કોઈ પોતાનું પોતાનાને ના સમજી સકે,
ત્યારેજ
કોઈ પોતાનું પારકાને પોતાના બનાવવા મથતું હોય છે…..
*******
કારણ ન શોધ તું હસવા માટે,
જીવન ટુંકું છે આ રડવા માટે.
નાના નાના સુખોથી સજાવી,
ઇન્દ્રધનુષ નવુંજ ઘડવા માટે.
ઉઠ, ઉભો થા, ને આગળ વધ,
ઠોકર બની નથી, નડવા માટે.
છે ઘણું પામવાનું, તને હજુય,
સેંકડો ક્ષણ છે બધું કરવા માટે.
ડગ ભર મક્કમતાથી ‘અખ્તર’,
આતુર છે મુકામ મળવા માટે.
*******
શરૂઆત દુનિયાની થઈ હશે એકાદ સુક્ષ્મ કુંપળથી,
થાકી છે પ્રકૃતિ, માનવજાત દ્વારા કરાયેલાં છળથી.
જીવંત છે ધરા હજુ વૃક્ષો, પ્રાણીઓ અને વાદળથી.
ઝરણાં, નદી અને દરિયાના પાણીની ખળખળથી.
નિકંદન વૃક્ષોનું, પ્રદુષણ વાયુ અને જળનું અમાપ,
બચશે ધરા કેવી રીતે આ માનવ રચિત વમળથી.
કારણ બધાનું કહેવાતો વિકાસ છે માનવ તારો જ,
ડરે છે તું કેમ ધરાના વિનાશની, માત્ર અટકળથી ?
હજુ સમય છે, તારી પાસે, ચેતી જા તું, ‘ અખ્તર ‘,
નહીં તો પ્રકૃતિ તને સમજાવશે પછી તેના બળથી.
વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના
#akhtarkhatri
*******
વિચાર્યું હતું એવું જ આપણને નસીબ મળ્યું,
સૌથી વ્હાલું જ બંનેયને, સૌથી નજીક મળ્યું.
શમણાં સદા સાચા થયા જે જોયા ભેગા મળી,
જે પણ મળ્યું આપણને તો વાસ્તવિક મળ્યું.
કોઈ ઉત્સવ હોય જાણે આ આપણું મિલન,
કુદરતનું કણ કણ આમાં, જાણે શરીક મળ્યું.
કોઈ હોય જે ચાહે મને ખુદ મારાથી પણ વધુ,
ચાહ્યું એ જ તારા હ્રદય રૂપે જાણે સટીક મળ્યું.
*******
તને ગમે ભીની માટીની મહેક અને મને તું,
તને ગમે ઘર-ચકલીની ચહેક અને મને તું.
આકાશમાં બન્યું ઇન્દ્રધનુષ જે તને પ્રિય છે,
તને ગમે તેના રંગ દરેકે દરેક અને મને તું.
પડ્યા ટીપાં ધરા પર ને નાચે તું તરત જ,
તને ગમે સુંદર મોરની ગહેક અને મને તું.
સૂર્ય લુચ્ચો છુપાઈને જુએ આપણું મિલન,
તને ગમે ખુબ વાદળની રેખ અને મને તું.
છળકપટ ન ગમે ‘અખ્તર’ને પણ તારી જેમ,
તને ગમે વ્યક્તિત્વ સાવ શ્વેત અને મને તું.
*******
આવે જે પણ મારી કબર પર, તેમના ધર્મ ન પૂછતાં,
હશે કોઈ વ્હાલાજ, તેમનો આવવાનો મર્મ ન પૂછતાં.
સ્વર્ગ, નર્ક બઘું અહીં જ છે જીવતાજીવ ધરતી ઉપર,
વિનંતી છે કે મર્યા પછીકોઈ પણ મારા કર્મ ન પૂછતાં.
જીવનની ઠોકરો ખાઈને, હવે જેમ છું, તેમ બન્યો છું,
સ્વીકારી લેજો, કોઈ મારી જાતિ, મારો વર્ણ ન પૂછતાં.
નવું જીવન લઇને આવીશ ફરી વિખૂટો થઇશ ત્યારે,
પાનખરમાં કેમ અલગ થાય છે બધાજ પર્ણ, ન પૂછતાં.
માનવતા જ મારો ધર્મ, દેશ પ્રત્યે ખુમારી જ જીવન,
કઈ વાતનો ‘અખ્તર’ને આટલો બઘો ગર્વ, ન પુછતાં
*******
સમય સમયની વાત છે,
સુંદર મજાની સાંજ છે.
ડૂબતો સૂરજ પણ ગમે,
ગમતીલાનો સંગાથ છે.
રંગ છે માદક આકાશમાં,
રાહ જોઈ રહી રાત છે.
તોફાન તૈયાર બેઠું હૈયે,
ફક્ત મૌનનો અવાજ છે.
કાલ ન થશે હવે ‘અખ્તર’
જે પણ છે તે આજ છે.
*******
દર્દ લખું છું…એટલે એમ ના માનતા કે ‘હું’ રોગી છું….
બાકી,…. મસ્તીનો મોજીલો છું…
💟Rajni💟
*******
હમેશાં રહેશે અણસાર…
જયાં સુધી ચાલશે ધબકાર….
💟Rajni💟
*******
કેટલા તોડ છે તમારી પાસે…?
લાગણીઓની કેટલી જોડ છે તમારી પાસે…!!!
💟Rajni💟
*******
યાદોમાં તારી virus લાગે છે….
હૈયું મારું hang થાય છે…..
💟Rajni💟
*******
જીભ તોતડી હશે તો ચાલશે , પણ તોછડી હશે તો નહિ ચાલે!
*******
સપના કેવા આવશે….!!!
‘તું’ આવશે તો જીવંત લાગશે….
💟Rajni💟
*******
‘આમ’ નહીં…. ‘આમ’ રાખો….
બોલવાનો નહીં તો સામું જોવાનો વ્યવહાર રાખો….
💟Rajni💟
*******
આખા દિવસની યાદને ભેગી કરી…સાંજને પલાળું….
રાતે…સપનામાં તું સતાવે ને….હું દરીયાના હપ્તા ભરું…..
💟Rajni💟
*******
ઉપેક્ષાઓ જગ ની તમામ સહી લીધી…
એક માત્ર તારી અપેક્ષા માં…..
*******
અધુરી વાત પૂરી કરીએ…..
ચાલો આપણે ફરી પ્રેમ કરીએ
💟Rajni💟
*******
ચાલ….મારી ઉધારીનો હિસાબ દે…
‘લાગણી’ ચકવૃધ્ધિ વ્યાજ સાથે ચૂકવી દે….
💟Rajni💟
*******
જયારે ટુટેલા દિલના ટુકડા ભેગા થાય છે….
અને એ ટુકડાઓ માંથી જે નવું દિલ બન્યું છે…
તે છે આપણું ગ્રુપ.. #વાગડીયો_ArYaN.
*******
અતિતને વળી કયાં હોય છે અંત,
જરા યાદ કરો એટલે થાય જીવંત..
*******
આ,હૃદયના ભેદભાવ તો જુઓ ,
આશિકોના તૂટે તો ઉપાય
ગઝલ ગુર્જરી ,….
આઘેડ વયના ના તૂટે તો સીધી
બાયપાસ સર્જરી ….
*******
જો હું પારદર્શક
તો
પ્રભુ સદાય માર્ગદર્શક …!!
*******
ના રાજ જોઈએ,
ના તાજ જોઈએ,
માણસ ને માણસ સાથે શોભે, એવો મિજાજ જોઈએ….
*******
આજે ચાંદની વહેંચાઈ ગઈ
બે ભાગમાં…
એક આભમાં
એક આપમાં..!!
*******
પ્રેમ ના ચક્રવ્યૂહ ને તોડવાનું ફક્ત તું જ જાણતી હતી….
હું તો અભિમન્યુ હતો એટલે જ માર્યો ગયો…….
*******
આજે એક પતંગિયુ માન્યું નહીં….
ઘણુંય સમજાવ્યું
તો પણ… ઢંગનો એકય ફૉટો પડાવ્યો નહીં….
💟Rajni💟
*******
કલાકો સુધી વાંચ્યા છતાં કોઈ પૂસતક અધુરુ રહી જાય
ને પલભર માં જ તારા નયનો કેટકેટલું કહી જાય…!!!
*******
તું દરિયો છે
તો મારું નામેય ઝાકળ’ છે,
નદીની જેમ દોડીને
તને મળવા નહી આવું…!!!
*******
જેને તક મળે
એ અચુક પીવે છે..
મારા લોહીમાં
કદાચ મીઠાશ હશે…
*******
દિલ છે તો દુધપાક છે
નહી તો બધુ કારેલાનું શાક છે . . .
*******
અવસર બરફ જેવો હોય છે!
વિચારતા રહો ત્યાં સુધીમાં તો ઓગળી જાય છે…
*******
તારી ગલીમા મે બે પ્રકારના પાગલ
જોયા છે “સનમ”
.
એક તારા માટે પાગલ,
એક તારા કારણે પાગલ !!!
*******
તમે ભૂતકાળની યાદમાં
અને
ભવિષ્યની ચિંતામાં ખોવાયેલ હોવ…
ત્યારે જે જતી રહે છે એનું નામ
જીંદગી…
*******
હું સુતો હોઉં ને તારી લટ મારા મ્હો પર સરે એ મને ગમે છે,
મારી ઉપર તું ક્યારેક સાવ ખોટી દાદાગીરી કરે એ મને ગમે છે.
મને સહેજ કઈ થાય ને તારો જીવ બહુ બળે એ મને ગમે છે,
મને મોડું થાય ને તને મારા પર બહુ ગુસ્સો ચડે એ મને ગમે છે.
નાની નાની વાતોમાં મને તારી બહુ જરૂર પડે એ મને ગમે છે,
તું મારા વાંક ગુનાઓ ભૂલી જઈને મારા પર મરે એ મને ગમે છે.
હું સંતાઉ ને તું મને શોધવા રઘવાયી થઈને ફરે એ મને ગમે છે,
રોજ ઝગડીએ ને તોય તું મને તારો પોતાનો ગણે એ મને ગમે છે.
તું બસ ખોવાયેલી હોય મારામાં જ પ્રત્યેક ક્ષણે એ મને ગમે છે,
કશું સારું ના હોય તોય બધું સારું છે કહી મને છળે એ મને ગમે છે.
આપણા બંનેના પ્રેમની મિસાલ અપાય દરેક ઘરે એ મને ગમે છે
*******
ખબર નથી કે પવન કેમ બદલાયો,
શું એને પકડવો હશે તારો પડછાયો..
*******
બધા બહુ હોશિયાર હતા
હું જ એક ડોબો નીકળ્યો,
જેમાં ભરી લાગણીઓ એ
ખાલી ખોબો નીકળ્યો,..!
*******
ના ખૂટે તારા વગર એક પળ સનમ, કઇ રીતે જાશે આ ચોર્યાશી જનમ?
*******
કેમ કાચું કપાઇ જાય છે…?!!!!
સપનામાં ‘તું’ મારી હોવાનો ભ્રમ થાય છે….
💟Rajni💟
*******
સમયજો સારો હોત..
તો હું સદાય તારો હોત..
*******
મહારાજે આવીને કથા કરી
કથાનો સાર હતો કે
“કંઇ ભેગું નથી આવવાનું”
કથાને અંતે મહારાજ
બધું ભેગું કરીને લઈ ગયા!
*******
સફળતા પછીનો સૌથી અઘરો તબક્કો,
તમારી સફળતા થી ખુશ થનારને શોધવાનો હોય છે.
*******
સંવેદના ક્યાં કોઈ શબ્દોમાં મપાય છે.
એ તો વ્હાલ બની બસ આંખમાં ઊભરાય છે…
*******
આ મારા
અને
આ મારી
એની જ છે બધી
મારામારી.
*******
તબક્કે ને તબક્કે તફાવત નડે છે
મને, ફક્ત મારી શરાફત નડે છે.
*******
અધુરા પ્રેમનું પણ ક્યારેક ભાગાકાર જેવુ હોય છે ,
દાખલો પતી જાય તો પણ કયારેક શેષ વધતી હોય છે …!
*******
લાગે છે ભગવાન એ દિલ બનાવાનો contract ચાઈના ને આપ્યો છે… આજ કાલ તૂટે છે બઉ…..
*******
તમને જો હઠ અમને ભુલવાની, તો અમારી પણ ઍક હઠ છે તમને અમારી યાદ અપાવવાની.!!!
*******
જ્યારે કોઇની ખોટ સાલે છે ત્યારે સમય ખૂબ ધીમે ચાલે છ
*******
એક એક પાંદડી કરમાય છે જ્યારે તુ દૂર જાય છે …
કોને કહું મારા મન ની વ્યથા તારા દૂર જવાથી ડાળીએ ડાળીએ ઘાયલ થવાય છે..
*******
રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં,
જેવી રીતે હું જોઉં છું એમની તસ્વીરને.
*******
ચાલ…. હું ફરી કોરો કાગળ બની જાઉં….
શરત એટલી…તારે પેન્સિલથી છાપ નહીં ઉપસાવવાની…..
💟Rajni💟
*******
અંધકાર
દિલમાં હતો,,,
ને
દીવો પ્રગટાવવા
ચાલ્યાં મંદિરમાં !
*******
ચાલ…. હું ફરી કોરો કાગળ બની જાઉં….
શરત એટલી…તારે પેન્સિલથી છાપ નહીં ઉપસાવવાની…..
💟Rajni💟
*******
રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં,
જેવી રીતે હું જોઉં છું એમની તસ્વીરને.
*******
દુઃખી થવાનું એક પણ બહાનું મળે નહીં,
જે કંઇ મળે તને, ખ્વાબથી નાનું મળે નહીં.
*******
ચાલ
આજે મારુ કિરદાર તને સમજાવુ,
તુ સ્મરણ કર હુ હાજર થાઉ…..
*******
આવે છે દુઃખ બધાને,હું જાણું છું,
માટે જ
રડવાની બદલે હું દુઃખ ને માણું છું
*******
લોહી પણ થોડું હુંફાળું થઇ જાય છે
નસે નસ માં જયારે તું વહી જાય છે
*******
સરનામું મારું જાળવી રાખજે બરાબર સાચવીને;
સહુ કોઈ છોડી જશે ત્યારે એ જ તને કામ આવશે
*******
જે મને ગમી,
છે એની કમી
*******
સગાઓના લીસ્ટમાં હોવું
એ વિધાતાના હાથમાં છે.
વ્હાલાઓના લીસ્ટમાં
રહેવું એ આપણા હાથમાં છે….
*******
અજબ આ જગત છે ને ઊંડા એના પાયા,, બધું જાણવા છતાં મેલાતી નથી માયા….
*******
ખબર છે બધા ને માટી ની છે આ કાયા,
તોય માનવી ક્યાં મૂકે છે એની માયા
*******
કરવા વાળા એ તો ઘણા ઘાવ કર્યા,
તોય આપણે તો હંમેશા મોજે દરિયા
*******
તારા વગર, એકલા ચાલવાની કોશિશ તો કરુ છું,
છતાંય ઠોકર વાગે ત્યારે તારો જ હાથ શોધુ છું…!!
*******
સ્મરણ એટલે મારા હ્રદયમા ઉંડે ઉંડે સંતાઈ ને ફુટેલુ અલ્પવિક્શીત તારી યાદોનું બીજ….
જીગર રાજપરા.
*******
પ્રેમ નહીં, શબ્દ ખોવાઈ છે,
ત્યારે જ અશ્રુ એ રોવાઈ છે..!!
*******
દ્વન્દ્વ…
. . . . . . જોને… . . .
તારી નજરના તીર મારી નજરની
પ્રત્યંછાથી ખેચાઈને વાગી રહ્યા છે..
અધરોના આક્રોશ તારા લમણે
ઠલાઈને તને ઘાયલ કરી રહ્યા છે..
ઉભરતાં યૌવન મારી લોખંડી
ઢાલમાં દ્વન્દ્વ ખેલી રહ્યા છે…
ઉદરના ઉચાપાટ ઉતાવળીયા થઈ
હસ્ત રેખાઓને ફસાવી રહ્યા છે…
વક્ષપ્રદેશો.. બાથ ભીડે એમ ભીડાઈ
તારી તીવ્રતાને આવેગ આપી રહ્યા છે…
મલ બની ભુજાઓમાં ભીડાઈ
કુસ્તીના ખેલ ખેલાઈ રહ્યા છે…
લાગેલી આગને બુજાવવા એક એક
સૈનિક મરણીયા બની જજુમી રહ્યા છે…
એક હારવા આતુર બીજો જીતાવવા
આવા અનન્ય ઘા ઝીંકાઈ રહ્યા છે…
જંગ પૂર્ણતાને આરે ઉભી ને મેદાને
વિજયી નારા ગવાઈ રહ્યા છે…
યુદ્ધ પછીની શાંતિ આ “જગત”માં,
બે’ઉ દુશ્મન જીતની ખુશી મનાવી રહ્યા છે….jn
*******
હાથથી એ જામનુઁ છૂટીજવુઁ.
ને હ્રદયની સુરાહીનુઁ ફૂટી જવુઁ..
મને વગર કારણે લુંટી જવું,
સ્વાસનું એકાએક ખૂટી જવુઁ..
*******
એક તારીખ બદલાશે ખાલી આજે,
જીંદગી તો તારે જાતે બદલવી પડશે…
*******
તૂટશે મંદિર કે મસ્જિદ તો તરત ઊભાં થશે
માનવી ભાંગી પડે તો કોઈ ના બેઠો કરે
*******
આટલા દર્દો સહી મને હવે એટલું સમજાઈ છે,
ખુબ લાગણી રાખનાર માણસ હમેશા પસ્તાય છે
*******
આજકાલ ચુંટણીનો માહોલ છે એટલે જ પુછી લીધું એમને,
શું તમારા હ્રદયની સીટ માટે મત આપશો મને?
– વૈભવ
*******
લોકોએ બનાવેલી રીત ની હું ક્યાં પરવા કરું છું,
જેણે આપ્યા મને અખૂટ દર્દ, હું તો એના દર્દ ની પણ દવા કરું છું
*******
તાજી ફૂટેલી લીલીછમ લાગણીઓએ કેવા તે વેશ આ કાઢ્યા !!!
કોઇએ ઓઢી લાલ ઓઢણીને કોઇએ શરમનાં શેરડા પાડ્યા !!!
*******
કેમ કહું મને એ સવાલ કેવો ખુચ્યો,
જયારે દર્દ આપનારે મારો હાલ પૂછયો
*******
ઘબકારા હારી ગયો જીંદગી ના જુગાર મા,
લાવ મુકી જોવ છેલ્લા શ્ર્વાસ દાવમા…
*******
ઘણા લોકો માટે હુ સારો નથી હોતો ..
તમે જ કહો ક્યો એવો દરિયો છે જે ખારો નથી હોતો..
*******
ફરક છે..
મારી ને તારી લાગણી વચ્ચે,,,
હું વરસાવી જાણું…
તુ તરસાવી જાણે…….
*******
હવે પાંપણો માં અદાલત ભરાશે ,
મેં સ્વપ્નો નિરાખવાના ગુનાહ કર્યા છે.
*******
મારો તો એક જ સિદ્ધાંત,
જેની દોસ્તી કરી લઇસ,
એના દુઃખો હરિ લઈસ
*******
કેહવું છે મારે ઘણું,પણ શબ્દો નથી,
છે કોઈ જે મારુ મૌન સમજે ??
*******
લાગણી સમજવા
” શબ્દો ”
ની ક્યાં જરૂર છે.
વાંચતા આવડે તો…..
” આંખ ”
પણ કાફી છે. !!!!
*******
ના થાય એ હેડકી થી પરેશાન,
માટે હવે હું એમને યાદ પણ નથી કરતો
*******
હાશ હવે ઉતરી ગયો નશો તારી મહોબ્બતનો,
નહોતો પહેલા પણ હવે મળી ગયો સમય ખુદાની ઇબાદત નો.
– વૈભવ
*******
પરબીડીયું એક બેરંગ આવ્યું ,
રંગીન યાદોના એ સંભારણા લાવ્યું.
– વૈભવ
*******
તુ મને પાલવનું ઇંગ્લીશ પૂછ મા
અહીં આંસુ ટિશ્યૂ થી લૂછાય છે…
*******
આજે કંઈ અધૂરુ છે તારા વગર…
શુ તારુ પણ એવુ જ છે મારા વગર…!?
*******
કેટલાય ચહેરા વાંચી લીધા છે અત્યાર સુધીમાં….
વાત તારા ચહેરાની આવી તો અભણતા અનુભવી…
*******
તારા વગર જીવવાનું શીખી રહ્યો છું.
ડૂબતા ડૂબતા તરવાનું શીખી રહ્યો છું.
વિપુલ બોરીસા
*******
નફરત નું પોતાનું તો કોઇ જ અસ્તિત્વ નથી, એ ફક્ત પ્રેમ ની ગેરહાજરી નું પરિણામ છે……..
*******
હું છું, તું છે,
પણ વચ્ચે આ અંતર,
કેમ છે ?
*******
આંખો વચ્ચે ધરબાયું છે
સપનું છે, પણ સચવાયું છે.
*******
હ્રદય ના દરવાજા સુધી આમંત્રણ છે તમને…
હા, પણ ખાલી ડોકીયું કરીને જતા ન રહેતા…
*******
અજબ પાઇપ લાઈન ઘડી છે પ્રભુ એ દેહ માં,
ભરાઈ જાય દિલ તો છલકાઈ આંખ છે
*******
તમે મેઘ બનીને વરસ્યા,
છતાંય અમે રહી ગયા તરસ્યા.
– વૈભવ
*******
ઝાંઝવાના જળથી ક્યાં કદી બુજાણી છે તરસ,..?
ને તારુ આમ રોજ રોજ સપનામા મળવું વધારે છે તરસ
જીગર.
*******
કોઇએ સાંભળ્યું ?
એક રુપાળું કાગળ , કાળી શાહીનાં પ્રેમમાં પડયું
*******
વાસ્તવિકતા થી માનવી હમેશ અજાણ રહે છે,
માટે જ માણસ ને નહિ,મુરત ને ભગવાન કહે છે
*******
ક્યારેક એ વિચારી ને રોવાઈ જાય છે,
જેને સમજુ હું મારા,એ જ કેમ ખોવાઈ જાય છે
*******
મહેફિલ હોય છે સુની તારી ખુશ્બુ વગર….
આવે તારૂ નામ ને શાયરી મહેકતી થઈ જાય છે…..
*******
મારો ને તમારો મેળ કદીએ જામશે નહીં,
ધરતીની સાથે આભ મિલાવી નહીં શકો…!!
– નાઝિર દેખૈયા
*******
મન સાલું હોશિયાર, હૃદય ઠોઠ છે,
બેઉં વચ્ચે મારા મુંગામસ હોઠ છે
*******
શિયાળો એટલે સતત કોઇ ની હુંફ ઇચ્છતી એક પાગલ ઋતુ !
*******
તું આ જન્મ નું અજવાળું હું ગયા જન્મ ની રાત,
અડધે રસ્તે અટકી ગય છે લેણદેણ ની વાત…
*******
દિલ ના દરવાજે મેં તાળા રાખી દીધા,
વફા કરવાના કડવાં ફળ મેં ઘણા ચાખી લીધા
*******
સમજાવ્યું જેને મેં સમજણ વિષે,એ આજ મને નાસમજ સમજે છે,
સમજતો તો જે સમજશે મને, એ હવે ક્યાં મને સમજે છે
*******
એ નથી પાસ,
પણ બધી પળમાં,
છે એહસાસ
*******
સમયનો સોદાગર છું ને;
કર્મનો કારીગર છું,
શાણપણનો શેઠ છું ને,
ગર્વનો ગુલામ છું,
બસ હું જ મારાં જીવનનો એકલોતો વારસદાર છું.
*******
મારી ને તારી પ્રીતમાં જોડાણ સઘળું છે,
પાણીના બે અણુ સમું બંધાણ સઘળું છે.
*******
સ્વપ્ન એટલે…
તારા વગર…
તને મળવું …
*******
તારી ભીની લટ મારા ગાલ ને અડે
જાણે કે પેહલે શીયાળે ઝાકળ પડે..
*******
પ્રતીક્ષા સવારથી સાંજ સુધી કરું છું,
નિસાસો લઈને ઘરે પાછો ફરું છું !
તારી એકાદ વાત તો સાચી નીકળશે!
એવા વિશ્વાસથી રોજ શ્વાસો ભરું છું
પહેલાં મારી રજુઆત તો સાંભળો !
આમ તો હું કોઈનેય ક્યાં કરગરું છું !
ચહેરા ઉપરથી સમજે કોણ વ્યથાને!
મારાં આસુંને કાગળ પર ચિતરું છું
આપવા ઈચ્છે છે તો આપી દે આજે,
ઓ ખુદા,હું કાયમ થોડોથોડો મરું છું
*******
તું નજીક આવે અને જ્યારે અડે..
જીવવા માટે જીવન ઓછું પડે..
*******
રાખવી પડે છે લાગણીઓ ને દિલ માં દબાવીને,
એ દરિયો જો તોફાને ચડે તો ઘણા ને લઇ ડૂબે છે
*******
હું સમજાવું,
પછી તું સમજે એ
સંબંધ કેવો
*******
મારો વાલો ભગવાન પણ કેવા કેવા ખેલ કરે છે…
જે નથી નસીબમાં,
એની સાથે જ મેળ કરે છે. . .
*******
આ મોસમ બદલાય છે;
આ માણસ બદલાય છે.
વારંવાર મળ્યા પછી;
આ માણસ સમજાય છે.
કરી કોઈને પ્રેમ સાચો;
આ માણસ પસ્તાય છે.
માણસ માણસ રમતા;
આ માણસ ખોવાય છે.
શોધો તો ન કદી મળે;
આ માણસ સંતાય છે.
સાવ કોરોકટ લાગતો;
આ માણસ વંચાય છે.
લાગણીઓની આડમાં;
આ માણસ ખેંચાય છે.
કોઈ પાલવની ઓથમાં;
આ માણસ લપાય છે
આવે આંખમાં આંસુઓ;
આ માણસ ધોવાય છે
છે પૈસાની બોલબાલા;
આ માણસ તોળાય છે
લઈ લે ,છે સસ્તો;
આ માણસ વેચાય છે….
” યાદ ”
*******
દૂરથી તો લોકો તીર થી જ મારી શકે,
પીઠમાં ખંજર તો નજીકના જ મારે છે
*******
રાત થાશે સાથમાં ને સાથમાં,
રાત જાશે વાતમાં ને વાતમાં,
*******
આજ જરૂરત ના સમયે બધા શાંત છે,
કહી શકાય મારુ,એ તો ખાલી એકાંત છે
*******
આંખ ને પાપ કરતા રોકે..
છતાં…
પોતે કહેવાય પાંપણ…
*******
રેતાળ સુકા રણમાં હતો હું, વહેતા સમયની ક્ષણમાં હતો હું,
એ દોસ્ત જાણી કરશો તમે શું, કઈ આંખોની પાપણ માં હતો હું . . .
*******
” જીવન હશે કઠોર, હું પણ કોઇ નબળો ખેલાડી નથી,
હાર જીત જે મળે એ સ્વિકારશું, કોઈની ટેવ અમે પાડી નથી..
આવતી કાલ ની ચિંતા માં આજે આવેલી પલ શાને ગુમાવવી,
અને ભૂતકાળ નો ભંગાર સંઘરી રાખું , એવો હું કોઈ કબાડી નથી ” !!
*******
પ્રત્યક્ષ નથી ,પણ સાથે છે મારી એ વિશ્વાસ છે,
પણ શું કરું,એમના વિરહની વેદના થી દિલ ઉદાસ છે
*******
સાવ બે ફિકર થઈ ને મારી ફિકર કરે છે, ,,
એ મુજ તરફ વળી વળી ને નજર કરે છે. …
*******
ખેંચાઈ ગયેલો વરસાદ !
ને વાયદો કરી ખોવાઈ ગયેલો પ્રેમ !
આ બંનેનું કંઈ જ ન કહેવાય !
*******
પ્રેમના પ્રેરણાબળે આજે લખવા મજબૂર કરી
દીધો…!!!
આજે લખવા બેઠો #status ને #story લખીબેઠો…!!!
*******
જેને માન્યા હતા જખ્મોની દવા,
તેણે જ કર્યા દિલ પર જખ્મો નવા
*******
તું સાથે છે તો સફર એટલી ગમી ગઈ છે મને,
બીક રહ્યા કરે છે ક્યાંક મંઝીલ આવી ન જાય.
*******
બસ માંગુ એટલું પ્રભુ,આ મુસ્કાન પાછી ખિલાવી દે,
હોઈ શકે તો જે દૂર થયા મુજ થી એને પાછા મિલાવી દે
*******
તમને જોઇને વળે ફૂલોને પસીનો
તેને ઝાકળનું નામ આપું તો કેવું?
મુખડૂં ઢંકાય જો ફરફરતી લટોથી
તેને ચંદ્રગ્રહણનું નામ આપું તો કેવું?
મીઠડી બે વાત કરી ભીંજાવો હૈયાને
તેને શ્રાવણનું નામ આપું તો કેવું?
તમારા જ સ્વપ્નમાં વીતે રાતલડી
તેને જાગરણનું નામ આપું તો કેવું?
હંમેશા ડૂબી જઉ નયનની ગહેરાઇમાં
તેને વમળનું નામ આપું તો કેવું?
સાન-ભાન ભુલાવું તમારા ઇશારે
તેને વશીકરણનું નામ આપું તો કેવું?
આપણા દિલમાં ઉગી લીલીછમ લાગણી
તેને કૂંપળનું નામ આપું તો કેવું?
નજરથી નજર મળતાં શરમાય નજર
તેને પ્રણયનું નામ આપું તો કેવું?
*******
અમે ના પાછા પડીએ દુશ્મનોના વારથી ,
બસ એક માત્ર જોઇએ કૃષ્ણ જેવો સારથી..
*******
નથી મળતો નિરાંતે આવ આજે !
કરે કોશિશ અવાશે આવ આજે !
વિખેરાઈ ગયાં’તા આપણે જ્યાં
ગલીના એજ નાકે આવ આજે.
હજી પણ ચાંદ ઉગે છે ઝરુખે
સખી દર્શનની પ્યાસે આવ આજે.
ફરે છે દિલ મહીં કૈં ભાર લૈને
અહીં હળવું થવાશે, આવ આજે!
અધુરી એક કહાણી પુરી કરવા
હું આવું ? કે તું જાતે આવ આજે !
અરે આ ધડકનોને શું થયું છે?
કે મારા દિલના ઝાંપે આવ આજે !
ન મળવાના બહાના પુરા થૈ ગ્યા
અમસ્તા કો’ બહાને આવ આજે !
ચેતન ફ્રેમવાલા
*******
આમ તો હસતા હસતા જીવન ની બધી બાજી મારી ગયો,
દગો દીધો જયારે ખાસ મિત્ર એ,ત્યારે દોસ્ત હું હારી ગયો
*******
પ્રેમ મા મારૂ માન દોસ્ત,
કર થોડો સંભાળી ને દોસ્ત,
જીવવા કે મરવા દેતું નથી,
આ એવું મીઠું ઝેર છે દોસ્ત…
અલ્પેશ મોણપરા. …
*******
આમ નયન ભીંજવે રોજ,
એને પ્રેમ કેમ કેવો દોસ્ત,…
અલ્પેશ મોણપરા. …
*******
એક પત્થર !!!
એક કાચ !!!
એજ પત્થર !!!
એ જ કાચ !!!
એક ઘા !!!
હજાર કાચ !!!!
*******
મને તો થાય છે કે સ્વીકારી લઈએ હાર,
પરંતુ મારી માએ ખાધેલી સવાશેર સૂંઠનું શું?
– રમેશ પારેખ
*******
ઓણ વરસાદમાં બે વસ્તુ રહી સાવ કોરીકટ
એક તો આખેઆખા તમે અને બીજો અમારો વટ.
– રમેશ પારેખ
*******
હું શોધમાં નીકળ્યો હતો જે જીવનની,
મળ્યું મહોબ્બત સ્વરુપે પણ મારું ના થયું.
– વૈભવ
*******
મને એ વાત નુ દુખ નથી કે તુ મને ના મળી…!!!
પણ એ વાત નુ દુખ છે કે હુ તને મેળવી ના શક્યો..!!!
*******
અમારી તો ઋતું
તમારા મિજાજ પર નિર્ભર હોય છે,
તમે મળો તો વસંત ,
તમારા વગર પાનખર હોય છે !
*******
લખેલા શબ્દ લીટા મારવા થી ભૂસાતા નથી,
દિલ માં પ્રેમ ના મોજા એમ જ ઉભરાતા નથી,
સબંધો નક્કી થયા હોય છે ઉપર થી જ,
એટલે તો આપને એક બીજા ને ભૂલતા નથી.
*******
ઠંડી લાગે છે એટલે તારી ,
ગરમ યાદો ની ચુસ્કી લગાવી લવ છું.
*******
ઘણા જાગરણ કર્યા છે મેં તમારી યાદોમાં,
ઉજાગરો કહી અપમાનિત ન કરશો એને.
– વૈભવ
*******
ખબર જ ક્યાં હતી કે તમે પારકા કરી દેશો,
અમે અમસ્તો જ પોતીકા માની લીધા તમને.
– વૈભવ
*******
જીવન ની સવાર અને સાંજ વેચી છે,
જીગર નું દર્દ અને દિલ ની પુકાર વેચી છે,
કહું કોને કે અંજાન છે એક ગ્રાહક,
જેને મેં દિલ જેવી વસ્તુ ઉધાર વેચી છે..!!®
*******
તું આજેય મારી એજ તરસ છે.
ગમે તેવી પણ તું હજુય સરસ છે.
*******
હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.
*******
હું ચલાવી લઉં એમ છું મારા વગર,
પણ જીવવું શક્ય નથી તારા વગર..
*******
આપણાં માં આપણે ન હોઈએ…
તો પછી દર્પણ શું કામ જોઈએ. . . .!
*******
તમામ સપનાઓ તમને સારા આવે,
જો તમે મારા હો તો તમામ મારા આવે.
– વૈભવ
*******
જો પાછલી જીંદગી જીવવા મળે ને સાહેબ ..
તો પ્રેમ કરવાનુ જીગર હજુ પણ છે…
*******
મટકા મારતી એનિ આંખો ને યાદ કરી કરી આખી રાત જાગ્યો ,
ઉધાડા પગે એની પાછળ પડ્યો તોય કાંટો તો કાળજે જ વાગ્યો”
*******
ચાલ મળીને એક ધગધગતું તાપણું સળગાવીએ
ઠરી ગયેલા શબ્દો માં કુણી લાગણીઓ ભડકાવીએ
તું અહમ રૂપી લાકડા સળગાવ
હું વહેમ રૂપી ફૂંક ને બાળું
ઉષ્મા ભર્યા વાતાવરણ માં જાત ને શેકીયે
કંકાસ ના કવચ કુંડળ કાઢીને ફેકીયે
આકાશે ઉઠતી ધુમાડા ની સેર માં જુદાઈ ને વળાવીએ
મિલન નાં મીઠા તણખાઓ ને ગળે લગાડીએ
ચાલ બધું ભૂલી ને એક તાપણું સળગાવીએ
થર થર ધ્રુજતી આ ઠંડી માં અનોખો તેહવાર મનાવીએ !
આસીમ !
*******
દીવસ ભર ના બધા પાપ એમ જ ધોવાઇ જાય..
જો આખ ખુલે ને નામ કાન્હા નુ લેવાઇ જાય..
*******
ભૂલ હતી દોસ્ત તારી,તું મારા શબ્દો સમજવામાં રહી ગયો,
કહેવું હતું જે મારે,એ તો હું મૌન રહી ને કહી ગયો
*******
જેમાં વાત કરવા જરૂરી નથી વાચા,
મારી દ્રષ્ટિ માં એ જ સંબંધો સાચા
*******
તું પાસ આવે,
ને ખુદને હું ભૂલું,
આ કેવી માયા ?
*******
તને ખબર છે ?
મારા જીવનની સૌથી સુંદર પળ કઈ…?
જયારે તું “online” માંથી
“is typing” થાય ને એ….
*******
હોય જો સાથ તારો હુંફાળો,તો દૂર રહે શિયાળો !
– જયદીપ દવે
*******
મને એ હમેશા કહેતી કે…
” તને શબ્દોથી રમતા બહુ આવડે છે”
અને
હું કહેતો ”તું આંખોથી રમી જાય છે એનું શું ?”
*******
દિકરીઓ વિષેની હાલતાં ને ચાલતાં મળતી અને વંચાતી અસંખ્ય પોસ્ટની વચ્ચે જો દિકરાઓની કોઇ પોસ્ટ વાંચીએ તો થોડુંક નવીન લાગે…
અને ગમશે ય કદાચ તમને, મારી આ કવિતા
~દિકરો ~
.
.
શાંત, ઠરેલ, મીઠડી જો દિકરી,
તો ‘હો-હા-કોલાહલ’ છે દિકરો
ગોટી છે, ને છીપરી છે
કબડ્ડી, બેટ ને બૉલ છે દિકરો
.
દિકરી છે હવાની લહેરખી,
તો છે અલમસ્ત તોફાન દિકરો
હુડદંગ, મસ્તી, ઠઠ્ઠા-મશ્કરી,
શેરીનાં નાકાની ઓળખાણ દિકરો
.
આંગણાની ભીંત પર કોલસાથી
દોરેલા સ્ટંપનું ચીત્રણ છે દિકરો
ગલીમાં રેસ સાયકલની
અને છોલાયેલ ઘુંટણ છે દિકરો
.
નાની બેનની ખોટવાયેલ
સ્કુટીનું ટોચન છે દિકરો
મંદીરની લાંબી લાઇનમાં વચ્ચે
પેસવાનું તીકડમ છે દિકરો
.
મમ્મીને મદદ, ને બેનને વ્હાલ,
ને પપ્પાની જવાબદારી, એ દિકરો
અલ્લડ બેફીકરાઈ, તો ક્યારેક
શિષ્ટાચાર, સમજદારી, એ દિકરો
.
કોલોનીનાં કાકાની લાકડી
છુપાવવાનાં તોફાન, એ દિકરો
તો બસમાં ઉભેલ વૃધ્ધને દેખી-
‘કાકા લ્યો બેસો તમે’ વાળા
વિવેકની સાચી શાન, એ દિકરો
.
બેનનાં લગ્નમાં રાત ને દિવસ
મહેનતમાં જોડાઇ જતો દિકરો
પણ કન્યા-વિદાયનાં ટાણે ન જાણે
ક્યાં છુપાઈ જતો -એ દિકરો
.
બાપનાં ખંભે બેસી દુનિયાને
સમજવાની જીજ્ઞાસા છે દિકરો
તો લાકડી ઘડપણની અને
પરલોકે મોક્ષની આશા છે દિકરો
પિતાનો અથાગ વિશ્વાસ છે આ,
પરિવારનું અભિમાન છે દિકરો
કેટલોય ભલે શેતાન-તોફાની
પણ ઘરની પહેચાન હોય છે દિકરો
*******
આજ અરીસા સામે બેસી મારે મારુ જ દુઃખ સાંભળવું છે,
ઘણું જીવ્યા બીજા માટે,હવે સમય કાઢી આજ પોતાને મળવું છે.
*******
ખાદી ખુરશીનાં ખેલાડી ગેલમાં
ગાંધીનાં ત્રણ વાંદરા છે કૈદમાં,
-મેહુલ ગઢવી
*******
મળી છે મને આજીવન પ્રેમકેદ,,
પેરોલ મારે નથી જોઇતી.
જેલ અને જેલર મને ગમ્યાં છે બહુ,
ગૂનાની માફી મારે નથી જોઇતી.
દશાનો અફસોસ નથી,
તું નથી એ દિશા મારે નથી જોઇતી
આ મારુ આપણું નાનકડું પ્રેમનું રજવાડું
રવીની રજા મારે નથી જોઇતી….
*******
સ્હેજ અજવાળાની ભીતર જઇને મેં જોયું હતું…
કૈક જલતાં દીવડાની આગ ત્યાં ઠરતી હતી…
*******
અઢી અક્ષરનો પ્રેમ બત્રીસ કોઠે દીવા પ્રગટાવે…
પણ અઢી અક્ષરનો વ્હેમ સૂરજને પણ ઠારી નાખે..
*******
કેવી રીતે ઊગે ચાંદ એના ગયા બાદ?
એ ગઈ અને મારી હર રાત અમાસો છે.
*******
તરબતર આ બધું એમ જ ક્યાં છે?
કોઈ આઘેથી ભીના રાખે છે..
*******
એક પર્ણની કથા છે જિંદગી…
દર્દની લાંબી સજા છે જિંદગી..!
*******
અમે સદીઓ સુધી રાહ જોઇ છે,
તેથી ક્ષણભરની ધીરજ ખોઇ છે.
*******
જીંદગી છે અઘરી
પણ છેવટે
ટેવાઈ જવાય છે,
શનિવાર અને સોમવારની વચ્ચે
થોડું જીવાઈ જાય છે…
*******
નથી કરતો નશો કેમકે મદિરા દુઃખી થશે,
મારા હોઠને સ્પર્શતા જ એને વેદના ચડી જશે.
*******
જોઈને એમની થાકેલી આંખો હું બહુ રોયો,
મારા સપના નો ભાર મેં પિતા ની આંખ માં જોયો
*******
ડૂબવા ગયો ત્યાં કિનારા થયા,
અંતકાળે બધાય સહારા થયા..!!
*******
શમણાં મારી આંખો માં હતા,
પણ સવારમાં ન મારા થયા…!!
*******
આંસુને પણ અરમાન હોય છે
સૂકા ગાલનું ફરમાન હોય છે
*******
તારા સ્નેહના દરિયામાં મારે ઘર વસાવવું છે
મારી જાત થી તડીપાર થાવું છે
*******
અડાડ્યો જ્યાં એમણે હાથ,ત્યાં રંગ હજી પણ છે,
જાણે ગુલાબ ચાલ્યું ગયું પણ સુગંધ હજી પણ છે
*******
વરસે જ્યારે તું આ ગગન પણ નાનું લાગે,
આખુંય જગત મને સોહામણું લાગે.
*******
કેમ આ યાદો ની આંધી ઓ થોભતી નથી,
અરે જો ને …કે આ જીંદગી તારા વિના જરાય શોભતી નથી…
*******
ઘણા બહાના કાઢી લીધા તમે,
ખરેખર પ્રેમ છે કે નહી એ તો કહો મને?
*******
અમે અમારી વ્યથા કહી,
તમે શરૂ તમારી કથા કરી.
*******
હુ તો રહ્યો ઉઘાડો માણસ
પેટ ની મેલાઈ મને ફાવી નહિ ….
ટુટતા રહ્યા એક પછી એક સંબંધો
લાગણીઓ ખોટી રાખતા મને ફાવ્યુ નહી
મન મુકીને વરસતો રહ્યો હુ સદા જે લોકો ને માટે
લો આજે એમણે જ કહ્યુ કે મને વરસતા જ આવડ્યુ નહી…
*******
કાલ થી શાળા શરુ…..
બગીચા ના ફુલો –
ફરી પાછા બુકે મા ગોઠવાઈ જશે …
*******
મે આજ એની વાત જરા વેહતી મુકી ત્યાં,
કથા છે, કથા છે, કહી સૌ ચાલ્યા ગયા….
*******
ક્યારેક જીવતો ક્યારેક મરતો બેઠો છું,
હર પળે ખુદને કળતો બેઠો છું,
ખસી જાવ છું લોકોના જીવન માંથી,
હું ખુદને જ નડતો બેઠો છું,
સહુ સમજે છે મને પર્વત ની ટોચ સમો,
એ ટોચ ની જેમજ ઢળતો બેઠો છું,
રંગાઈ રહ્યા છે સહુ મારા રંગ થકી,
પતંગિયાની માફક રંગ છોડતો બેઠો છું,
પી જવો છે વાડકો મારેય મીરાં માફક,
કોય ની યાદ માં ઝેર ગોળતો બેઠો છું,
નીકળી જવું છે હવે દુનિયાની પેલે પાર,
બધાની સંગત એટલે જ છોડતો બેઠો છું.
*******
એ તારો વહેમ છે કે બુરખાથી ચહેરો છુપાવી લઈશ તું….
એ મારો વિશ્વાસ છે કે પગરવથી તને પહેચાની લઈશ હું…..
*******
કાંકરિયાની પાળે લવ લવ કરતી યુવાની…
તાલ તૂટે તો એજ પાળેથી ઝંપલાવતી યુવાની…
ફરે હાથમાં નાખી હાથ ને વિશ્વાસ બે આનાનો..
લાલ લુગડું જોયુ કે તરત આંખ ભટકાવતી યુવાની…
મારે સીટી અને જો ઉતરી જાય સેંડલ..
તરત બેન કહી સંબંધ બદલાવતી યુવાની…
ઘરમાં હાંડલી કરે કુસ્તી, બેટ્ટો બાઇકે ફીલ્ડીંગ ભરે..
જાહોજલાલીમા એક્ટીવાને ધક્કો મરાવતી યુવાની…
વળાંકમા વળે ઢાળમાં ઢળે ને ચડાવમાં પડે…
ખુમારી કેવી..? લાફાએ ગાલ લાલ રખાવતી યુવાની…
બનશે ક્યાંથી ઇતિહાસ હવે જગતમાં
આવીને આવી પ્રેમ કહાની લખાવતી યુવાની…
*******
સાગર તરનારો પણ કયારેક તો …
ગાલ ના ખાડા માં તો ડૂબી જ જાય છે
*******
લાગણીના નામથી આસાનીથી ખરચાતો રહ્યો….
એક દરિયો થઇ નદીની ચાહમાં અટવાતો રહ્યો…
*******
ના ઉડાવો મજાક તમે ઇશ્વરનો,
તમારા હજારો ગુના એ હસીને માફ કરે છે.
*******
જયારે માનવી બદલાઈ છે,
સંબંધો ત્યારે ગૂંચવાઈ છે,
તૂટે છે કોક નું દિલ અવાજ વગર,
અને વિશ્વાસ નો શ્વાસ રૂંધાઇ છે.
*******
જીંદગી; પોતીકાથી જ ત્રસ્ત રહી,
અક્ષરોમાં એટલે જ તો મસ્ત રહી
*******
ટાઢ છે, શોધી રહ્યો છું તાપણું
કોઈ તો હો, આટલામાં આપણું.!
હૂંફની બોતલ ખરીદી, આ, પડી.
ના ખુલ્યું, દોઢે ચડેલું ઢાંકણું
*******
પ્રત્યક્ષ ના રહો તો પરોક્ષ રહો,
પ્રેમી ના બનો તો મિત્ર તો બનો.
*******
નથી નીકળતા શબ્દો બરાબર હવે,
એમને પણ લાગી તમારી નજર હવે.
*******
એટલે જ પ્રેમથી અળગા રહ્યા અમે,
મંજૂર ન હતું અમને ડૂબવું નિરાશામાં.
*******
કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને….
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે…
*******
હું ઠંડી થી થર થર કાંપતો હતો….
તારી યાદ આવી હુંફ મળી ગઈ !
*******
ડંખ્યા કાંટા બાવળના તેનો રંજ નથી મને,
રંજ રહી ગયો મને પુષ્પોએ ડંખ્યાનો.
*******
અંતર થી ભલે તું દુર હોય ,
મનથી તું નજદીક છે,
પ્રેમ ને અંતરથી ન મપાય,
તેમ તારા વગર સદંતર ન જીવાય !
*******
ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે,
દવાની ગઈ અસર ત્યારે દુઆએ લાજ રાખી છે !
*******
સ્વાર્થી દુનિયા ની ઠંડી માં દિલ થીજી ગયું હતું,
કોઈના પ્રેમ ની હુંફ મળી,પાછું પીગળી ગયું
******
હ્ર્દય નાં દર્દ બહુ વધી રહ્યા છે,
જીવ નાં કર્જ બહુ વધી રહ્યા છે…!!
*******
કરી છે બધાયે દુર્દશા મારી,
હવે શું ખાવાના દયા મારી..!!
*******
ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે.
*******
લાગણી તો મારી ભટકતી હતી
ખબર નહી તુ એમા ક્યારે ઘર કરી ગઈ
*******
આંખ મા કેમ ભાર છે
નક્કી તમારી યાદ નો અભાવ છે
*******
ડુબાવનારા પોતાના હતા, નહિતર સામે કિનારા હતા..!!
*******
પતંગ, પવન અને પ્રેમ
ગમે ત્યારે દિશા બદલી શકે છે.
*******
લોકો સમજે છે કે શ્વાસ ખૂટી ગયા,
કેમ કહું કે શમણાં તૂટી ગયા !
*******
પ્રેમ માં એનો આ કેવો રૂઆબ છે,
માંગે છે મારી પાસે એ ગુલાબ જે પોતે ગુલાબ છે
*******
લે કોઈ મારી પણ સંભાળ એ આ દિલ ઝંખે છે,
તેને ક્યાં ખબર છે હવે માત્ર કાંટા નહિ,ફુલ પણ ડંખે છે
*******
બસ એટલું કહું કે દિલ માં મારા તારા પગલાંની છાપ છે,
બાકી કેટલો કરું છું હું પ્રેમ તને, મારી પાસે ક્યાં માપ છે !!
*******
વાત અધુરી રહી ગઈ બધી મુલાકાત વગર
એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર
*******
“રાધા તારા બબ્બે કાના,
ર ને કાનો રા
ધ ને કાનો ધા
*******
ટિકા કરવી
તેનાથી બહેતર છે
કિટ્ટા કરવી..!!
*******
કર્યો મેં પ્રેમ,
પણ ના સમજી તું,
તો શું કરું હું ??
*******
યાદ છે તને એ તાપણું
હુંફાળું હ્રદય આપણું
ધીરે ધીરે શેકાતી નજર
ધુમાડા સંગ ઉડવું આપણું
યાદ છે તને એ તાપણું
ચુપ રેહવું એ આપણું
નજરો કરતી હતી વાત
ને ખોવાઈ જવું આપણું
યાદ છે તને એ તાપણું
પ્રેમ નું ઇંધણ આપણું
ધગધગતા હતા વચનો
ને મોઘમ રેહવું આપણું
યાદ છે તને એ તાપણું
સાથે બેસવું આપણું
કુંડાળું એ પણ નસીબનું
રાખ બની ગયું આપણું !!
આસીમ !!
*******
ખુલ્લા ગગન માં ઉડે સપનાં મારા,
બહુ રહી લીધું કેદ ખુદ માં મારા.
હે ઈશ્વર, તારા આશીર્વાદ ની ગતિ દે.
Omee
*******
મળ્યું’તું કોઇ એક જ વાર, તે પણ અડધી ક્ષણ માટે,
મિલન બસ એટલું કાફી હતું એના સ્મરણ માટે!
*******
પાંચ ફૂટ ને અગિયાર ઈંચનો આકાર છું,
હું જ મારા એકલાની સરકાર છું..!!®
*******
તારા આશ્ર્લેષનું વર્ણન કંઇ આવું કરું છું…..
સ્વર્ગ જોયું નથી છતાં એનો અનુભવ કરું છું….
*******
આ પડછંદ વ્યક્તિત્વ અમસ્તું જ નથી નિખર્યુ સાહેબ. .
સમય સંજોગ અને સમાજે ખુબ તબિયતથી ઘા માર્યા છે.
*******
એક ઘટના……
અરે…..
આજે એક ઘટના ઘટી ગઈ…
અચાનક એ આવી ને મને કે…
તારી પાસે કાંઈક માગું…?
મેં પણ કહ્યું હા માગીલે….!!
એ બોલી મને તારામાં ઘર
બનાવી રહેવું છે…!!
મેં પણ કહી દીધું દિલના
દરબારમાં રાજ છે તારું
ગુલામ કે દાસી બનીને નઈ
પણ બેગમ બનીને આવ…
જાણેછે એ શું બોલી…!!
મારે તો બાદશાહને ગુલામ
બનાવવો છે…
તારા દિલના દરબારમાં નહીં..
મનના મહેલમાં રહેવું છે…
તારા શ્વાસોની સેજ પર બેસવું છે…
હૈયાના હિંચકે હિંચવું છે…
તારા હ્રદયની રજાઈમાં સુવું છે…
બસ એ બોલે જતીતી ને મેં પણ
મારી બાહોને ફેલાવી….
બસ સુનમૂન થઈને મારામાં
વિંટળાઈ વળી…
હું બસ એટલુંજ બોલ્યો બોલ
મળી ગયું તારું “જગત”…!!
ને એ ખોવાઈ ગઈ એના જગતમાં…jn
*******
જીવનની બેંકમાં જયારે પ્રેમનું બેલેન્સ ઓછુ થઈ જાય ત્યારે સુખના ચેકો બાઉન્સ થાય છે
*******
હવે લોકો ની લાગણી નું ક્યાં કોઈ માન રાખે છે,
બસ બધા પોતાના કામથી જ કામ રાખે છે
*******
તારું સાથે હોવું, એક ઉત્સવનો પ્રસંગ છે,
આજ મારી ઈચ્છાઓને લાગ્યા વિહંગ છે.
આતુર છું, એકાકાર થવા માટે તુજમાં હું.
જેમ ટીપાને ધરામાં સમાવાની ઉમંગ છે.
દોડ્યા જો, બિલકુલ મારી જેમ જ એ પણ, ઝરણામાં ઉઠ્યા મિલનના મીઠા તરંગ છે.
મળીને જ રહે વ્હેલા મોડા આપણી જેમ જ,
નદી ને દરિયા જેવો જ આપણો સબંધ છે.
વિખરાય નહીં પ્રેમનું ઇન્દ્રધનુષ ‘અખ્તર’,
ક્ષણભંગુર નથી, એ કાયમી ને સળંગ છે.
*******
બરફનાં ગાંગડાએ એવી હઠ લીધી કે હુ પાણી નહિ થાવ,
ઝરણાનાં ખળખળે એવી બીક દિધી કે હુ પાણી નહિ થાવ.
એણે ઉંચે ઉલાળી ને વાયરા હારે ભટકાવી
મારી બટકણી જાત મે છાંયડા હારે જટકાવી
ઝડપનાં પાંગરાએ એવી જટ લીધી કે હુ ખાંગી નહિ થાવ,
બરફનાં ગાંગડાએ એવી હઠ લીધી કે હુ પાણી નહિ થાવ.
ઉની થઇને આભે ચડુને ટાઢું બોળ થાવુ,
વાવળ પેલા દોડેને છાંટા થઇ પથરાવું.
ડઠરના ચોચલાએ એવી જડ લીધી કે હુ શાણી નહિ થાવ,
બરફનાં ગાંગડાએ એવી હઠ લીધી કે હુ પાણી નહિ થાવ.
………પરેશ જાની.
*******
આથમી ચૂક્યો છું હું એવુ નથી ઊગ્યો છું એવુ પણ નથી,
ટુકડે ટુકડે જીવું છું,પણ ટૂટી ચૂક્યો છું એવુ પણ નથી.
********
બરફ ની પ્રકૃતિ છે ઠંડક આપી ને પાણી થવું ,
પાણી પણ બરફ બની ને સદભાવના દાખવે છે .
*******
બ્હાર ઘટનાઓના સૂરજની ધજા ફરકે અને,
સ્વપ્નના જંગલનું અંધારું રહે પાંપણ સુધી.
નિત્ય પલટાતા સમયમાં અન્યની તો વાત શી,
મારો ચ્હેરો સાથ ના આપે મને દર્પણ સુધી.
*******
મેં પ્રેમ કર્યો,
તને ના સમજાઈ,
તો હું શું કરું?
મેં વાતો કરી,
તને ના સંભળાઈ,
તો હું શું કરું?
મેં સાદ કર્યો,
તું ફરી નહિ પાછી,
તો હું શું કરું??
હું કરું યાદ,
અને તું ભૂલી જાય,
તો હું શું કરું??
હું વરસું ને,
તું કોરી રહી જાય,
તો હું શું કરું ??
*******
તારી યાદોના ધરતીકંપ રોજ થાય છે,
ઠરીઠામ થતા મારા જીવનને હચમચાવી જાય છે.
– વૈભવ
*******
અપમાનના પુરાવા આપી શકાતા નથી કારણકે પીડાની લાગણીઓને કિલોગ્રામમા માપી શકાતી નથી.
*******
મને લાગણીની બાટલી નું ઢાંકણ મળી જાય
છૂટું કરું ને તારા જેવું એક જણ મળી જાય
*******
તમારી યાદો અકબંધ છે મારા મારા હ્રદયમાં,
સર્જયા કરે છે ધરતીકંપ જે મારા મનનમાં.
– વૈભવ
*******
આશરો કેવળ નદીને જે હતો…
એક દરિયો એય ખારો નીકળ્યો.
*******
ભલે મીઠી નદી સમાણી છે,
તોય ખારું દરિયાનું પાણી છે
*******
ભલે હતો મઝધારે
પણ કિનારો મારો નિકળ્યો
*******
પાછી ફરી નથી એ દુઆ ક્યાંક તો હશે..
મળતો નથી મને જે ખુદા ક્યાંક તો હશે…..
*******
બોલાવ્યા મેં જેને ઘા ભરવા,
મંડ્યા એ નવા ઘા કરવા
*******
ભલે ને જિંદગી દોડધામ કરાવે છે,
તોય પળ પળ કોઈની યાદ આવે છે
રહે છે દિલ તરસ્યું કોઈને જોવા માટે,
અને આંખ માં અશ્રુઓનો વરસાદ આવે છે,
બોલાવી લીધા પ્રભુએ પોતાની પાસ એમને,
હ્ર્દય એમના વિયોગ ની ફરિયાદ લાવે છે
દૂર છે એ ઘણા મુજ નજરો થી,
પણ દરેક ધડકન માં એમના નામ નો સાદ આવે છે,
નિયતિ હતી જીવન ની કે નિષ્ઠુરતા મૃત્યુની,
હર એક પળ દિલ માં આ વિવાદ ચાલે છે,
આપ્યું નામ નિયતિ નું,કે.સૌને મૌત આવે છે,
કેમ સમજાવું આમ ક્યાં અપવાદ આવે છે,
સમજાવ્યું હતું એમણે જ જીવન અને મૃત્યુ વિષે,
એમના ગયા બાદ યાદે સંવાદ આવે છે
કરી ના શક્યો કાંઈ એમના માટે,દિલ આ ફરિયાદ લાવે છે,
બસ પળ પળ એમની બહુ યાદ આવે છે
*******
હું ઉછળતો સાગર, તુ નટખટ નમણી નદી ,
.
કેમ કરી ચાહું તને.?
………………
તુ મને ક્યાં એકલી મળી કદી.?
*******
“કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે….
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે…”
*******
રાધાની ઓઢણીએ સોનેરી તારો
ને મીરાના હાથમા એકતારો,
તાર-તાર વચ્ચે થયો વિવાદ બોલ હવે શ્યામ તારો કે મારો.
*******
કયો રંગ મોકલું પ્રિયમ?
આખો નો ગુલાબી સપના મઢેલો મોકલું કે
હૈયે નીતરતો ભીનો આસમાની?
અડકેલો તારો વાદળી મોકલું કે મોકલું લાલ?
કે પછી રંગો ની અદલાબદલી માં
ભેલાવેલી મારી આશ મોકલું?
આજે હાથમાં મુકેલી મહેંદી ભીનો
કેશારીયો મોકલુ સાથે હાથ થી તારા લગાવેલો
સીન્દુરીયો પણ મોકલું
*******
આંખોના આવેગો….
અચાનક
એમની
આકાશી આકારની
અણીયારી આંખોને
આંકતાજ
અમારી આંખોના
આવેગો એકાએક
આગળ આવી
એમનાઓષ્ઠની
અધિરાઇને
આલીંગનમાં
ઓગાળી આવ્યા….
*******
આપણા સૂના રે સગપણ ને સૂની શેરીઓ…
વરસોવીતી રે ગયા ને મળવાના ઓરતા રહ્યા…
*******
સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બ્હાર ?
કળી કહે કે થોભ જરા હું ખોલી નાંખું દ્વાર…
*******
મેં તો વિયોગ રાત માં કલ્પી મિલનની ઘડી,
આખરે તો દિલ હતું – બહેલાવવું પડ્યું.
*******
જરાક એનાથી આગળ તમોને રાખ્યાં છે….
નહીં તો જોઈ લો, પાછળ ખુદાઈ બેઠી છે !
*******
પગથી માથા સુધી સળંગ હતો….
તો ય તારા વગર અપંગ હતો !
*******
ફરી તારી એ જ વાત
હુ મોકો સમજુ ને હોય મજાક..
*******
આમ તો તમને લાગશે કે આ બધી કેટલી નાની નાની વાતો છે પણ ખરા અર્થ માં ખુબજ મોટી ખુશીઓ એમાં સમાઈ હતી જેમ કે :
દફતર લઈને દોડવું
તૂટેલી ચપ્પલ નું જોડવું
નાશ્તા ના ડબ્બાઓ
શર્ટ પર સહીના ધબ્બાઓ
ખોબે ખોબે પીવાતું પાણી
રીસેસ ની વિશેષ ઉજાણી
બેફામ રમાતા પકડ દાવ
ઘૂંટણ એ પડતા આછા ઘાવ
બાયોં થી લુંછાતા ચેહરા
શેરીઓમાં અસંખ્ય ફેરાં
ઉતરાણ ની રાત જાગી
પકડાયલા પતંગ ની ભાગી
ભાડાં ની સાયકલ નાં ફેરાં
મહોલ્લાના ઓટલા પર ડેરા
મંજી ની રેલમ છેલ
ગીલ્લી ડંડા નો એ ખેલ
ચાર ઠીકડી ને આટા પાટા
લાઈટના થાંભલે ગામગપાટા
વરસાદે ભરપૂર પલળવું
ખુલ્લા પગે રખડવું
બોર આમલી નાં ચટાકા
પીઠ પર માસ્તર ના ફટાકા
બિન્દાસ્ત ઉજવાતું વેકેશન
નાં ટ્યુશન નાં ટેન્શન
વાત સાચી લાગી
કે નહિ મિત્રો !!!
આસીમ !!
*******
જે માણસાઈ થી મઢેલી હોય છે,
તે ઝુંપડી પણ હવેલી જેવી જ હોય છે…!!!
*******
કોણે કહ્યું કે મૌન ને વાચા નથી
એના જેવા તો શબ્દો પણ સાચા નથી.
*******
હજી તો આવ્યા ત્યાજ તમે જાવું જાવું કરોછો
વાત અધુરી રાખી તમે કાયમ આવું કરો છો
*******
હું એ ટલું માંગુ કે તું હરપળ મળે
આંખો ઉઘાડું ને કદી ઈશ્વર મળે.
*******
થોડીક આધી તો,થોડીક પાછી થઇ જાય છે.
રોજ બીમાર આ જીન્દગી,રોજ પાછી સાજી થઇ જાય છે.
*******
જીવવાની મને ખુલ્લેઆમ ટેવ છે,
બસ કોઇ દીલ થી પુછતુ નથી તને કેમ છે…
*******
કચવાટ મનના સમયસર જીભ પર આવી ન શક્યા ,
મનથી જેને ચાહ્યા તેને કદી પ્રેમ સમજાવી ન શક્યા,
મળે છે મનનો માણિગર બહું ઓછાને આ દુનિયામાં,
ફૂલ તો ખીલ્યા પ્રેમના પણ જિંદગીમાં સજાવી ન શક્યા.
*******
ભલે હું શ્યામ લાગુ, પણ મિલન આવું કોને મળે ?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું!!!
*******
તૂ ગઇ અને આંખમાંથી આંસુ પણ ગયા,
હવે આ સુકા રણનું શું કરૂં??
જે હતા પક્ષીઓ પ્રેમના, એ તો ઊડી ગયા,
હવે આ વધેલી ચણનું શું કરૂં??
*******
આપણામાં આપણે ન હોઈએ…
તો પછી
દર્પણ શુ કામ જોઈએ ?
*******
આજ સૂરજને પણ ટાઢ લાગી છે,
રોજ ધોમ ધકતો આજે ટાઢોબોર લાગે છે.
*******
આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાંઓને પણ કહી દો સાથે દફ્તર લાવે…
મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વિમિંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું…
દરેક કૂંપળને કોમ્પ્યૂટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું…
આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે…
અમથું કંઇ આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખેઆખું ચોમાસું લેવાનું…
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો…
*******
આજ કાલ તો પ્રેમ પણ ભાડુ માંગે છે…
હુ કહુ છંદ એના નામ ના અને એ ગાવા માટે ગઝલ માંગે છે..
કબીરા ®
*******
પ્રેમમાં તે વળી કેવી શ્રદ્ધા હોય
તે પણ મને ચાહે જ છે ,
બસ આવી જ અંધશ્રદ્ધા હોય.
*******
પ્રેમ હમેંશા સ્વભાવને અનુભવીને થાય છે,
ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે.
*******
હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.
*******
પ્રેમ એટલે…
માત્ર તારો ચેહરો જોવા કલાકો સુધી તારી ગલી મા રઝળતા રેહવુ…
કબીરા ®
*******
દીકરી
દીકરી એટલે લક્ષ્મી
દીકરી એટલે દુર્ગા
દીકરી એટલે શીતલ હવા
દીકરી એટલે સુરજની કિરણ
દીકરી એટલે આંબા ડાળ ની કોયલ
દીકરી એટલે ઘર આંગણાનું ઉડી જતું પંખી
કવિ જલરૂપ
મોરબી
*******
આ સવાર એટલે ઈર્શાદ , ઈર્શાદ ના નાદ સાથે ગુંજતી સૂર્ય કિરણો ની મહેફિલ …. pratibhathakker
*******
સપના માં જીવવું મને સારું લાગે છે.
એમાં જ તો કોઈ મને મારું લાગે છે.
– વિપુલ બોરીસા
*******
સપના માં જીવવું મને સારું લાગે છે.
એટલે તો ઊંઘવું મને સારું લાગે છે.
– વિપુલ બોરીસા
*******
તને જોવા માત્ર થી મળે છે આ દીલ ને હાશકારો…
તુ મલકે મને જોઇને ને દીલ મારુ ચુકી જાય છે ધબકારો..
કબીરા ®
*******
સારું થયું કે મારા શેરને દાદ ના મળી,
અમસ્તા પણ પારકા દુઃખ થોડા કોઇને ગમે.
– વૈભવ
*******
મારું
કંઇ સુરજ જેવું નથી
કે
બહાર આવો તો જ પ્રકાશ આપું.
હું તો
કોડીયામાં પ્રગટેલો દિવડો છું.
બંધીયાર અંધારી કોટડીમાં ય
પ્રકાશ પાથરી શકું.
*******
તમારો કોઈ મિત્ર ભૂલ કરે તો એને ટેકો આપજો, પણ એટલું યાદ રાખજો કે તમારો ટેકો માત્ર મિત્રને જહોવો જોઈએ, એની ભૂલને નહીં.
*******
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
*******
છેતરી ગઈ સંબધ માં રહીને સંવેદના ,
નીખરી ઊઠી આંખો ઊલેચીને વેદના.
*******
ગળે ટૂંપો દીઘેલી લાગણીઓ ની લાશો
યાદોના ગંગાજળ થી સજીવન નથી થતી!!!..
*******
પરાણે હસવા કરતા એક વાર રોઈ લેજો …
આવે છે કોણ આસું લુછવાં એ પણ જોઈ લેજો …
*******
સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?
*******
તુ ભૂલી જા મને ભલે ઉધારી સમજીને,
પણ હું તો તને રોજ યાદ કરીશ હપ્તો સમજીને…
*******
દરેક પ્રેમસબંધનું એક અલગ જ કેલેન્ડર હોય છે…
જેમાં મિલન હંમેશાં ઘડીઓમાં અને વિરહ વરસોમાં હોય છે.
*******
મિત્રો, આ ગુજરાતી શાયરી અને કવિતા ના ભાગ માં મારા કવિ મિત્રો ની રચના છે જે મેં એમના નામ સાથે જ મુક્યા છે. હું ગર્વ અનુભવું છું કે મને આ બધા ની રચનાઓ વાંચવા મળી અને એમાથી શીખવા પણ મળ્યું. કોઈ ને જે તે રચના કરનાર ના નંબર જોઈતા હોઈ તો એ હું એમને પૂછી ને આપીશ.
#ChetanThakrar
#+919558767835
Categories: Dr. Akhtar Khatri, Hindi Shayari, Poems / कविताए
Apne hindi me shayari likhan band kardiya hai kya , aapki kavita story or
shayari bahut ache hote hai please isse chalte rehne dijia
Thanks & Regards
Rekha .s.Bankar
HIndi part will come soon