(ગાલગાગા ગાલગાગા ગાલગા)
એક સગપણ તો મજાનું જોઇએ,
જીવવાનું એ બહાનું જોઇએ,
જીતમાં જે આવતું’તું દોડતા,
હારમાં પણ એ વફાનું જોઇએ,
દોષ બીજાના જ જોયા શું કરો!
થોડું મંથન આતમાંનું જોઇએ,
હાસ્યથી કે દર્દથી છલકી ઉઠે,
આંખને કારણ વ્યથાનું જોઇએ,
એકલા ઉત્સવ કદી ના માણજો,
સુખ સહિયારું બધાનું જોઇએ,
જાવ છો તો આવજો ના રોકશું,
પણ હ્રદયમાં સ્થાન નાનું જોઇએ.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat