Payal Unadkat

નૂતન પ્રભાત છે…

નિરાશા ગગનમાં ઉડાડો,
ને જીવન ઉમંગે સજાવો,
ઊગ્યું આજ નવલું પ્રભાત છે…

અદેખાઇ ઈર્ષા ને છોડો,
ને હેલી વહાલી વહાવો,
ઊગ્યું આજ નૂતન પ્રભાત છે,

વિવાદી હો વાતો એ ટાળો,
સહજતા ને સ્નેહે સ્વીકારો,
ઊગ્યું આજ નૂતન પ્રભાત છે,

આ તારું આ મારું એ છોડો,
બધું આપણું છે એ માનો,
ઊગ્યું આજ નૂતન પ્રભાત છે,

વિચારો જે સારા મઢાવો,
ને જીવન માં એને ઉતારો,
ઊગ્યું આજ નૂતન પ્રભાત છે.

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply