હે શ્યામ! અધર પર વસતી સદાય,
વહાલી તારી બંસરી તું બનાવ મને,
ઓ સાંવરિયા! શીશ પર તારા સદા,
મોરપિચ્છ બનાવી તું સજાવ મને,
ઓ ક્રિષ્ન! પ્રિતમાં તારી રીસાતી,
રાધા પ્યારી બનાવી તું મનાવ મને,
ઓ કાન્હા! પૂનમની રાતે સંગે તારા,
ગોપી બનાવીને રાસ તું રમાડ મને,
ઓ મોહન! શ્રધ્ધા પ્રિતની જગાડવા,
મીરા બનાવી અમીપાન તું કરાવ મને.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat