સાંજ સતાવે, રાત સતાવે, તારી દરેક વાત સતાવે,
શું કહું વધુ હું, તુજને વરેલી આ મારી જાત સતાવે.
નથી દેખાતું કોઈ, નયનોને ફક્ત તારા સિવાય હવે,
તીખા, મીઠા, ખાટા, તારા નખરાની ભાત સતાવે.
લડવું, રિસાવું, મનાવવું તૂજથી બધુ જ ગમે મને,
હું હારું હાથે કરીને, મીઠમધુરી મારી માત સતાવે.
વિરહ એક ક્ષણનો લાગે, જાણે એક સદીનો મને,
જ્યાં તારું આગમન નક્કી હોય મને તે વાટ સતાવે.
છે કોઈ જન્મો જન્મનો સબંધ આપણો ‘અખ્તર’,
રિસાય ને ન માને તું, તો મને મારા જ શ્વાસ સતાવે.
-Dr. Akhtar Khatri
Categories: Dr. Akhtar Khatri