નથી બોલાતુ જે હોઠથી,
એ બોલી જાય છે મૌન,
હોય મનને સાંભળવું કંઇ,
ત્યારે કોરી જાય છે મૌન,
રાઝ આ હ્રદયના સઘળા,
કેવા ખોલી જાય છે મૌન!
બોલ્યા વગર કોઇ સમજે,
ત્યારે ડોલી જાય છે મૌન,
છે ભાર શબ્દમાં કેટલો,
એ તોલી જાય છે મૌન.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat, Poems / कविताए