SELF / स्वयं

અનામત વિતરણ સમારંભ

મિત્રો લોકલાગણીને માન આપીને સૌને અનામત આપવી-એવું આપણે નક્કી કર્યું છે, એટલે કોઈએ ધક્કામુક્કી કરવાની જરૂર નથી. એક પછી એક તમામ જ્ઞાતિ શાંતિથી અહી આવે અને પોતાની અનામત લઈ જાય .

આટલી જાહેરાત પછી વિતરણ સમારંભ શરૂ થાય છે અને રંગે ચંગે પૂરો થાય છે .

અંતે વિજયી સ્મિત સાથે વરિષ્ઠ નેતા ભાષણ કરવા માટે ઊભા થાય છે- એ જ વખતે ભીડમાંથી અથડાતો કુટાતો એક વ્યક્તિ માંડ માંડ આગળ આવીને કહે- સાહેબ ! હું તો રહી જ ગયો ! મને પણ કઇંક આપો.

નેતાશ્રી કહે જરૂર જરૂર તમને પણ આપવામાં આવશે જ, બોલો તમારી જ્ઞાતિ ?

હાંફતા હાંફતા એ વ્યક્તિ કહે “ માણસ”

બાજુમાં જ  રહેલા વિતરણ અધિકારી લીસ્ટમાં તપાસ કરીને નેતાશ્રીના કાનમાં કહે, સાહેબ !
“માણસ” નામની કોઈ જ્ઞાતિ તો આપણાં લીસ્ટમાં છે જ નહીં .

Leave a Reply