Dr. Akhtar Khatri

હું, તમે અને ડિસેમ્બરની સાંજ.

હું, તમે અને
ડિસેમ્બરની સાંજ.
કડકડતી ઠંડી,
તમારા માટે દિલથી બનાવેલી મારા હાથની ચા,
કપમાં લઈ હીંચકા પાર બેસી પીતા પીતા
મેં તમને કરેલા વાયદા યાદ કરું છું
તો ખયાલ આવે છે
કે કેટલા વાયદા ભુલ્યો છું હું,
કેટલાય વાયદાઓમાં મારો પનો ટૂંકો પડ્યો છે.

તમને જાણ છે બધી જ,
તોય મારા તરફની તમારી લાગણીઓ, તમારો પ્રેમ
કદી ઓછો નથી થયો
કદી એહસાસ નથી થવા દીધો કે હું ક્યાંય પાછો
પડ્યો છું તમારા અને મારા સંબંધમાં.

આજે હજુ એક વાયદો કરવો છે
“રહીશ સદા ફક્ત તમારો હંમેશા માટે”
અને આ વાયદો હું સો ટકા નિભાવીશ જીવ આપીનેય.

Leave a Reply