Asim Bakshi

છેલ્લું પાનું

ટૂંકી વાર્તા : “છેલ્લું પાનું “

સિદ્ધાર્થ સાતમા ધોરણ માં ભણતો હતો ; ખુબ જ હોશિયાર અને વિવેકી ; આજે સ્કુલ માં ઇન્સ્પેક્શન હતું એટલે કલાસ ટીચર એ બધા છોકરાઓ ને સમજણ આપી દીધી હતી કે નિરીક્ષક આવે ત્યારે કેમ વર્તવું ; બીજા પિરિયડ માં નિરીક્ષક આવ્યા અને બેચાર સવાલો પૂછ્યા પછી નિરીક્ષક સાહેબ સિદ્ધાર્થ પાસે ગયા અને કહ્યું તારી બેગ ખોલ ; જી હા સાહેબ કહી ને ખુબજ વિવેક થી સિદ્ધાર્થે એની સ્કૂલ બેગ ખોલી ; ખુબજ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી બેગ તપાસી ને બંધ કરી દીધી ; નિરક્ષકે કલાસ સર ને કહ્યું કે આ છોકરા ની ચોખ્ખાઈ અને મેનર્સ ગજબ ના છે ; તમને અભિનંદન આપું છું ; કહી ને નિરક્ષક બીજા કલાસ માં ચાલ્યા ગયા . કલાસ સર એ પણ સિદ્ધાર્થ ની પીઠ થાબડી ને શાબાશી આપી . સિદ્ધાર્થે ધીરે થી એક નોટ બુક નું છેલ્લું પાનું ખોલ્યું અને ત્યાં ચોંટાડેલા સ્વર્ગસ્થ માં ના ફોટા ને ભીની આંખે પ્રણામ કરી મનોમન કહ્યું ; થેક્યું મમ્મી તારી માવજત રંગ લાવી !!!

લેખક:- આસીમ બક્ષી

 

Categories: Asim Bakshi

Tagged as: ,

Leave a Reply