ખળખળ વહેતું ઝરણું જાણે હું છું,
અને તું એક નદી છે,
મારી મસ્તીમાં દોડું છું
તારી તરફ,
ખડકો સાથે અથડાઈને વાગવાની
ચિંતા કર્યા વગર,
તને મળવાની ઉતાવળમાં,
કોઈ શું કરે છે,
શું કહે છે,
ચિંતા કર્યા વગર,
તું નદી,
હાથોને ફેલાવીને જાણે
મારી રાહ જોતી હોય,
આલિંગનમાં લેવા માટે,
પોતાનો બનાવવા માટે,
હું પહોંચું તારા સુધી અને
તારામાં સમાઇ જાઉં,
મારું અસ્તિત્વ ખત્મ કરીને,
બંને એક થઈ જઇયે હંમેશા માટે.
Categories: Dr. Akhtar Khatri