Payal Unadkat

રાત જાગે છે

(લગાગાગા×4)

નિખાલસતા મઢાવીને અધર પર હાસ્ય રાખે છે,
અરીના કોઇપણ પ્રહારને એ માત આપે છે.

વચન કે વાતને વળગી રહે જે શ્વાસ છેલ્લો હો,
સફર આ જિંદગીની એમને આસાન લાગે છે,

ના પરવા માલ મિલકત કે નથી ખ્વાહિશ પ્રસિધ્ધીની,
સહારે જેમના ખીલાય એ સંગાથ માગે છે,

ફરે છે છુંદણામાં નામ જેનું કોતરાવીને,
મહેંદીમાં હથેળીની હવે એ નામ છાપે છે,

દિવસભર દોડતા જે અન્નપાણી આપવા સૌને,
ગરીબીથી પિડાતા બાળકો એ રાત જાગે છે.

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Tagged as: ,

Leave a Reply