પોષી પૂનમ
આજ તો પોષ મહિનાની પૂનમ આવી છે. ભાઈની નાની બહેન આજ આખો દી ઉપવાસ કરશે. આજ તો બહેન પૂનમ રહી છે.થાપેલાં છાણાંથી તો રંધાય નહિ, એટલે બહેન સૂંડલી લઈને વગડામાંથી અડાયાં વીણી લાવે છે. સાંજે એક બોઘરણું ને એક લોટો લઈને પોતે જ નદીએ પાણી ભરવા જાય છે. […]