Payal Unadkat

જરૂરી છે

(લગાગાગા×4)

ખરીદી ના શકે કુબેર એ મિલકત જરૂરી છે,
કરે ના કોઈ નફરત પાસ એ હરકત જરૂરી છે,

સહી શકતા નથી તકલીફ આવે જો જરા અમથી,
ખુશી વૈભવ થકી માણી શકે સવલત જરૂરી છે,

જમાનાની ખબર ના રાખજો મરજી તમારી છે,
સતત સંગાથ છે એ શ્વાસથી અવગત જરૂરી છે,

કરો ના મૂલ એનું જે મળ્યું વારસ બની બેઠા,
દુઆથી કોઈની દુર્લભ ફળ્યું કિંમત જરૂરી છે,

ભલે માળો હો આંબા પર શરીરે માંદગી આવે,
સરસ ફળ ચાખવા માટે જરા કિસ્મત જરૂરી છે.

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply