Asim Bakshi

વ્યાજ

ટૂંકી વાર્તા : “વ્યાજ “

શનિવાર નો દિવસ હતો , ઘરે બધા ભેગા થઇ ને એક દિવસ ની પીકનીક નો પ્રોગ્રામ બનાવતા હતા ; રવિવારે સવાર થી સાંજ તિથલ જવાનું નક્કી થયું . રમણીક દાદા પણ વાતો માં સામેલ હતા તેઓ આરામકુરસી પરથી ઉઠી ને પોતાના રૂમ માં ગયા અને ઉત્સાહ થી પોતાનો થેલો તૈય્યાર કર્યો . ફરી થી આરામકુરસી પર બેસવા જતા હતા ત્યાંજ પોતાના દીકરા ના રૂમ માં થી પુત્રવધુ ને કેહતા સાંભળ્યા ; પપ્પા ને શું કામ લ્યો છો ; આટલી ઉંમરે એમની દેખભાળ કોણ લેશે ; આપણી પીકનીક ની મજા મરી જશે ; દાદાજી ધીરે થી રૂમ પાસે થી ખસી ને આરામ ખુરશી પર ગોઠવાઈ ગયા ત્યાંજ એમનો દીકરો આવી ને પુત્રવધુ એ કહેલી વાતો કેહવા લાગ્યો .

દાદાજીએ શાંતિ થી કહ્યું કે કશો વાંધો નહિ બેટા હું ઘરેજ રહીશ . સાંજે જમી ને દાદાજી રૂમમાં ગયા ને ભીની આંખે થેલો ખાલી કરી ને પલંગ ઉપર સુઈ ગયા . થોડી વાર થઇ ત્યાંજ તેમનો પૌત્ર પાર્થ જે આશરે ૧૫ વર્ષ નો હશે તે આવી ને કેહવા લાગ્યો; દાદાજી કાલે તમે પણ અમારી સાથે પીકનીક પર આવો છો. મેં બધી વાત સાંભળી લીધી છે ને પપ્પા મમ્મી ને કહી દીધું છે કે જો દાદાજી નહિ આવે તો ઘર નું કોઈ પણ બાળક પીકનીક પર નહિ આવશે; પાર્થે દાદાજી નો થેલો ભરી દીધો ત્યારે ડુમા ભરાયેલા આવાજે દાદાજી ફક્ત એટલું જ બોલી શક્યા “ખરેખર મૂડી કરતા વ્યાજ એટલેજ આટલું વાહલુ હોય છે ” !!!

લેખક:- આસીમ બક્ષી

 

Categories: Asim Bakshi

Tagged as: ,

Leave a Reply