વ્હાલી આસ્થા,
ઝૂમો, નાચો અને ગાઓ,
જનમદિવસ છે તમારો,
સ્મિત હોઠે છલકાવી,
સારું જીવન સંવારો,
રહો ખુશ સદા પણ,
અમને ના કદી વિસારો,
આપની યાદોનો ખજાનો,
હવે છે દિલનો સહારો,
મળે રાત તને અજવાળી,
અંધારે અમારો ઇજારો,
રહે દૂર દર્દ બધા તારાથી,
છે દુઆ એ ઉપહાર મારો,
જન્મદિન પર યાચું એ જ,
રહે હર્યોભર્યો સંસાર પ્યારો.
-અભય
(અભય આસ્થાને વિશ કરવા માટે કોલ કે મેસેજ કરીને એના સંસારમાં ખલેલ પહોંચાડવા નહોતો માંગતો એટલે એણે અહીં વિશ કર્યું છે. અભય અને આસ્થાની વાર્તા વાંચવા માટે અહીં ક્લીક કરવા વિનંતી.)
Categories: SELF / स्वयं