પહાડની તળેટીમાં પોતાના બચ્ચાં ના શરીરને ચાટી રહેલી એક સિંહણ તેને કહી રહી હતી, “બેટા, આ જંગલમાં તારા પિતા જેવો જોરાવર, દિલાવર, શૂરવીર અને પરાક્રમી બીજો કોઈ નથી એ વાત સદાય યાદ રાખજે.”
દૂર વૃક્ષના છાંયે બેઠેલી હરણી એજ વખતે પોતાના બચ્ચાને કહેતી હતી, “દિકરા, આ જંગલમાં સહુંથી ક્રૂર, કપટી, ખૂની અને ઘાતકી પ્રાણી સિંહ છે એ વાત તું ક્યારેય ભૂલીશ નહીં. ”
સિંહણ અને હરણી એ બે માંથી સાચું કોણ?
Categories: SELF / स्वयं
મારા મત પ્રમાણે બંને ” માં ” પોત પોતા નો ધર્મ નિભાવે છે અને પોતાના બચ્ચા ને જે જરૂરી છે તે શીખવાડે છે આમ ખરા – ખોટા નો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી .
સાચી વાત