Payal Unadkat

આવ્યા તમે

(ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા)

વેરાન રણ છે જિંદગી, ગુલાબ થઈ આવ્યા તમે,
આંખે મઢેલી પ્રેમની ,કિતાબ થઈ આવ્યા તમે.

આ એકલું એકાંત પણ,જાણે બન્યું છે બેકલું,
એકેકમાંથી થાય બે, હિસાબ થઈ આવ્યા તમે,

ચરણે ધર્યું તનમન બધું ના કોઇએ હૈયે ભર્યા,
આપ્યા દિલાસા દાદના ઈલકાબ થઇ આવ્યા તમે,

ઝૂકી અને ખુદ ઝૂરતાં જે જીતના હકદાર સૌ,
હારેલને જીતાડવા આદાબ થઇ આવ્યા તમે,

અંધારપટના જેમના આંગણ સદા છે બેસણાં,
અજવાળવાએ ઓરડાં આફતાબ થઇ આવ્યા તમે,

સચ્ચાઇ તો છે જિંદગીની એકદમ બિહામણી,
ખુલ્લા નયનથી માણવાનું ખ્વાબ થઇ આવ્યા તમે.

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Tagged as: ,

Leave a Reply