(ગાલગા ગાલગા ગાલગા ગાલગા)
આ હ્રદયની કોઈ વાત પૂછો નહીં,
શું છૂપાવ્યા છે જઝબાત પૂછો નહીં,
યાદ કાયમ રહે આભલે એમની,
ઓઢણીમાં ભરી ભાત પૂછો નહીં,
કેટલી લાગણી જો હ્રદય ઊભરી,
એ વિશે તો સવાલાત પૂછો નહીં,
જાતની પણ ખબર રાખતા ના અમે ,
શ્વાસ પણ એની સોગાત પૂછો નહીં,
શૂન્ય ક્યાં છે હવે જિંદગીની સફર,
છે સભર સ્નેહ ઓકાત પૂછો નહીં.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat
Very nice