માનસપટ પર તો એ જ છવાયું,
અંતરને જે લાગે સૌથી સવાયું,
હો મીષ્ટ અઢળક મુખ સન્મુખ,
પણ, દંતથી ક્યાં બધુંય ચવાયું!
મનની વાત નથી સહેલી કહેવી,
હોઠે તો વરખસહિત જ લવાયું,
હથિયાર એકેય ના ઘાયલ કરતું,
જેટલું વાણીના વારે મન ઘવાયું,
આજીવન મનગમતું રટ્યા કર્યુ,
અંત સમયે શ્યામનું ગીત ગવાયું.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat, Poems / कविताए