Dharati Dave

મંદિર

એની  મા બહુજ ધાર્મિકવૃતિની હતી. મા એને રોજ શીખવાળતી કે વહેલા ઉઠી ને નાહિ-ધોઈ મંદિર જઈ ભગવાનનાં પૂજાપાઠ કરવા જોઈએ જેથી ભગવાન એમની કૃપા આપણા પર વરસાવતો રહે.એક દિવસ કોઈ કથામાં એ સાંભળી આવ્યો કે આપણું શરીરજ એક મંદિર છે અને આપણો આત્મા એ પરમાત્મા છે.બીજા દિવસે પૂજા માટે ફૂલ-પ્રસાદ અને નવા વસ્ત્રો લઇને નીકળ્યો.

રસ્તા માં એની નજર એક ગરીબ બીમાર માણસ પર પડી જેના શરીર પર પૂરતા વસ્ત્રો ન્હોતા  ઘણા દિવસ થી કઈ ખાવાનુંય નઈ મળ્યું હોય નાહવાની તો વાત  દુર હતી. એ ગરીબ પાસે ગયો એને મંદિરના રસ્તા માં આવતા પાણી ના બોર પાસે લઇ જઈ સ્નાન કરાવ્યું.ભગવાન ને ચડાવવાના વસ્ત્રો એ ગરીબ ને પેહરાવ્યા અને મહાપ્રસાદ ખવડાવી ને દાનપેટી ના પૈસા આપી ડોક્ટર પાસે મોકલ્યો.ઘરે આવી મા એ પૂછ્યું:- “પૂજા વ્યવસ્થિત તો કરી’તી ને?” એને જવાબ આપ્યો: આજ જેવી સરસ પૂજા આજ સુધી ક્યારેય નથી થઇ

લેખિકા:- ધરતી દવે
Dhara3192@gmail.com

Categories: Dharati Dave

Tagged as: ,

1 reply »

  1. ધરતી જી તમારી નાની પણ બહુ જ સંવેદનશીલ વાર્તા વાંચી અને ખરી ” સેવા ” ના અર્થ ની સમજ પડી . તમારી કલમ માં તાકાત છે લખતા રહેશો અને હું વાંચીને ગમશે તો જરૂર બિરદાવીશ અને અમલ માં મુકવાનો પ્રયત્ન કરીશ . ખુબ ખુબ શુભેચ્છા .

Leave a Reply