ભસ્મ સ્મશાનની ચોળી અંગે,
રાખે ભૂતની ટોળી સદા સંગે,
પહેરી સર્પમાળા ગ્રીવાએ,
રુદ્રાક્ષ ગળે ધર્યુ શિવાએ,
કર્યો સર્પનો શણગાર નિજકંઠ,
હળાહળ વિષ ધરે નીલકંઠ,
જટાપર તો ગંગાજી અવતરી,
શોભાવે મસ્તકે શશી ચંદ્રમૌલી,
નયનથી ક્રોધ છલકાવે જતિ ,
કરે નટરાજ તાંડવ ઊમા પતિ,
ફરે છે નંદી પર કરીને સવારી,
શ્રાવણ માસે ભજે સૌ નરનારી,
સ્મશાને બેઠક ધરે કૈલાસવાસી,
જતિ છે જટાળો નથી વિલાસી.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat