એક પારસી સજ્જન નામે દિનશા પાસે ૪૦ મોટા હીરા હતા , તેમની પત્ની એ કહ્યું કે: “આમ લૂસ હીરા રાખશો તો પડી જશે અથવા ખોવાઈ જશે , એના કરતા મારા માટે નેકલેસ બનાવી આપો ને.”
દિનશાજી ના ગળે વાત ઉતરી ગઈ અને તેઓ હીરા લઈને ઝવેરી ને ત્યાં ગયા, અને કહ્યું કે : “આ ૪૦ હીરાનો નેકલેસ બનાવી આપો.
હીરા ની ચમક જોઈને ઝવેરી નું મન લલચાયું અને ૪૦ હીરા ગણવાના બહાને એક હીરો સરકાવી લીધો અને દિનશાજી ને કહ્યું : “બાવાજી આ તો ૩૯ હીરા જ છે, ગણી લ્યો.”
દિનશાજીએ હીરા લીધા અને ગણ્યા તો ૩૯ હતા; દિનશાજી ને તરતજ ખ્યાલ આવી ગયો કે ઝવેરી લુચ્ચાઈ કરી ગયો છે; દિનશાજીએ શાંતિ થી ૩૯ હીરા માં થી એક હીરો સરકાવી લીધો અને બાકી ના હીરા ઝવેરી ને પરત આપીને કહ્યું : “સોરી, આ ૩૯ હીરા જ છે એનો હાર બનાવી રાખજો.” એમ કહીને દિનશાજી નીકળી ગયા.
ઝવેરી મનોમન ખુબ ખુશ થયો અને અંદર જઈને હીરા ગણ્યા તો ૩૮ હીરા જ નીકળ્યા, એને બહુ શોધખોળ કરી પણ હીરો જડ્યો નહિ; આખરે ઝવેરીએ એ ચોરેલો હીરો પાછો પેકેટ માં મૂકી દીધો અને ૩૯ હીરાનો હાર બનાવીને દિનશાજી ને આપવો પડ્યો.
દિનશાજી મલકાઈ ને હાર લઇ ગયા અને એની પત્ની ને કહ્યું : “લે ડાર્લિંગ આ ૩૯ હીરાનો હાર અને એક હીરાની વીંટી તારા માટે !!!”
NOTE : આ ટૂંકી વાર્તા મેં વર્ષો અગાઉ સાંભળી હતી તે યાદ આવી એટલે અહિંયા share કરી છે !!!
Categories: SHORT STORIES / लघु-कथाए
વાહ , આને કહેવાય શેર ને માથે સવાશેર .