(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા)
છોડો રસમ,ખાઓ કસમ ખુલ્લા કરો શૈતાનને!
ના હારજો, સંહારજો, ના બક્ષજો હેવાનને!
જ્વાલા બની સળગાવશે એ ના હવે ભડથું થશે,
અબળા નથી ના છોડશે એ કોઈ પણ બેઈમાનને,
નિયમ પછી એ તોડશે ના રાહ જોશે ન્યાયની,
બસ માનશે અંતરતણા સૌ ન્યાયને ફરમાનને,
લઇ હાથમાં ખંજર,ખડગ તૂટી જશે મેદાન પર,
ખુદ એકલી પડકારશે જાલિમ સૌ ઈન્સાનને,
શાને અટૂલી નાર ને હેવાન આવે ચૂંથવા?
કેવું ગ્રહણ લાગી ગયું છે વિશ્વ સંવિધાનને?
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat