મળે શાશ્વત સફર માં સહારો,
ચાહત નથી કે મળે કોઈ કિનારો,
કૂંપણ ફૂટતી જોઈ હરખાઈ ઉઠશે,
અપેક્ષિત નથી નયનરમ્ય નજારો,
એક જણ અહિં પોતિકું બસ છે,
આશા નથી કે મળી જાય હજારો,
ખુશી આપવી ફરજ આપની યે છે,
હર વખત મારો નથી એ ઈજારો,
શ્વાસ છે ત્યાં સુધી કરી લો હેત,
આવતો નથી જીવ ફરી જનારો.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat