BOOK REVIEW

પુસ્તક પરિચય: એક રાસ્તા હૈ ઝિંદગી

પ્રયત્ન કરવો એ પણ એક સિધ્ધિ જ છે.

સફળતા ઉંમર પુછીને નથી આવતી. આ પુસ્તકમાં એવા જ લોકોની વાત છે. જેમણે સફળતા મેળવવા કરતાં પ્રયત્ન કરતાં રહેવાની ગુરુ ચાવી આપી છે. ‘એક રાસ્તા હૈ ઝિંદગી’ પુસ્તકનું શિર્ષક આમ તો એક ફિલ્મ નું ગીત છે, પણ અહિં આ પુસ્તકનું શિર્ષક શા માટે છે એ તો આપ જ્યારે આ પુસ્તક વાંચશો ત્યારે સમજાઈ જશે.

એક અખબાર ની જાહેરખબર નું શિર્ષક કંઈક આવું હતું: “એક માણસ બહું ટૂંકા સમયમાં વિશ્વવિખ્યાત બનવાનો છે. અને બહું ટૂંકા સમય માટે તે ટ્યુશન આપવા માંગે છે. ટ્યુશનની શરતો આ મુજબ છે. શરુઆતનો પ્રથમ ક્લાસ મફત રહેશે, સૌ પ્રથમ અરજી કરનારને ભેટ આપવામાં આવશે, ક્લાસમાં અનેક એવા રહસ્યોનો ઉકેલ આપવામા આવશે.”

આ અરજી મંગાવનાર વ્યક્તિ એટલે જગવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન. આલ્બર્ટ આઈન્સ્ટાઈનને 16
વર્ષની ઉંમર સુધી તેના શિક્ષકો એ સૌથીવધુ નાલાયક વિદ્યાર્થી જ ગણાવ્યો હતો. પરંતુ દુનિયા શું કહે છે એની પરવાઁ કરવા કરતાં પોતાની જાત પરના ભરોસાની સાથે પ્રયત્ન કરવાનું છોડ્યું ન હતું. આઈન્સ્ટાઈનના જીવનની એવી ઘણીબધી ઘટનાઓ છે જેમાની કેટલીક ઘટનાઓનો સમાવેશ આ પુસ્તકમાં સરળ અને અસરકારક શૈલીમાં સમાવવા આવેલ છે.

માત્ર બે જોડી કપડાં અને ફાટેલા ચંપલ પહેરીને યુનિવર્સિટી જતી માન્યા સ્કલીડોવસ્કી એટલે મેડમ ક્યુરી. કપરી સ્થિતિમાં અભ્યાસ અર્થે પેરીસ ગયેલા. ખુબ જ આર્થિક સંઘર્ષ સાથે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. લગ્ન બાદ ઘરની જવાબદારી, પુત્રીના ઉછેરની જવાબદારી, અને પોતાના ડૉક્ટરેટના અભ્યાસની એમ ત્રેવડી જવાબદારી આ ઉપરાંત મૅડમ ક્યુરીએ તેમના પતિ સાથે પોણાચાર વર્ષના સંશોઘન બાદ રેડિયમની શોધ કરી. જેને જગતનાં વૈજ્ઞાનિકો ‘મિરૅકલ ઑફ સાયન્સ’ તરિકે ઓળખાવે છે. તેમણે જે રૅડિયમની શોધ કરી એ જ રૅડિયમ તેમના માટે જીવલેણ સાબિત થયું. પણ તેમની આ શોધ અને વિજ્ઞાનક્ષેત્રે બીજા અમુલ્ય પ્રદાનને લીધે મૅડમ ક્યુરીને બે નોબેલ પ્રાઈઝ મળ્યાં.

એક સામાન્ય શિક્ષકની દીકરી જેને લોકોની ટીકા ટીપ્પણી ને ધ્યાને ન લેતાં સતત સંશોધનમાં મગ્ન રહીને આ મુકામ હાંસલ કર્યુ. આજે તમારા અને મારા હાથમાં આપણને પરવડી શકે તેવી કિંમતે જે પેપરબૅક પુસ્તકો ઉપલબ્ધ છે તેના પ્રણેતા અને પેન્ગિવન બુક્સ કંપનીના સહસ્થાપક એવા ઍલન લેન. એમણે જ્યારે લોકો સમક્ષ અને અન્ય કંપનીના માલિકો સામે સસ્તા પેપરબૅક પુસ્તકો હોવા જોઈએ એવી વાત મુકી ત્યારે બધાએ એમના આ વિચારને મૂર્ખતાભર્યો વિચાર ગણાવીને નકારી કાઢ્યો હતો. તેમના આ વિચારને સાચો સાબિત કરવા માટે ઍલન લેનના બે ભાઈઓ એ તેમને સાથ આપ્યો અને એમના આ મૂર્ખતાભર્યા વિચારે બ્રિટનમાં માત્ર એક જ સપ્તાહમાં પેપરબૅક પુસ્તકોની એક લાખ નકલો વેચી આમ વિપરીત સંજોગોમાં પોતાની જાત પરનાં વિશ્વાસની સાથે દુનિયાભરમાં ‘પેપરબૅક રીવૉલ્યુશન’ ની શરૂઆત કરી.

આ ઉપરાંત આશુ પટેલે એક ફોટો જર્નાલિસ્ટ અને એક અમેરેશિયન છોકરીની હ્યદયસ્પર્શી કથા તેમજ 1908માં મોટરકારમાં પૃથ્વીના પ્રવાસને સામાપ્રવાહે પૂર્ણ કરનાર જ્યોર્જ શુસ્ટરની સાહસકથાનો પણ સમાવેશ આ પુસ્તકમાં કરેલ છે.

-રંગોલી તન્ના.

Email: rangolitanna@gmail.com

Categories: BOOK REVIEW, Rangoli Tanna

Leave a Reply