BOOK REVIEW

પુસ્તક પરિચય: YES આઈ એમ DIFFERENT

તમારા માં પણ કંઈક એવું હશે જે તમને બીજાથી DIFFERENT બનાવે જેવું પુસ્તકનું નામ છે એવું જ ડિફરન્ટ તેનુ કન્ટેન્ટ છે.

જગતમાં એવા કેટલાયે લોકો છે જે સામાન્ય લોકો કરતાં ડિફરન્ટ છે અથવા તેમની કામગીરી તેમને બીજાથી ડિફરન્ટ બનાવે છે. આ પુસ્તકનું દરેક ચેપ્ટર કંઈક જુદી, કંઈક અલગ જ માહિતી આપે છે. ભારતનો એક એવો યુવાન જુબાનાશ્વાનો મિશ્રા જેમણે 28 અઠવાડિયામાં 28 નોકરીઓ મેળવી અને ભારતનાં 28 રાજ્યોમાં 15000 માઈલની સફર જુદા-જુદા ટ્રાન્સપોર્ટ દ્વારા કરીને મેડિકલ અને એન્જીનીયરિંગમાં થયેલા અભ્યાસને જ ઉચ્ચ અભ્યાસ માનવાની દ્રઢ માન્યતાને તોડવાનો પ્રયાસ કર્યો.

મેડિકલ અને એન્જીનીયરિંગ સિવાય પણ અનેક પ્રોફેશનો એવા છે જે પેશન થી પ્રોફેશન બની શકે છે. અને તેમા પણ સારી એવી તકો રહેલી છે. જુબાનાશ્વાનો માને છે કે તમને મળેલાં પડકારો જ તમને પ્રોત્સાહિત કરશે, જેના માટે તેઓ પોતે જ એક ઉદાહરણ સમાન છે.

માણસનાં મગજને કોઈ પૂર્ણરીતે જાણી શકે? ચોરનું મગજ જે મગજની ચોરી કરે. હા, ઈન્ડિયાના મેડિકલ હિસ્ટ્રી મ્યુઝીયમમાંથી અભ્યાસાર્થે રાખવામાં આવેલ માનવ મગજની બરણીઓ ચોરીને ઑનલાઈન વેંચવાનો કિસ્સો ફિલ્મી લાગતી આ સ્ટોરી વાસ્તવમાં બનેલી ઘટના છે એવું આ પુસ્તકમાં છે. એક મતની કિંમત તો કોઈ નેતા જ સમજી શકે માત્ર એક મત ઇતિહાસમાં કેટલું પરિવર્તક સાબિત થાય છે. રાજકિય નેતાઓની ઓછી જાણીતી, અને ઈતિહાસની કેટલીક અજાણી વાતોની ટુંકી માહિતી આપવામાં આવી છે.

માત્ર બે ચોપડી ભણેલો માણસ તેના અત્યાર સુધીના જીવનમાં અસંખ્ય પુસ્તકો વસાવ્યા પણ છે અને વાચ્યાં પણ છે અને તેના ગામની 4000 પુસ્તકોની લાયબ્રેરી સંભાળીને લોકોને વાંચનનું મહત્વ સમજાવે છે. બિલ ગેટ્સ તેની મોટાભાગની સંપત્તિને ગરીબી નિવારણ, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ જાળવણી અને અન્ય સમાજિક કાર્યો માટે દાનમાં શા માટે આપે છે? બિલ ગેટ્સ તેમના સંતાનો માટે વારસામાં શું મુકીને જાય છે?. રતન તાતા અને ધીરૂભાઈ અંબાણી બંન્નેના કેટલાંક ફેક્ટસ તો અમેરિકામાં 13 વર્ષના ભારતીય ટીનેજરે પોતાની કંપની સ્થાપી.

દેશ દુનિયાના લોકોની વાતો સાથે આપણી જ આસપાસનાં એવા ડિફરન્ટ લોકોની કામગીરી જેમકે નાગપુરનું દંપતી પ્લાસ્ટીક વેસ્ટમાંથી પણ નફો કરી શકાય અને પર્યાવરણ બચાવવા માટે પ્રેરણાસ્ત્રોત બન્યાં છે. એવી જ રીતે રાજકોટના દંપતીએ નાળિયેર ના છોતરાં મા ફળો,શાકભાજી તેમજ શેરડીનું વાવેતર કરીને અન્યોને પણ આ નવી પધ્ધતિથી માહિતગાર કરે છે.

પુસ્તકની કેટલીક માહિતી, ઘટનાઓ એવી પણ લાગશે કે જે આપણે જાણતા પણ હોઈએ. આમ છતાં લેખક શૈલેષ રાઠોડ ‘અભિધ્યેય’ દ્વારા કુલ 144 પૃષ્ઠમાં ડિફરન્ટ વિષયો ને ટુંકા અને રસપ્રદ રીતે YES I AM DIFFERENT પુસ્તકમાં રજુ કરવામાં આવ્યાં છે.

-રંગોલી તન્ના 

Email: rangolitanna@gmail.com

Categories: BOOK REVIEW, Rangoli Tanna

Tagged as:

Leave a Reply