Payal Unadkat

થયો છું

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા)

કૈંક ઘાવો સાચવી પથ્થર થયો છું,
કોતરાવી જાતને ઈશ્વર થયો છું,

શીશ પર ગંગા સમર્પણની ધરીને,
ઝેર જગના જીરવી શંકર થયો છું,

રત્ન છે ઊરે ભરેલા તો ય ખારો,
આવતાને સંઘરી સાગર થયો છું,

એકધારી દોડથી હાંફી ગયેલાને,
શાંતિ દેવા કાજ હું અવસર થયો છું,

હાર પામી આવશે મસ્જિદ નમાજી,
એ કબૂલ કરવા દુવા પરવર થયો છું,

વારસામાં આપવા મૂડી ભલેના,
ગીત ગઝલોથી હવે સધ્ધર થયો છું,

જે ઉદાસીને સફર ઘેરી વળી તી,
આજ શબ્દો સંગ જો સરભર થયો છું.

પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply