ઘણી બધી તકલીફ છે આ જીવનમાં,
એક વાર હાથ થામી તો લે,
બધી તકલીફમાંથી નીકળી જઈશ
બહું કઠિનાઈ છે આ રસ્તામાં,
એકવાર સાથે માંગી તો લે,
મીણની જેમ પીગળી જઈશ
ઘણા તુફાન છે આ સફરમાં,
એકવાર સાથે ચાલી તો લે,
બધા તૂફાનમાંથી તરી જઈશ
બહું ઉંડાઇ છે આ વાટમાં,
એકવાર આ બાજુ જોઈ તો લે,
બધી ઉંડાઇ પાર કરી જઈશ
બહું ઓળખે છે તું પોતાને
એકવાર પોતાને મારી નજરથી જોઈ તો લે,
પોતાની જાતને ઓળખી જઈશ.
– કિંજલ પટેલ (કિરા)
Categories: Poems / कविताए