જિંદગી
દામ વિના ક્યાં જડી છે જિંદગી?શ્વાસ સાથે સાંપડી છે જિંદગી, પોતિકા સાથે રહે છે ચૂપ એ,ખુદ સાથે બાખડી છે જિંદગી, સાચવી છે કાળજીથી ભરતે,રામજીની ચાખડી છે જિંદગી, જીવવું દુર્લભ છતાં જીવાય છે,અંધ માટે આંખડી છે જિંદગી, પ્રિયતમ સંગે મળે બેચાર પળ,તો ગુલાબી પાંખડી છે જિંદગી, તાંતણે સૂતરના ગૂંથે […]