તું અને સાલી તારી આ લાગણી..
મને હંમેશા હાથવગી મળી..
થાકેલો પાકેલો જ્યારે ઘરમાં ડગલું માંડતો ને
ત્યારે બાળકનાં વ્હાલ ની હુંફ મળી..
બરાબર એ જ સમયે રસોડામાં થી મારા તરફ
તું જે સ્માઈલ ફેંક ને.. મને મારી ડાંડી ત્યાંજ ડુલ મળી..
ખબર હોય છે.. ખુબ મોડુ થયું છે જમવામાં,
પણ દાળ હંમેશા ગરમ મળી..
નાણાકીય કટોકટી.. એટલે મારી રોજનીશી,
પણ ઘર ચલાવામાં તું હોંશીયાર મળી..
આ મારી પતંગ એટલે જ ઉડે છે
ફીરકી પકડવા તું જો મળી..
કેટલાય વેકેશન આપણાં.. બેગમાં જ પડ્યા રહ્યા
પણ તારી આંખોમાં કદી.. ન ફરીયાદ જોવા મળી..
તારી હથેળીએ મારી આંગળીઓ ખબર નહીં કેટલું ચાલી હશે..
જયારે પણ મોકો મળ્યો, એકબીજામાં પરોવાયેલી મળી..
હોય છે હંમેશા વિખરાયેલા.. હું અને દિવસો મારાં
પણ તારી સાથેની રાતો બધl પરોઢ સુધી વીંટળાયેલી મળી..
ભલેને લાખ ફરીયાદો હોય જીંદગીથી છતાં..
તારી સાથેની અમાસ બધી, હંમેશા પુનમ બની ને મળી..
કાયમીનો વસવાટ હોય.. એમ તું મારામાં શ્વસતી રહી..
હું શોધતો રહ્યો ખુદ ને તું મને મારૂ અસ્તિત્વ બની મળી.
Categories: Poems / कविताए