Asim Bakshi

લવ બર્ડ

ટૂંકી વાર્તા : “લવ બર્ડ”

અવિનાશ અને સોનમ ના લગ્ન ને આશરે 2 વર્ષ થયા હશે; બંને ખુબ જ સારી રીતે રહેતા હતા; મુવી જોવું, હોટલ માં જમવું, ફરવા જવું, વિદેશ ની ટ્રીપ પણ કરી લીધી હતી અને ખાસ તો અવિનાશ સોનમ નું ખુબ ધ્યાન રાખતા; આ બધું અવિનાશ ની મમ્મી ભારતીબેન ને ખટકતું હતું અને અચૂક ટોણા મારતા; સોનમ ખુબજ સમજદાર હતી અને તે હસવા માં બધી વાતો કાઢી નાખતી અને તે અવિનાશ ની મનોદશા પણ સારી રીતે જાણતી હતી કે કેવી રીતે એ પત્ની અને માં વચ્ચે બેલેન્સ રાખતો હતો.

આજે રજા હતી ને અવિનાશે કહ્યું ચાલ સોનમ કોઈ મુવી જોઈએ અને પછી જમી ને ઘરે આવીયે; સોનમ એના બેડરૂમ માં તૈય્યાર થઇ ને નીચે આવતી હતી ત્યાંજ તેને એની સાસુમા ને અવિનાશ ને કેહતા સાંભળ્યા કે આટલી બધી રખડપટ્ટી સારી નહિ અને બહાર નું જમવાનું પણ બરાબર નથી વિગેરે વિગેરે; સોનમ પાછા પગલે પોતાના રૂમ માં ચાલી ગયી; ત્યાંજ અવિનાશ નો વોટ્સએપ્પ પર મેસેજ આવ્યો કે અર્જન્ટ એક કામ આવ્યું છે એટલે આજનો પ્રોગ્રામ કેન્સલ કરીયે છીએ; સોનમ થોડું મલકાઈ ને પોતાની બાલ્કની માં ચાલી ગઈ; જ્યાં પિંજરા માં લવબર્ડ ની જોડી ઝૂલતી હતી; કઇંક વિચારી ને થોડું મલકાઈ ને સોનમે પિંજરા ની બારી ખોલી નાખી ને લવબર્ડ ને આઝાદ કરી દીધા —અવિનાશ ને સ્કૂટર ને કિક મારી ને જતો જોઈ રહી !!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Tagged as: ,

Leave a Reply