SELF / स्वयं

બિનશરતી પ્રેમ

એક નાનકડી છોકરી ” મીની “ક્રિસ્મસ ટ્રીની નીચે મુકવા માટે સોનેરી ગિફ્ટ પેપરથી બોક્સ સજાવતી હતી, આર્થિક તંગી ભોગવતા એના પિતા મોંઘા ગિફ્ટ પેપર ના તમામ રોલને વેડફવા બદલ તેને ઠપકો આપ્યો અને ગુસ્સો કર્યો. મીની રોતી રોતી પોતાના રૂમમાં ચાલી ગઈ.

જો કે, બીજા દિવસે સવારે મીની તેના પિતા પાસે ગિફ્ટ લઈને આવી જે તેણે આગલી રાત્રે સોનેરી ગિફ્ટ પેપરથી સજાવ્યું હતું અને કહ્યું : “પપ્પા, આ તમારા છે.” તેના પિતાએ બોક્સ ખોલ્યું અને તે ખાલી નીકળ્યું અને પિતાના મગજ પર ફરી ગુસ્સો સવાર થઇ ગયો, અને કડક અવાજમાં કહ્યું : “તને ખબર નથી? જયારે તમે કોઈને ભેટ આપો છો, ત્યારે એવું માનવામાં આવે છે કે તેની અંદર કંઈક હશે.”

નાની મીની એની માસૂમ આંખો માં આંસુ સાથે તેના પિતા તરફ જોઈને બોલી : “પપ્પા, આ બોક્સ ખાલી નથી, મેં તેને મારા વહાલ અને પપ્પીઓ (ચુંબન)થી ભર્યું હતું તમારાં માટે.”

પિતા સ્તબ્ધ થઇ ગયા, એને ખુબજ પસ્તાવો થયો અને એણે પોતાના હાથ થી મીનીને પાસે ખેંચી અને ગળે લગાડીને માફી માંગી અને એને પપ્પીઓથી નવડાવી નાખી.

તે દિવસ પછી એ માણસે એ બોક્સ પોતાની પાસે હંમેશા રાખ્યું અને જયારે જયારે પણ તેને ઉદાસી અને નિરાશા અનુભવાઈ ત્યારે ત્યારે તેણે તે બોક્સ ખોલીને પ્રેમનો અહેસાસ કરતો જે તેની પુત્રીએ તેને આપ્યું હતું.

*******

આમ, આપણને બધાને આવો બિનશરતી પ્રેમ બાળકો, પરિવારજનો, મિત્રો, અને ભગવાન તરફથી મળતો જ રહેતો હોઈ છે, તે પણ કિંમતી જ છે, પણ આપણે તે ઓળખવામાં ક્યારેક થાપ ખાઈ જતાં હોઈએ છીએ.

– ચેતન ઠકરાર

9558767835

Leave a Reply