Asim Bakshi

દુઆ

ટૂંકી વાર્તા : “દુઆ”

હર્ષદરાય અને સરલાબેન ની આજે ૪૯ મી મેરેજ એનિવર્સરી હતી; ઘર ના તમામ સભ્યો એ ખુબજ આનંદ ઉલ્લાસ થી ઉજવણી કરી. હર્ષદરાય સુખી સંપ્પન હતા અને બંને દીકરાઓ પણ વેલ સેટ હતા. આજે હર્ષદરાયે જાહેર કર્યું કે તેઓ લગ્ન ની ગોલ્ડન જ્યુબિલી ખુબ ધૂમધામ થી ઉજવશે. છોકરાઓએ પણ એમાં સૂર પુરાવ્યો. મહિના બે મહિના વીત્યા હશે ત્યાં હર્ષદરાયે મેહમાનો નું લિસ્ટ બનાવવાનું શરુ કર્યું.

એક સાંજે એમને ખાંસી ઉધરસ અને તાવ આવ્યો; એટલે છોકરાઓ એ કહ્યું કે પપ્પા લોહીની તપાસ કરાવી લો. બીજા દિવસે હર્ષદરાય બ્લડ ટેસ્ટ કરાવી આવ્યા અને સાંજે રિપોર્ટ લેવા ગયા તો પેથોલોજીસ્ટ એ એમને અંદર કેબીન માં બોલાવ્યા અને કહ્યું કાકા તમારી ઉંમર કેટલી? ૭૮ , કાકાએ કહ્યું ; ડોક્ટરે કહ્યું કાકા કેહતા દુઃખ થાય છે કે તમને કેન્સર છે અને ફક્ત ૪ મહિના ના મેહમાન છો; તમારે જે કઈ પણ વ્યવસ્થા કરવી હોય તે કરી લેજો. કાકા એક પણ શબ્દ બોલ્યા વિના રિપોર્ટ લઇ ને ઘરે ગયા અને રિપોર્ટ કબાટ માં મૂકી દીધો.

રાત્રે સરલાબેન હાથમાં લિસ્ટ લઇ ને આવ્યા અને કહ્યું આ મારા પિયર પક્ષ નું લિસ્ટ છે. કાકાએ સરલાબેન ને પાસે બેસાડ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા; સરલાબેન ગભરાઈ ગયા અને પૂછ્યું શું થયું છે તમને? કાકાએ કેન્સર વળી વાત કહી; સરલાબેન ગૂમસૂમ થઇ ગયા અને પછી અચાનક આંખો લૂછી ને કહ્યું; કોઈને આ વાત ચાર પાંચ દિવસ સુધી કેહતા નહિ, મને વિશ્વાસ છે તમને કઈ નહિ થાય.

રડતી આંખે કાકા જોઈ રહ્યા અને ચૂપ ચાપ પલંગ પર જઈ ને સુઈ ગયા; અર્ધી રાત થઇ ત્યાં સુધી કાકી નહિ આવ્યા તો કાકાએ ઉઠીને તપાસ કરી. કાકી પૂજા રૂમ માં આંખ બંધ કરી ને કઈંક બોલતા હતા. એમના મુખ પર અલોકિક તેજ હતું, કાકા જઈ ને બાજુ માં બેસી ગયા. કાકી એ આંખો ખોલી ને સાકર નો એક દાણો કાકા ને ખવડાવી દીધો અને કહ્યું ચાલો ૩ વાગી ગયા છે સુઈ જઈએ. કાકા ના પલંગ ની બાજુ પર ની ટીપોય ઉપર મેહમાનો નું લિસ્ટ ફરફર ઉડતું હતું.

આશરે પાંચ વાગ્યા હશે ત્યાંજ કાકાનો મોબાઈલ રણક્યો; અર્ધી ઊંઘ માંથી ઉઠી ને કાકાએ અજાણ્યો નંબર રિસીવ કર્યો; સામે છેડે થી એક ગભરાયેલા અવાજે કહ્યું કે કાકા તમને અબઘડી મળવું છે; પ્લીઝ બારણું ખોલો હું આવું છું; કાકા કઈ પૂછે એ પેહલા ફોન કટ થઇ ગયો. કાકા ઉભા થઇ ને મેઈન ગેટ પર આવ્યા; થોડી વાર થઇ એટલે પેલી લેબોરેટરી નો માણસ હાથ માં કવર લઇ ને કાકા પાસે આવ્યો અને કહ્યું; કાકા માફ કરજો; તમારો બ્લડ ટેસ્ટ નો રિપોર્ટ ભૂલ થી બદલાઈ ગયો હતો અને ડોક્ટર સાહેબે પણ માફી માંગી છે અને કહ્યું છે કે તમને ફક્ત વાયરલ ફીવર છે. કાકા બેઘડી અવાક થઇ ગયા; એમની પાછળ ઉભેલા સરલાકાકી કાકા નો હાથ પકડી ને પૂજા રૂમ માં લઇ ગયા અને સાકર નો એક ટુકડો કાકા ને ખવડાવી દીધો.

આજે કકા કાકી ની ૫૦ મી મેરેજ એનિવર્સરી છે અને કેક ઉપર ” દુઆ ” લખાયેલું હતું !!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Tagged as: ,

Leave a Reply