(લગાગાગા લગાગાગા લગાગા)
ઉઠી જેના ઉપરથી છત્રછાયા,
નથી હોતા જરા પણ ઓરમાયા,
બહુ બોલ્યા કરે મરવું છે મારે;
એ ક્યાં છોડી શકે છે એક માયા!
ખબર છે નષ્ટ થાશે અંતકાળે,
છતાં શણગારતા સૌ રોજ કાયા.
ગમે સંગાથ કરવો તાડનો ને,
અપેક્ષા હોય છે શીતળ જ છાયા.
સફળતાની ઇમારત બાંધવી છે!
વગર નાખ્યે જ અર્પણ ના યે પાયા.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat