર.

નસીબવંતુ થયું છે જીવન ‘#અખ્તર’નું, કેમ કે,
પડ્યા મુજ જીવનમાં તારા આ પગલા મધુર.

-Dr. Akhtar Khatri

Categories: Dr. Akhtar Khatri

Leave a Reply