ટૂંકી વાર્તા : ” પરી “
પૌત્ર આજે જીદ લઇ ને બેઠો હતો કે દાદીમા કોઈ સારી વાર્તા સંભળાવો ને; દાદીમા એ કહ્યું સારું બેટા અહીં આવી ને સુઈ જા તને એક પરી ની વાર્તા કહું. એક પરી હતી જે બધા બચ્ચાઓ ને ખુબ વહાલ કરતી અને રમકડાંઓ લાવી આપે, સારું સારું ખાવાનું આપે ને વહાલ થી ખોળા માં બેસાડી ને પપ્પીઓ કરે અને બાળકોને કોઈ પણ ફરિયાદ રહેવા ના દે; અને ઘરે બધાને ખુશ રાખે; અધવચ્ચે થી વાર્તા અટકાવી ને પૌત્ર બોલ્યો “દાદીમા તમે મારી મમ્મી ને પરી કહો છો ? દાદીમા ને પુત્રવધુ ની કિંમત સમજાઈ ગઈ !!!
લેખક:- આસીમ બક્ષી
Categories: Asim Bakshi