Asim Bakshi

છેલ્લી પાટલી

ટૂંકી વાર્તા: “છેલ્લી પાટલી”

પરિમલ ને ખબર પડી કે એની સ્કૂલ ના શિક્ષક ભટ્ટ સાહેબ ખુબ બીમાર છે અને હોસ્પિટલ માં દાખલ કરેલા છે અને એમની આર્થિક હાલત પણ નબળી છે. પરિમલ ને એની સ્કૂલ ના દિવસો યાદ આવી ગયા . પોતે ભણવામાં ખુબજ હોંશિયાર અને હંમેશા પેહલો નંબર લાવે; એવાજ એના ચાર પાંચ મિત્રો હતા જેઓ પણ ભણવામાં ખુબ જ હોશિયાર હતા. આજે એ બધા ખુબજ વ્યવસ્થિત રીતે જીવન માં સફળતા સાથે જિંદગી ગુજારતા હતા .

ભટ્ટ સાહેબ ની માંદગી નું સાંભળી ને એ હોનહાર પાંચ મિત્રો ભેગા થયા અને રૂપિયા ૧૦૦૦૦૦ ભેગા કરી ને હોસ્પિટલ પોહોંચ્યા; ત્યાં જઈ ને ભટ્ટ સાહેબ નું પૂછ્યું તો રિસેપશન પર થી કહ્યું કે બીજા માળે સુપર ડિલક્સ રૂમ માં છે. પાંચે મિત્રો એ એક બીજા સામે જોઈને સાહેબ પાસે ગયા. ભટ્ટ સાહેબ એ ઓળખ્યા નહિ અને પૂછ્યું કોણ છો; પાંચે હોશિયાર વિદ્યાર્થીઓ એ પોતાનો પરિચય આપ્યો. ભટ્ટ સાહેબ ની આંખ માં ચમક આવી અને પલંગ પર અડધા બેઠા થઇ ગયા અને ગળગળા અવાજે બધાને આવકાર્યા; પરિમલ એ સાહેબ ને કહ્યું કે અમે ભેગા મળી ને આ નાની રકમ આપના માટે લાવ્યા છીએ; ભટ્ટ સાહેબે ભીના અવાજે કહ્યું thank you વહાલા વિદ્યાર્થીઓ; પણ મને આ રકમ ની જરૂર નથી; ત્રણ દિવસ પેહલા તમારી સાથે ભણતો પેલો તોફાની હિતુ જે હંમેશા છેલ્લી પાટલીએ બેસતો હતો અને અચૂક મારા હાથે ટિપાતો હતો તે મને મળવા આવ્યો હતો. આજે એ ખુબ મોટો લોખંડ નો વેપારી છે અને મારી સંપૂર્ણ સારવાર ના પૈસા હિતુ એ આપ્યા છે તથા દસ લાખ રૂપિયા ની F D મારે નામે મૂકી છે ; હવે મને કોઈ ફિકર નથી ! પરિમલ અને તેના મિત્રો સાહેબ ના ખબર અંતર પૂછી ને રવાના થયા !

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Tagged as: ,

1 reply »

  1. The basis of resourcefulness have undergone sea-change , And there is need to change the perspective about the people who may not have academic bent.

Leave a Reply