Deepa Sevak

Gujarati shayri & Kavita

સમયને અને યાદોને વર્ષો સાથે ક્યાં સંબંધ છે,
તારા ગયાની એ ક્ષણ હજુ હૃદયમાં અકબંધ છે ..
-દીપા સેવક.

*******

તારા બે ચહેરા જોયા પછી આ એકલતા જ પસંદ છે મને,
જે પોતાનો માની કહ્યા’તા કદી… એ શબ્દોનો રંજ છે મને..
-દીપા સેવક.

*******

જિંદગી ના અનુભવો કેહતા હતા કે,
જિંદગી ચીજ સાવ નીરસ અને નાની છે,
પણ જયારે થઇ મુલાકાત તમારી તો,
સમજાયું ક જિંદગી તો બહુ મજા ની છૈ…

*******

જરૂરી નથી ઉજાશ થાય ફક્ત જયારે વીજળી ચમકારા મારે,
મેં તો અજવાળું કાયમ જોયું, જયારે આંખ એ ની પલકારા મારે.

*******

પરણેલી પ્રેમિકા અચાનક સામે મળે અને આંખમાં જે હરખ ની હેલી ઉભરાઈ આવે એનું નામ “માવઠું”…

*******

બધુ જ સારું હોય છે જ્યાં સુધી તમારો સિતારો ઝળહળે છે,
એક વાર પનોતી બેસે પછી આખું આકાશ માથા પર પડે છે.

*******

મારી મનાવવાની કળા ઍટલી પસંદ છે તેમને,
વગર કારણે જ ઘણી વાર રિસાઈ જાય છે તે.

*******

મગજના દૂધમાં એમની યાદોનું મેળવણ પડી ગયું……

ને સાલું……..આખે આખા મગજ નું દહીં થઇ ગયું……..!!!!!!

*******

નાં માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે…

*******

ડુબાડે કે ઉગારે એ હવે છે સપુર્ણપણે તારા હાથમાં,
મને તરતા ના આવડેને જો..
તું દરિયા ઉતારે આંખમાં…

*******

સમય એની સાથે ના વિતાવો જેને તમારા માટે સમય નથી…..

સમય એની સાથ વિતાવો કે જે તમને કહે,
“સમય પણ નકામો છે જયારે તું મારી સાથે નથી”

*******

બસ એટલેજ એના પ્રેમ પર,
મારો વિશ્વાસ અતુટ થઇ જાય છે.

એ વાતો ભલે કરે બીજા સાથે પણ..
જરૂર પડે તો કસમ મારીજ ખાય છે..

*******

અજાણી પ્રીતના એકાદ અધકચરા ભરોસા પર,

હૃદય રમતું મૂકી દીધું અકસ્માતોના રસ્તા પર..

*******

અંતર થી યાદ કરીને એક વાર મળી લેજો .. !!
હયાતી નહિ હોય ત્યારે યાદ કરીને શું કરશો .. ??

હેત ની ભરતી આવીને ચાલી જશે .. !!
પછી કિનારે છીપલાં વીણી ને શું કરશો .. .. ??

*******

એમણે
એક નજર
અમારા પર ઢોળી
.
.
લો.. થઈ ગઈ અમારી હોળી.

*******

હવે હું “બાળક” નથી,
એટલે’જ એક સવાલ સતાવે છે મને,
કે લોકો હજી પણ કેમ “રમાડે” છે
મને!!!!

*******

માંગતા તો મંગાઇ ગયો
અવતાર પતંગીયા નો ઈશ્ર્વર પાસે,
કયાં ખબર હતી કે
જગત માં ફુલો પ્લાસ્ટીકનાં જ વધ્યા છે !

*******

કાચ હતો ને તુટ્યો છું મિત્રો, મને પત્થર થી કોઈ ફરિયાદ નથી.
પણ દિલ માં છે દુઃખ બસ થોડું એ વાતનુ કે ઘા કરી ગયું મારા પર એ કોઈ અજાણ્યા હાથ નથી.

*******

બધા કહે છે કે સફળ વ્યક્તિની પાછળ મહિલાનો હાથ હોય છે, પરંતુ મહિલાઓ હંમેશા સફળ વ્યક્તિને જ પસંદ કરે છે.

*******

“મોત ને હું મુઠ્ઠી માં રાખું છું,
મારા હર એક શ્વાસ ને સાવધાન રાખું છું…
કોઈ મારા અરમાનોની હોળી શું કરશે,
ગુજરાતી છું હું , દિલ માં જ સળગતું સમશાન રાખું છું ..!!

*******

આખી રાત જાગી ને થાકેલું અંધારું,
સવારે ઘસઘસાટ ઉંઘી જાય છે, તડકો ઓઢી ને.

*******

મૃત્યુથી બચવાની એક તરકીબ છે,

બીજાના હૃદયમાં જીવતા રહો”

*******

અંતર થી યાદ કરીને એક વાર મળી લેજો .. !!
હયાતી નહિ હોય ત્યારે યાદ કરીને શું કરશો .. ??

હેત ની ભરતી આવીને ચાલી જશે .. !!
પછી કિનારે છીપલાં વીણી ને શું કરશો .. .. ??

*******

હું મજામાં હોઉં છું, મુજમાં મજા હોતી નથી;
દોસ્ત! એનાથી વધુ મોટી સજા હોતી નથી.

*******

કેટલું થાકી જવાતું હોય છે, પણ શું કરું?
ઈચ્છાની ઓફિસમાં રવિવારે રજા હોતી નથી.

*******

તું ન હો ત્યારેય લોકો આવે છે ને જાય છે;
તે છતાં શી વાત છે કે આવ-જા હોતી નથી.

*******

ઉફ્ફ્ફ કિનારે કિનારે તરવાની વાત હતી
ને આ તો તારી આંખો માં ડૂબી જવાયું !!!

*******

સંબંધ એ નથી કે, તમે કોની પાસે
થી કેટલું સુખ કેટલી ખુશી મેળવો છો?
પણ સંબંધ તો એં છે કે, તમે
કોના વિના કેટલી એકલતા અનુભવો છો.

*******

હું આવતા જતા સુધી ની તારી બધી જ ખબર રાખવા ચાહું છું;

એટલે મારી HEARTBEATS ને મેં
તારા પગરવ સાથે SET કરી ને
રાખી છે.

*******

ખુદની જ નજરથી ઉતરી જવાયુ,
કોઈની નજરમાં વસતા વસતા.

કોણ જાણે કેટલુ નીચુ પડી જવાયુ,
એક પડછાયાનો પીછો કરતા કરતા…
-દીપા સેવક.

*******

બોર કેવા હોય છે, શબરીને પૂછો

રામને પૂછો તો એ મીઠા જ કહેશે.

*******

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે,
કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું.

*******

તું એક એવી કવિતા ….
કે જેને …
લખ્યા પછી ભૂસવા માટે,
રબ્બર ના વિકલ્પમાં
જાત ને ઘસવી પડે !!

*******

ઓરડામાં એકાદ ચિત્ર હોય તો પુરતું છે,
જીવન માં એકાદ મિત્ર હોય તો પુરતું છે…

મીલાવેલો હાથ ભલે હોય મેલો ઘેલો,
પણ હૃદય થી પવિત્ર હોય એ પુરતું છે…

*******

લોકો રિસાય જાય છે મારા થી અને મને મનાવતા નથી આવડતું.

હું શું ચાહું છું એ મને જતાવતા નથી આવડતું.

આંસુ પીવાની જૂની આદત છે મારી એટલે હર વાત મા આંસુ વહવતા નથી આવડતું.

હવે શું કહું હું એને, શું આવડે છે શું નથી આવડતું મને.

બસ એટલું જાણી લો દોસ્તો મને મોસમ ની જેમ બદલાતા નથી આવડતું..

*******

આપણી આવક એ આપણા પગરખાં જેવી છે :
જો ટૂંકી હોય તો ડંખે;
પણ વધુ મોટી હોય,
તો ગડથોલિયું જ ખવડાવે..

*******

ખબર નહિ ક્યારે એમ કરતા કરતા આપણે એક બીજા ને ‘ગમી’ ગયા…

મેં ખાલી એક લીલું ‘પાન’ માંગેલું,
તમે આખી ડાળી બની ‘નમી’ ગયા !!

*******

જાણું છું શ્વાસની દગાબાજી, છે ભરોસો- હવા ઉપર કોને?
બે ઘડી આ ગઝલ ગમી તો બસ, થાવું છે અમર કોને?

*******

વહાલી દીકરી તને રમાડવાની તક મળી,
ત્યારથી સ્વર્ગ પામવાની મારી ગરજ ટળી…

*******

મારા જ એકાંતમા હું એવો મસ્ત છુ..
ને લોકો સમજે છે હું કેટલો વ્યસ્ત છું.

*******

જીવન રંગીન થઈ ગયું તારા થકી,
હવે રંગોળી પુરવાનું ગમતું નથી.

*******

ના કર પરીક્ષા મારા પ્રેમ ની …..અર્થ નો અનર્થ થઇ જશે …..સાત જ સાગર છે ભૂમિ પર ….આંઠમો મારા અશ્રુ થી સર્જાઈ જશે.

*******

અમે તો ફક્ત મિત્રતા માંગી હતી,
ઍમા પણ આના-કાની કરો છો,

તમે તો નફરત પણ ઍવી રીતે કરો છો,
જાણે કે મહેરબાની કરો છો..

*******

એ તો હવાનો હાથ પકડી સતત તું મારામાં ભળે છે ..
હવે તને ખબર પડી મારા શ્વાસને
ઓક્સીજન કયાંથી મળે છે …દીપા સેવક.

*******

તાવીજ તારી દોસ્તી નું જ્યારથી મેં બાંધ્યું છે…
જીંદગીની સઘળી મુસીબતોમાં હસતા ફાવ્યું છે…!

*******

માત્ર સુગંધ નો મોહ નડી ગયો …

બાકી કાગળ ના ફૂલો તો જિંદગી ભર સાથ આપવા તૈયાર હતા …

*******

દુનિયાને કહેવા માટે તો તું કાયમ મારી સાથે જ હોય છે,
તોય એકલતાનો રાક્ષસ ડરાવે
તો તારી આંગળી ક્યાં પકડી શકાય છે?

*******

આંખોની આસપાસ છવાયેલું ઝાકળ આમ
તો પાણી કહેવાય છે
પણ એનાથી તરસ્યા ભીતરની તરસ
ક્યાં રતીભારેય બુઝાવી શકાય
છે?…દીપા સેવક.

*******

થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું
કે મારા આવા પરાજયમાં તારી જિત નથી…
મરીઝ

*******

પ્રેમનું અતર છાંટયાને વર્ષો વિતી ગયા
પણ હજુ
સુંગધ તારી, મારા શ્વાસોમાં સચવાઇ છે..!

*******

થોડું થોડું નહીં પણ ખાસ્સુ પી ગયો છું,
ખોબો ભરીભરીને હું આંસુ પી ગયો છું.
-મુકેશ દવે

*******

તને હું મેળવી લઉં, કાં મને પણ ખોઈ નાખું હું,

લગાવીને જીવનનો દાવ, તારી વાટ જોઉં છું.

*******

એવુ નથી કે..
જોર નથી મારી પાંખમાં ..
પણ..

બસ ઉડવુ ગમતુ નથી..
કેદ થયા પછી તારી આંખમાં….

*******

તું હવે બસ, એટલી સમજાય છે,
તું નથી તો રાત આ લંબાય છે…..!!!

*******

નશો કયા શરાબ નો હતો હુ તો તમારી નજરો નશીલા નાં જામ પીતો હતો,

જોય તમારા ફુલ ગુલાબી હોઠ ને જાણે ભમરો બાગમાં ફૂલો ને ચુમતો હતો,

જોય તમારા સુવાળા નાજૂક પગો ને રાહ
ના કંટકો ને પવન દૂર કરતો હતો,

તમારા ગાલો પર ફરકતી જુલ્ફો ને દૂર
કરવાની ગુસ્તાખી પવન કરતો હતો,

જોય રૂપ તમારુ ચાંદ પણ શરમાય ને
વાદળ પાછળ લપાતો છુપાતો હતો,

થયો તમારા પ્રેમમાં શરાબી વાંક તમારો
નથી રોજ તમારા રૂપનો નશો ચડતો હતો….

*******

કેમ કોઈ પરાયુ આમ આટલુ વહાલુ થઈ જાય છે,
કે જેના માટે આમ આસુઓ વહી જાય છે,

પ્રેમ કયા કોઈને જોઈ વિચારી ને થાયછે
પ્રેમ મા તો પરાયા પણ પોતાના થઈ જાય છે,

હોય છે સારા નસીબ જેના તેને પ્રેમ મલી જાય છે,
બાકી જિંદગી તેના વગર ઝેર થઈ જાય છે,

પ્રેમનોપ્યાલનો પીય ને અમર કયા કોઈ થઈ જાય છે,
તો ઝેર પિય ને કયા નીલકંઠ થઈ જાય છે…..

*******

તમને કયા ખબર છે આ દિલ મા કેટલું દર્દ છે,
વધુ કયા કશુ માંગુ છુ એક પ્રેમભરી નજર આપો તો બસ છે.

આવો બેસો બાજુ મા તમારી માદક સુંગધ સરસ છે,
જીવવા માટે આપો થોડી સુગંધ શ્વાસ મા તો બસ છે,

જોય રૂપ આપનું ભૂલી જાવ દુનિયા સારી નશો એવો માદક છે,
આપો જામ ભરી ને થોડુ રૂપ પીવાય જાય તો બસ છે,

કરુ એ ખુદા ની બંદગી જેણે આપ્યુ રૂપ તને,
એ ખુદા જો આપે મને આ જીવન મા તને તો બસ છે….

*******

રૂપથી અંજાયો નથી,સ્નેહ થી ભીંજાયો છું…
તું ક્હે પીછો છોડ,કેમ કહું પડછાયો છું..!!

*******

કયાંક ખુશી છે…કયાંક વ્યથા છે ,,,

અહી તો ચહેરે ચહેરે એક કથા છે…..

*******

કેવી રીતે જીવું તારા વિના એ તું
જ મને સમજાવ…
ફોરમ વિનાના ફુલ નો રસ્તો તું જ મને બતાવ….

શ્વાસ મા તું, મન માં તું, ને
હૈયામાં પણ તું….
તારા વિનાની ધડકનનો ધબકો તું જ મને સંભળાવ…

આજે ભલે તું ભુલી ગઇ છે, મારા
પ્રેમની વાતો,
શમણાંઓ ની રાતો ને એ હૈયાના
હાલાતો,
કેમ કરીને ભુસુ હૈયું, તું જ મને
શીખડાવ…

તારા વગરના જીવતરનો મર્મ તું જ મને સમજાવ…
આજે ભલે તું ભુલી ગઇ છે, પ્રણયના એ રંગો
આંખો માં આખોનું વસવું, સ્નેહ
નીતરતા સંગો
કેમ કરીને રોકું મનને, તું જ મનને
ભરમાવ…

તારા વિના મારા જીવતર ને, તું જ જીવી બતાવ…
કેવી રીતે જીવુ તારા વિના એ તું જ મને સમજાવ…
નહીં તો આખર અંત નો રસ્તો, પ્લીઝ મને પકડાવ…

*******

તારું, જરૂખે આવવું, તને તે ગમતી રાત હતી..
મારું, તને નીરખવું, મને એ ગમતી વાત હતી.

*******

ક્યારેક કાગળ કોરો છોડી દેવો પણ જરૂરી છે,

લખેલા શબ્દોમાં ઓળખાઈ જાય છે માણસ…

*******

બસ એ જ હકીકત છે જીંદગી ની..
કોઇક ને ગોતવા મા હુ ખોવાઇ ગયો…!!!!

*******

ભાવ એક જ પ્રણય ના, ભાગ્ય છે કેવળ જુદા..

કોઇ રાધા થઇ ગયા તો કોઇ મીરાં થઇ ગયા..!

*******

તારા અહી હોવાનો આભાસ થયો મને .

આજ નો આ અનુભવ ખાસ થયો મને..!!

*******

ચારે બાજુથી થતાં હોય
“વાર” પર “વાર”,

તોય સાથે ઉભો રહે
તેનું નામ ‘પરિવાર’…

*******

દુનિયાની નજરમાં અડીખમ ચાલવાનું શીખી લો દોસ્ત,
મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે…

*******

નથી ખોટો સિક્કો એ પુરવાર કરવા,
ઘણી વાર મારે ખખડવું પડ્યું છે.

*******

99% મને ખાત્રી હતી કે તૂ મારી નહીં થાય,
પણ પેલા 1% એ મને કોઈ નો ના થવા દિઘો…

*******

તલવાર 2 પ્રકાર ની હોય છે…
એક લોઢા ની..
એક પ્રેમ ની
ફરક એટલો છે કે….
લોઢા ની એક ના બે કરે છે….
પ્રેમ ની બે માથી એક કરે છે…..

*******

સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય,
ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય,
બાદબાકી ની તૈયારી હોય તો અને
ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય…

*******

કસમ ખુદાના જ્યારે મારા ગળે તુ લાગે..
મજાલ શું આ ઉનાળા ની કે મને લૂ લાગે…

*******

“એક વાર વાંચી લેવાથી આ નહિ સમજાય”

દુનિયાની સૌથી મોટી કઠણાઈ ઍ છે કે આવતી કાલની ગાડી, ગઈ કાલના રસ્તા પર આજ નો ડ્રાઈવર ચલાવે છે.

*******

કૂદરત પણ કમાલ છે સરીર માં જ્યારે ચોટ લાગેછે તો લોહી
વહેં છે .પણ દિલ માં ચોટ લાગેછે તો પાણી….

*******

કરતો હશે ઇશ્વર પણ આ જ ફરિયાદ…

કે મતલબ નીકળી ગયા પછી ફરી – યાદ કરનારા નથી મળતા..

*******

અનુભવના પુસ્તકો લઇને રોજ શોધુ છુ જવાબ ને

જિંદગી રોજ પુછે છે..સવાલો સીલેબસ બહાર ના….

*******

“કહી દો એ માણસ ને જે તણખાથી પણ ધ્રૂજે છે…
કે અમે આંખના આંસુથી સળગતી રાતોને
ઠારી છે….

*******

તું મને પૂછે જ્યારે કે કેટલું ચાહે મને ? ત્યારે હું કહું, મને પ્રેમ કરતા આવડે, માપતા નહિ.

*******

“બસ તારા જેેાવા મા” ફેર” હતાે..
“બાકી હું તારા થી કયા દુર હતાે..? ??

*******

પોતાને બધા “ઓળખે” એવું તો બધા ઈચ્છે છે,

પણ પોતાને કોઈ “ઓળખી જાય” એ માણસ ને પોસાતું નથી .

*******

પ્રેમ એટલે…
આપણને ગમતુ પાત્ર જ્યારે વાત કરતું હોય ત્યારે ;
એને સાંભળવાને બદલે એની આંખોમાં જોયા કરવું…!!

*******

એકાંત ને ઓગાળી તેમાં વ્યસ્ત રહુ છું, માણસ છું-મુરજાઉ છું તોયે મસ્ત રહુ છું..

*******

કોઈના દુર જવાથી કોઈનો જીવ નથી જતો,,,

માત્ર લાગણીઓ આત્મહત્યા કરતી રહે છે જિંદગીભર..!!

*******

” તારા સ્વપ્ન ન હોય એવી નીંદર શુ કામની ??
મિલાપ ન કરાવી શકે તેવી હુંફ શુ કામની ??
અફસોસ !! કે પ્રેમ ને પામી ને ગુમાવી દીધ્યો !!
શીખી ન શકો કંઇ તેવી ભુલ શુ કામની ??

*******

બે જણ એક બીજાને ગમે તે લાગણી,
બે જણને એક બીજા વગર ના ગમે તે પ્રેમ..

*******

તારા ઘરના દરવાજા આજે પણ બંધ હતાં,
શું મને પણ મિલનમાં ગ્રહણ નડતો હશે?

*******

મે તને નફરત એટ્લા માટે કરી…
જો ના કરી હોત તો મને તારી જોડે પ્રેમ થઇ જાત.

*******

શાયરીઓ નો આજે દુકાળ છે…
લાગે છે લાગણીઓની પણ આજે હડતાળ છે…

*******

ઉકળી ઊઠે તું એવા વિધાનો નહીં કરું;
જા આજથી તને હું સવાલો નહી કરું.

ભૂલી જઈશ મારી હું સઘળી મહાનતા
તકતીઓ ગોઠવીને તમાશો નહીં કરું.

એમાં વણાઈ ગ્યુંછે વણનારનું હુનર પણ,
હું એમાં મારી રીતે સુધારો નહીં કરું.

તું સાચવ્યાંના સઘળાં નિશાનોય સાચવીશ,
એથી જ તારે ત્યાં હું વિસામો નહીં કરું.

નારાજગી જ મારો સાચો સ્વભાવ છે,
એથી વધું હું કોઈ ખુલાસો નહીં કરું.

*******

મારી આંખોમાં મૌનનુ આકાશ મલકે છે…..
કોરી હથેળીએથી હજી તારુ નામ છલકે છે…..

*******

બઘાયે સ્વાથૅમાં એક જ હિસાબ લાગે છે ,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે…..

*******

એક આંખમાં સન્નાટો ને, એક આંખમાં તુ..!
ઝરમર ઝરમર વર્ષા વચ્ચે, અનુભવુ છુ લૂ…!

*******

સુખ નથી આવતુ દુ:ખ વગર,
પ્રેમ નથી મળતો નફરત વગર,
માટે ભરોસો રાખજો ઇશ્વર ઉપર
કેમ કે ઇશ્વરે સાગર નથી બનાયો
કિનારા વગર.

*******

તારા વગર જીવન ને સારું કેમ કહું
તું રહે છે આ દિલમાં આને મારું કેમ કહું….!!!….

*******

” વિશ્વાસ ” શબ્દને પણ અફસોસ થતો હશે ,
ન જાણે દિવસમાં એ કેટલી વાર મરતો હશે !!

*******

જીદ કરે એ લોકો કદાચ જીતતા હશે,
બાકી પ્રેમ કરે એ લોકો તો હમેશા હારે જ છે…!!

*******

તૂં મારી પાસે હતી ,
હું તારી સાથે હતો…
એ હતો જિંદગી નો દિવસ કે
એક દિવસ ની જિંદગી હતી?????…

*******

સાંજના પાછો ઘેર આવું છું,
.
દ્વાર મારું જ ખટખટાવું છું ..
.
.
બીજું તો શું બહારથી લાવું ?
.
ઊંચકી હું મને જ લાવું છું.

*******

એવું નથી કે..
જોર નથી મારી પાંખમાં ..
પણ.. બસ ઉડવુ ગમતુ નથી..
કેદ થયા પછી તારી આંખમાં..

*******

સદા હસતા રહેતા વ્યક્તિને
પણ તપાસતા રહેવું જોયે
કદાચ એવું પણ બને એમના
ખીસામાં પણ રૂમાલ ભીના નીકળે….

*******

આપણી આવક એ આપણા પગરખાં જેવી છે :
જો ટૂંકી હોય તો ડંખે;
પણ વધુ મોટી હોય,
તો ગડથોલિયું જ ખવડાવે…

*******

ભલેને ગામમાં ચારે તરફ ગારો કરી ગયો,
મને આ વરસાદ આજે દિલથી તમારો કરી ગયો.

*******

તમે સાડી પહેરો ત્યારે સતત વાત એક દિલમાં ખટકે છે,
નશીબદાર તો પાલવ છે જે વારે ઘડીયે તમને અડકે છે.

*******

ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.

*******

હું ક્યા કહું છું કે આપ આંગણ સુધી આવો,
હું આંખ મીંચું ને ફક્ત પાંપણ સુધી આવો….

*******

જીંદગીમાં બહુ થોડા લોકો એવા હોય છે જે પોતાના હોય છે.
એટલેજ માણસો જયારે સેલીબ્રસન કરવાનું હોય ત્યારે
પાર્ટી કરે છે….
અને હળવા થવાનું હોય ત્યારે એક વ્યક્તિને શોધે છે….

બધા સાથે હસી શકાય છે પણ બધા સામે રડી શકાતું નથી.
જેની સાથે રડી શકાય તેવી વ્યક્તિને
સાચવી રાખજો એ
તમારા માટે જીવતું જાગતું મંદિર છે!!!

*******

હવે હું “બાળક” નથી ..
એટલે’જ એક સવાલ સતાવે છે મને…

કે લોકો હજી પણ કેમ “રમાડે” છે મને..?

*******

સાચવું છું વરસાદ ના દરેક ટીપા મારી કવિતાઓ માં,
કેમ કે,
મને ખબર છે તને ગમે છે ભીંજાવું ધોધમાર વરસાદ મા.

*******

યાદ વાછટ બની પલાળે છે,
પછી તું ધોધમાર આવે છે .

*******

સપના અપલોડ તો તરત થઈ જાય છે..
પણ ડાઉનલોડ કરવા માં જિંદગી નીકળી જાય છે…

*******

શોધી રહ્યો છુ કોઇક ખુશી,
પણ તારા વગર મળતી નથી.

તુ બની ગઇ છે મારી દુનિયા,
એ હકીકત કોઇથી છુપાવાતી નથી,

તને વખાણતા વખાણતા તો મારો શ્બ્દ-કોષ ખુટી ગયો,
લખવા પણ માંગું છુ કંઇક, પણ આ કલમ હવે ચાલતી નથી.

*******

તારી દરેક યાદ દિલમાં હજુ તાજી છે,
તું નથી જીવનમાં પણ તારી આસ હજુ બાકી છે.

તારી યાદ આવતા જ આંખમાં આંસુ આવી જાય છે,
એ આંસુ તો પી લીધું પણ પ્યાસ હજુ બાકી છે.

ક્યાંક મળી જઈસુ તો શું કહીશ એ ખબર નથી,
છતાંય વાત કરવાનો પ્રયાસ હજુ બાકી છે.

આખો મળી, દિલ મળ્યા, આખરે જુદા થઇ ગયા,
પરંતુ તું અને હું એક હતા એ અહેસાસ હજુ બાકી છે.

હું તારા દિલમાં નથી તો ભલે કઈ નથી,
પણ તારી યાદોમાં હું જરૂર હોઇશ એ વિશ્વાસ હજુ બાકી છે.

*******

શબ્દ નહિ ,સંકેત નહિ ,તે પૂછવું કઈ રીત થી ?
આંસુ જે કદી આવ્યું જ નહિ તે લુછવું કઈ રીત થી ?

*******

હસ્ત રેખાઓ માં તું ના મળે એવું પણ બને !
પાંપણ તળે તો તું જ મળે એવું પણ બને !

*******

ચોમાસું આવે ને યાદ આવો તમે,
દીલને આ ગુલાબી ગમગીની ગમે .

જો પેલા વાદળોની વચ્ચે એક ચહેરો ,
સતત તારું જ નામ લઇ સૂર્ય સાથે થપ્પો દા રમે.

*******

જીવનની સૌથી મોટી સચ્ચાઈ એ છે કે, આપણે જાણીએ છીએ કે આપણે કોના માટે જીવન જીવીએ છીએ .. !! પરંતુ .. .. !! એ ક્યારેય નથી જાણી શકતા કે આપણા માટે કોણ જીવન જીવી રહ્યું છે .. !

*******

મિત્ર એટલે મળવા જેવો માણસ,
મિત્ર એટલે હળવા જેવો માણસ,
મિત્ર એટલે ભળવા જેવો માણસ,
મિત્ર એટલે કળવા જેવો માણસ,
મિત્ર એટલે રળવા જેવો માણસ,
મિત્ર સહુને ફળવા જેવો માણસ…!

મિત્ર એટલે પરથમ પહલો શ્વાસ,
મિત્ર એટલે હોવાનો અહેસાસ,
મિત્ર એટલે જળહળતો અજવાસ,
મિત્ર એટલે છેવટ લગ સહવાસ,
મિત્ર એટલે મળવા જેવો માણસ !

મિત્ર એટલે ઊઘડતું આકાશ,
મિત્ર એટલે સૂરજનો પરકાશ,
મિત્ર એટલે આંખોની ભીનાશ,
મિત્ર એટલે હૈયાની હળવાશ,
મિત્ર એટલે હળવા જેવો માણસ…!

મિત્ર એટલે મૂળપણાને શોધે
મિત્ર એટલે પોતાને સંશોધે,
મિત્ર એટલે અંતરને ઉદ્બોધે,
મિત્ર એટલે વહે વિના અવરોધે,
મિત્ર એટલે ભળવા જેવો માણસ…!

મિત્ર એટલે શાણપણે જે ઠરિયો,
મિત્ર એટલે વ્હાલપનો સમદરિયો
મિત્ર એટલે દરિયો જેને વરિયો
મિત્ર એટલે સમદર જેણે હરિયો
મિત્ર એટલે કળવા જેવો માણસ…!

મિત્ર એટલે નીલી નીલી ઝાંય,
મિત્ર એટલે શીળી શીતળ છાંય,
મિત્ર એટલે પકડી લે જે બાંહ્ય,
મિત્ર એટલે ઉભો રહે જે વાંહ્ય,
મિત્ર એટલે રળવા જેવો માણસ…!

મિત્ર એટલે વરસે અનરાધાર
મિત્ર એટલે અણદીઠો આધાર
મિત્ર એટલે સહેજ કરે ના વાર,
મિત્ર એટલે અજવાળું ઝોકાર,
મિત્ર સહુને ફળવા જેવો માણસ…!

*******

કોઇએ પુછયુ બંસરી ને કે તુ કેમ કૃષ્ણને વાલી છે. ત્યારે બંસરીએ કહયુ કે હું અંદરથી ખાલી છું માટે કૃષ્ણને વાલી છું.

*******

તમારા જેવા મિત્રો મારી મુડી છે..,
આના થી વધારે કઇ વાત રુડી છે…!!!

*******

લાગણીની એટલી લાગી તરસ,
કે હશે આંસુ મગરનાં તો પણ ચાલશે….

*******

તમારા ગુલાબી હોઠોથી ચુમાયાં હશે,
એટલે જ એ ગુલાબ કહેવાયાં હશે !

*******

સૂઝતો નથી આ દર્દ નો ઉપાય, તોય આ દિલ ને મુહોબ્બત થાય,
છવાય ગયો છે દિલમાં સન્નાટો ,
તોય તમારા પગરવ સંભળાય..

*******

દુનિયા છે ગોળ એની આ સાબિતી છે,
બેસું જ્યાં નિરાંતે કોઈ ખૂણો ન મળ્યો.
………………… મરીઝ

*******

અંદરથી ઝખમ કેટલા ઉંડા છે એની તો ખબર નથી,
પણ હજુએ સણકા ઉઠે છે જો તારું નામ લઇ અડે કોઈ…

*******

તુ અભણ છે એજ સારુ છે દોસ્ત….
અહીં કોઈનુ મન વાંચવા જેવુ નથી…!!!!

*******

આ તારી આંખો ના બાણ , ને નજરું ના તીર …
તારા હોંઠો ની તલવાર , ને ધાર કાઢેલું
” સ્મિત ”
કેશુઓ ના કાફલા અને ઉડતી “લટો” નું લશ્કર …
આમંત્રણ એક મુલાકાત નું છે કે પછી
” જંગ ” નું ?
જરા’ક ચોખવટ કરી દે તો ખબર પડે કે ….
મારે “મળવા” આવવાનું છે
કે ” મરવા ” … !!!

*******

ખબર છે તારા હસવા અને મારા હસવા મા શું ફરક છે,
તું ખુશ થઇ ને હશે અને
હું તને ખુશ જોઇને હશું…

*******

યાદ મૂકી જવાનો
આ જ રસ્તો છે…

કાં એવું લખો કે
લોકો વાંચ્યા કરે

અથવા

એવું જીવો કે
લોકો લખ્યા કરે….

*******

જિંદગી તો એ જ રહેવાની છે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે.

*******

કોઈ મિલાવે બરફ ને કોઈ મિલાવે પાણી…

અમે જીંદગી મોઢે માંડી નીટે નીટ માણી…

*******

ડોર પર નોક કરીને હવે શું કામ ખોટી ફોર્માલીટી કરે છે
તું રહેવા આવ્યો હૃદયમાં તો ક્યાં પૂછ્યું હતું મને?….

*******

તરસ છે એટલે તો જિન્દગી સરસ છે,
બાકી તો આંગળી ના વેઢે ગણાય એટલા જ વરસ છે….

*******

તારી આ અદા જ મને પાગલ કરે છે,
જયારે,
તું હસતા હસતા કહે છે
તું સાચે જ પાગલ થઇ ગયો છે.

*******

મુઠીભર હૈયું ને ખોબાભર પેટ,
મુદા તો બે જ પણ કેટકેટલી વેઠ!!

*******

મને સમજાવનાર કેટલાંય મળ્યાં છે,
મને સમજી શકનાર બહુ ઓછાં મળ્યાં છે.

*******

ચહેરો દેખાય ને યાદ આવે તે ઓળખાણ,

અને યાદ આવે ને ચહેરો દેખાય તે સંબંધ…

*******

તારી અનુકુળતાએ
ચમચી ચમચી લાગણી ધરે,
એ અમાન્ય છે મને,
બધા જ સમયે
છલોછલ દરિયો આપવો હોય
તો ચાલ…..

*******

જ્યારે સમય સારો હોય ત્યારે તમારી ભુલ ને પણ હસી કાઢવામાં આવે છે, પરંતુ જ્યારે સમય ખરાબ હોય ત્યારે તમારા હાસ્ય માંથી પણ ભુલ કાઢવામાં આવે છે…!

*******

” મારા વિશ્વની ‘વસ્તી ગણતરી’ કરવા જાઉં તો,
ફક્ત ‘પપ્પા’ નામ ના ‘ગ્રહ’ માં
મારું આખું universe આવી જાય.
મમ્મી ની વાત નથી કરતો
કારણ કે ‘વસ્તી ગણતરી’ માં આપણે
ઈશ્વર ની ગણતરી નથી કરતા.!!! ”

*******

પ્રેમ કરું છું, પણ, હું તો તને પ્રેમ કરું છું,
જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું.
વધતો રહે છે, સહેજ પણ ઘટતો નથી કદી
છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું.
પણ, હું તો તને પ્રેમ કરું છું…
દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને,
રાતો પસાર હું જેમ-તેમ કરું છું.
પણ, હું તો તને પ્રેમ કરું છું…
ખીલતો રહું છું હુંય ને ખૂલતો જઉં છું હું,
ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું.
પણ, હું તો તને પ્રેમ કરું છું…
પણ, હું તો તને પ્રેમ કરું છું…

*******

છે આ શરીર ની હાજરી ત્યાં સુધી તું લાગણી વરસાવી દે,
પછી તસ્વીર ને લાગણી ની કોઈ અસર નથી હોતી…

*******

તું એમ ન સમજીશ કે હું રોઈ લઇશ,

એ…જીંદગી!! હું તને પણ જોઈ લઇશ….

*******

સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.

*******

કુછ ઈચ્છાએ બારીશ કી ઉન બુંદો કી તરહ હૈ ,
જીસકો છુને કી ખ્વાહીશ મેં હથેલીયા ગીલી તો હો જાતી હૈ ,
પર હાથ હમેશા ખાલી રેહ્તે હૈ .

*******

હવે નથી કરવો ઉજાગરો, ઊંઘ વેચી ને,
સપના કરવાં છે ઉજાગર, ઊંઘ ખેંચી ને..!!

*******

બહુ વિચારતા એવુ લાગે છે કે…

દરેક સંબંધ મધપુડા જેવો હોય છે,
મીઠો અને મધુર

પણ છંછેડો નઇ ત્યા સુધી…

*******

તારી છાયાનો ફકત અંધકાર લઇ ને શું કરું ?
પારકો જે થઇ ગયો છે એ પ્યાર લઇ ને શું કરું.?

*******

આ મારું મૌન જોઇ ને ભૂલો ના દોસ્તો,
આજેય દિલના દર્દની દુનિયા સજાગ છે.

*******

મને આજ દાખલો ન આવડયો
કે,
તારી બાદબાકી પછી
શું વધે મારા માં…!!

*******

જે તમને ગમે છે એની સામે બને તો ઓછુ બોલો કારણકે,
જે તમારા મૌનને ના સમજી શકે એ તમારા શબ્દોને પણ ક્યારેય નહી સમજી શકે..

*******

એમણે કરેલા ઘાવમાં આટલી બધી મીઠાશ કેમ છે??
લાગે છે પ્રહાર કરતા પહેલા એણે તીર ને ચુમ્યુ હશે..

*******

સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો,માંગવો પડે તે પ્રેમ નથી હોતો!
કિસ્મત કરાવે છે ખેલ કઠપુતળીના,
બાકી જિંદગીના રંગમંચ પર
કોઈ કલાકાર નબળો નથી હોતો !

*******

હ્રદય રોજ થોડુ થોડુ તૂટી રહ્યુ છે,
કશૂક તો કંટકની જેમ ખુંચી રહ્યુ છે.
સતાવે છે કોઈ શ્વપનોમાં આવીને,
મનની શાંતિ રોજ કોઈ લૂટી રહ્યુ છે..

*******

તમામ રીતે,આંખને વ્હાલું ,આ તારાપણા નું આવરણ,
તું ન આવે તો થાય ઉજાગરો,ને આવે તો થતું જાગરણ..!!

*******

એક તારા નામ નો નિબંધ જે હું મન મૂકી ને લખું છું,
બાકી દરેક સવાલ ના જવાબ હું ક્યાં આપું છું…

*******

સહન હું તો કરી લઉં છું ,
ના સહેવાશે તમારાથી;
એ પાનું ફેરવી દેજો જ્યાં મારી વારતા આવે .

*******

તારી છાયાનો ફકત અંધકાર લઇ ને શું કરું ?
પારકો જે થઇ ગયો છે એ પ્યાર લઇ ને શું કરું.?

*******

ઉતરી ગયાં છો આપ નજરથી હ્ર્દય સુધી,
પહોંચી ગઇ છે વાત હવે તો પ્રણય સુધી,
આ ઇન્તજાર ની મઝા એટલી ગમી,
જોશું અમે તો રાહ તમારી પ્રલય સુધી.

*******

લીન થઇ ગયો હતો જેમનાં પ્રેમમાં હું,
લાગે છે એ જ વ્યક્તિ હવે મારાથી બેખબર થઇ ગઇ છે….

*******

હ્રદય રોજ થોડુ થોડુ તૂટી રહ્યુ છે,
કશૂક તો કંટકની જેમ ખુંચી રહ્યુ છે.
સતાવે છે કોઈ શ્વપનોમાં આવીને,
મનની શાંતિ રોજ કોઈ લૂટી રહ્યુ છે..

*******

જેનાં માટે મેં છોડ્યો આ શ્વાસ,
તે જ આવીને પૂછે છે કોની છે આ લાશ..??

*******

મને મળવાનો એને બહુ હરખ નથી;
કારણકે મારી એને પુરી પરખ નથી.

જેવો છું એવો જ હું નજરે આવું છું;
કારણકે મારા પર સોનાચાંદીનો વરખ નથી.

*******

જીવન જીવીને કાગળ ઉપર ઉતારું છું,
પછી થોડું ઘણું એને સુધારું છું.

થોડો અલગ છું હું બધાથી, કેમ કે
લોકો વિચારી ને જીવે છે,અને હું
જીવીને વિચારું છું.

*******

હતી જે વાતો સાચી એ પુરવાર ન કરી શક્યો,
તમારી જેમ તમને છેતરી ન શક્યો..!!

*******

છે આ શરીર ની હાજરી ત્યાં સુધી તું લાગણી વરસાવી દે,
પછી તસ્વીર ને લાગણી ની કોઈ અસર નથી હોતી…

*******

કોઈ જોતા જ ગમી જાય તો શું કરવું?
પરંતુ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું?

આમ તો બધી જ રમતમાં કાબેલ છું,
પણ કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું?

*******

કબૂલ છે વિદાય ભલે મને તું આપી દે,
બસ એક જિંદગી નીકળી જાય એટલી યાદ તું આપી દે…

*******

તબક્કે તબક્કે તફાવત નડે છે,
મને, માત્ર મારી શરાફત નડે છે,
ઉલેચાય ઈતિહાસ તો ખ્યાલ આવે,
કે સરવાળે, એકાદ અંગત નડે છે …….

*******

ભલે ખાલી ગ્લાસ છુ તો પણ ખૂશ છું,
કોક ની તરસ છુપાવી ને તો ખાલી થયો છું..!

*******

હું એ નથી માગતો કે મને સુખ , પૈસો , કે મંઝિલ દે !

મને તો બસ એક શિક્ષણ ની સફર દે ! ને એક મજેદાર સાથી દે !

બસ પછી તો મારી મંઝિલ હું શોધી જ લઈશ…

*******

હું ક્યાં કહું છુ કે તારું દિલ આપ,
તારું નહિ તો મારું તો પાછું આપ.

*******

ચલ માની લીધું કે તુ મને યાદ નથી કરતી પણ,
તું સાબિત કરી બતાવ કે તને મારી યાદ નથી આવતી.

*******

પ્રેમ ની લાંબી વ્યાખ્યા ન કર,
બસ ‘હું’ અને ‘તું’ એટલું જ કાફી છે..!

*******

પ્રેમ ની કલમ હાથ માં લીધી ને ઝીંદગી નો કાગળ સરકી ગયો,
ખોટી જગ્યા એ પ્રેમ થયો ને, એક શાયર વધી ગયો…

*******

હજુયે એની આંખ માંથી પ્રેમ નીતરે છે,
રેત પર હજુયે એ મારુ નામ ચીતરે છે.

*******

ક્યારેય ભૂલથી પણ તારું દિલ દુખાવ્યું હોય તો માફ કરજે માં..

ઝીંદગી ની આખરી ખ્વાઈશ રેહશે..
કે દર જન્મ મા બને તૂજ મારી માં..

*******

સમયની લાજ રાખીને ઘડીભર તો તમે આવો,
કે પળભરના ભરોસા પર અહી આખો જમાનો છે.

*******

રોજ જીવે છે અને રોજ મરે છે.
આ ઇચ્છાઓ પણ કમાલ કરે છે.

*******

બધાયે સ્વાર્થ માં એક જ હિસાબ લાગે છે……

ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે…..

*******

તારી જ યાદ ને આદત પડી ગઇ છેં મારી પાસે આવવાની ,,
નહિતર મને તો ક્યાં આદત હતી તને રોજ યાદ કરવાની ,,

*******

જો લોકો તમારી સાથે બદલાઈ રહ્યા છે એવું લાગે તો ચોક્કસ સમજી લેજો કે તેનો અથવા તમારો સમય બદલાઈ રહ્યો છે .

*******

તારા વગર આમતો કોઈ કમી નથી,
તારા વગર બસ જીંદગી ગમી નથી……

*******

સુકાયેલા પાંદડાને
પવન સાથે પ્રેમ થઇ ગયો.

હવે,
સવાલ જો હોય મિલનનો,
તો, જવાબમાં
એને ખરવુ પડશે !

*******

જો શક્ય હો તો આંખ નિ સામે આવતું,
શાને કરે છે આંખમાંથિ આવજાવ તુ…!!!

*******

ઉદાસીઓ બધી એની ગલીમાં હું મૂકી આવ્યો,
મને લાગ્યું કે પાવન ધામમાં દિલથી ઝૂકી આવ્યો.

*******

હૂં યાદ આવીશ …….

ખાતરી છે કે તારો સાથ નથી મળવાનો આ જીવનમાં,
પણ તારા હસતા જીવનમાં મારું નામ સાંભળીશ,
ત્યારે હું યાદ આવીશ.

આમ તો હું તારા જીવનમાંથી ચાલ્યો જઈશ સદાને માટે, પણ તને પામવા કરેલા પ્રયત્નોને યાદ કરીશ, ત્યારે હું યાદ આવીશ.

આમ તો તું સમજે છે મારા પ્રેમને એક રમત,
પણ તું જયારે કોઈના દલડાને પામવા આંશુ પાડીશ, ત્યારે હું યાદ આવીશ.

તને શું ખબર છે કે કેટલો પ્રેમ હું તને કરું છું, પણ તું જયારે કોઈના પ્રેમમાં નિષ્ફળ જઈશ, ત્યારે હું યાદ આવીશ.

*******

“ફૂલ નહિ.. પાંખડી બનીને રહેવું છે ……,
પાણી નહિ..ટીપું બનીને રહેવું છે …….,
નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ બની ……,
બની શકે તો આમ જ હોંઠો પર સ્મિત બનીને રહેવું છે !

*******

દીવાલ પર ટાંગેલી ઘડિયાળ
અને મારા હ્રદય ના ધબકાર
બંનેનું એક જ કાર્ય છે,
ફક્ત તમારો ઇન્તેઝાર …

*******

રાત્રે કંઇક લખવાના ફક્ત બે જ કારણો
મારો સ્વભાવ અને તારો અભાવ..!!

*******

પ્રેમ એટલે …
માપવા કરતા પામવા ની અને
લેવા કરતાં દેવા ની દાનત……..

*******

મીલાવી જામ માં અમે જીંદગી પી ગયા,
મદીરા તો શું કોઇની કમી પણ પી ગયા.

રડાવી જાય છે અમને બીજા નાં દર્દો,
બાકી અમારા દુખો તો અમે હસી ને પી ગયા…!!

*******

માફી મેં માંગી,
તેનો મતલબ તેણે એવો કાઢ્યો,
કે ભૂલ મારી જ હતી
અને તે વધુ રિસાઈ ગયાં.
ફરી
મેં માફી માંગી,
જેથી તે માની જાય અને હંસી દે,
પણ આ વખતેય વાત ન બની,
તે વધું ને વધુ રિસાઈ ગયાં.
કોઈ ચારો ન બચ્યો,
બસ હું ગયો તેમની પાસે,
ને મારા આલિંગનમાં એવા ભીંસી
દીધા તેમને કે પછી
આખી જિંદગી છૂટી ન શક્યા,
કદાચ તે પણ આવું જ ચાહતા હશે,
હાં, તે પણ આવું જ ચાહતા હશે.

*******

જ્યાં સુધી “આપણે” છીએ,
જિંદગીનો ભાર વર્તાતો નથી ..

“હું” ને “તું” થયા પછી,
એજ સંબંધનો બોજ ઉચકાતો નથી…….

*******

હાસ્ય સાથે દરરોજ સંતાકૂકડી રમુ છું,
પણ હું હાસ્ય ને શોધુ તે પહેલા
દર્દ થપો કરી જાય છે..

*******

શોધી શક્યા સગડ એના કુવાના કાંઠા સુધી,
કદાચ તરસને તળિયા સાથે પ્રેમ પાક્કો હતો..!!

*******

કોઈ સદમો લાગે તે જરૂરી તો નથી હંમેશા ,
કારણ વગર પણ ક્યારેક રડવાનું મન થાય છે..!!

*******

હું તો મારા મન ની વાતો કરી સભા માથી પાછો ફર્યો,
પણ સાંભળ્યું કે સભા માં તો છવાયેલો છે સન્નાટો હજી !!

*******

નિત્ય રહેવાનું વિચાર્યું છે હૃદયમાં મારા,
દર્દને પૂછવું પડશે કે જગા કેવી છે?

*******

એક છે જુનું દરદ, બેચાર છે જુના ઝખમ,
બસ હવે એથી વધારે દીલજીગરમાં કાઈ નથી.

*******

ક્યાં સુધી ઇચ્છા લઇ જવી એ પણ કહો તમે,
ક્યાં જઇને એ ભૂલી જવી, એ પણ કહો તમે..!!

*******

જીતનો મોહ નથી, હારનો ડર નથી,
હકીકત શું છે! હકીકતમાં ખબર નથી!

*******

હું છું અને ફક્ત તું છે,
પછી
કશું નથી તોય શું છે!!

*******

ગઝલની જરૂર મહેફિલ માં હોય છે,
પ્રેમની જરૂર આપણા દિલમાં હોય છે.

મિત્રો વગર અધુરી છે આ જિંદગી,
એની જરૂર હર ક્ષણ માં હોય છે.

નયનમાં વસ્યા છો તો વાત કરજો,
કઈ કામ હોય તો યાદ કરજો.
મને તો આદત તમને યાદ કરવાની,
જો તમને હેડકી આવે તો માફ કરજો.

*******

ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો..

મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો….

*******

તમે હાજર નથી તો આ બધું સુનું લાગે છે,
છે રોશની તો ય મને અંધકાર લાગે છે.

છે ઘણા લોકો તો ય મને એકલતા લાગે છે,
તમારા વગર આ ઝીંદગી હવે નિરાશ લાગે છે….

*******

એમણે કહ્યુ કે હ્રદય મા મને રાખો,
મે કહ્યુ કે લ્યો હ્રદય જ તમે રાખો…

*******

આંખોમાં અશ્રુઓને છુપાડું છું,
હોઠોં પર હાસ્ય ને રેલાવું છું.

સ્વમાન ને માન સાથે જીવું જિંદગી,
દિલમાં દુ:ખ દર્દ ને સંતાડું છું.

*******

દરેક દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે આતો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે.

*******

પાંપણ ઝુકે ને તમને નમન થઇ જાય,
મસ્તક ઝુકે ને તમને વંદન થઇ જાય.

હું એવી નજર ક્યાંથી લાવું કે
યાદ કરું ને તમારા દર્શન થઇ જાય !

*******

મનોકાશમાં પ્રેમરંગો ઢોળાયા જ્યારથી તને ચાહું છુ,
પ્રીતના પારેવાને પાંખ આવી ત્યારથી તને ચાહું છુ.

તારી એક નજર મનની તરસ છીપાવવા કાફી હતી,
પ્રેમના મોસમની એ તપતી બપોરથી તને ચાહું છુ.

આંખોથી આંખ મળતા કાયમ જે શરમાઈ જતી,
એ ઝુકી જતી પલકોની પેલી પારથી તને ચાહું છુ.

સ્પર્શ તારો પામતાની સાથે ધબકારો જે ચુકી જતું,
તડપતા હ્રદયના એ હરેક ધબકારથી તને ચાહું છુ.

એ અગત્યનું હવે નથી કે ક્યારથી અને કેટલું પણ,
પ્રિયતમ આજેય પહેલી નજર જેટલું જ તને ચાહું છુ.

*******

” સંબંધો તો સ્વર્ગ માં રચાય છે…
પૃથ્વી પર તો ફક્ત ‘સરનામાં’ શોધાય છે !!”

*******

કદાચ મને ચાહતા ના આવડ્યું,
અને એટલે જ તમને પામતાં ના આવડ્યું,
તમારા જ સપના જોતો હતો,
તેથી તમારા જ સપના મા કોઇ છે એ પામતાં ના આવડ્યું.

આવડ્યું તો બસ એ જ કે તમને દિલ થી ચાહતા આવડ્યું,
જાણ્યું કે તમે મારા નહી થઇ શકો,
છતાં તમને પરાયા માનતા ન આવડ્યું.

મંઝિલ નહી મળે એમ મને લાગ્યું,
છતાં અડધે રસ્તે થી પાછા વળતાં ન આવડ્યું…

*******

તને મેળવવા માટે ખુદ ને ખોવા નું યાદ છે!
હજીય મને એ તને પહેલી વખત જોયાનું યાદ છે!

*******

હું તને ચાંદ પર લઇ જવા ધારું,
ને ચાંદ ઉપર બીજો ચાંદ ઉતારું!

*******

સબંધ ત્યારે જ સચવાતા હોઈ છે, જ્યારે એક વ્યક્તિ ગુસ્સામાં હોઈ, અને બીજી વ્યક્તિ મજાક સમજીને જતુ કરી દે.

*******

અઘરી રચના પ્રેમ ની ક્યાં કોઈને સમજાણી છે…..????
ઝેર મીરા પીએ તોયે રાધા દિલ ની રાણી છે….!!!!

*******

પ્રેમ પત્ર અને ડિવોર્સ પેપરમાં સહી એકસરખી જ હોય છે. ઘણી વખત તો પેન પણ એ જ હોય છે, માત્ર આંગળીઓનું કંપન અને દિલની ધડકન થોડીક બદલાયેલી હોય છે.

*******

તમારા અભિપ્રાયો તમારી સમજણ અને તમારા સ્વભાવને વ્યક્ત કરી દેતા હોય છે.

*******

એવું પેહલી વાર બન્યું,ભૂલી ગયો નામ હું મારું !
જ્યારે એમને પ્રેમથી પુછ્યું: શું છે નામ તમારું ??

*******

ન કહી કે ન સમજાવી શક્યો દીલની વાત તને,
તમે સમજવાની કોશીશ કરતા પણ ન હતા.

હશે ભૂલ અમારી કે ન કહયું કદી “ચાહું છું તને”,
પણ નયનથી અમે વાત કરતા ડરતા ન હતા.

*******

તમે અને હું, બન્ને અલગ છીએ, જાણુ છું.
છતાં સપનમાં રોજ આપણને એકાકાર કરૂં છું.

હું તમને ખુબ પ્યાર કરૂં છું.
એક નાનકડી રજુઆત કરૂં છું.
અંતરના ઉંડાણથી એકરાર કરૂં છું
હું તમને ખુબ પ્યાર કરૂં છું.

*******

શું રોજ જુએ છે ?ધુધરી તારા પાયલ ની,

ક્યારેક તો જોઈ લે હાલત તારા ધાયલ ની..!!

*******

બુદ્ધિ ને પણ વહેમ થયો છે ,
મને ખબર છે કેમ થયો છે,
કોઈને કહેસો ની તો તમને કહું,
આ તો પહેલી નજર નો પ્રેમ થયો છે….

*******

ક્યાંક બેસીને મારી રાહ જોતી હશે,
મારા પ્રેમ ને તે યાદ કરતી હશે.

આવી જતા હશે આંસુ તેની અંખ માં,
હવે તો ફક્ત મારા પ્રેમ પર દરેક પલ મરતી હશે ……

*******

મોહબ્બત વો હસીન ગુનાહ હે, જિસે હર ઇન્સાન ખુશી- ખુશી કરતા હે.
પર મોહબ્બત મેં ઇન્તેઝાર વો સઝા હે.
જો સિર્ફ વહી કરતા હે જો સચ મેં
મોહબ્બત કરતા હે.

*******

મારા હર એક શ્વાસે સજની
મહેક તારી આવે છે,,,,,,,
તારા હરેક પગલે ને
પગલે બહાર આવે છે,,,,,,,,
તારી કઈ હરકત કે
કઈ શરારત ને વખાણું,,,,,,
તારી તો દરેક અદા પર
મને પ્યાર આવે છે…

*******

વાંચી શકાય તો વાંચી લે, આંખોમાં ઉભરાતી લાગણી.
બાકી શબ્દો તો હવે થાકી ગયા છે ઈઝહાર કરી કરી..

*******

મારા જ એકાંત મા હું મસ્ત હોઉ છું,
ને લોકો સમજે હું વ્યસ્ત હોઉ છુ.

*******

આંખ નાં ખૂણે હજી ભેજ છે,
આ શાયરી ઓ લખવા નું કારણ એ જ છે !

*******

હીરાની ચમક પણ હવે મારી નજરે ચડતી નથી..!

કોઈ ની પણ વાત મારા કાને પડતી નથી..!!

હું તડપુ તારી યાદ માં ને તુ હરખાય..!!!

દાઝયા પર ડામ ના દેવાય, સમજણ તને કેમ પડતી નથી..!!!!

*******

કોઈક શોધશે એવી ખબર હોય તો,
ખોવાઈ જવાની પણ મઝા છે.”
“કોઈક મનાવશે એવી ખબર હોય તો
રિસાઈ જવાની પણ મઝા છે.”
“કોઈક માની જશે એવી ખબર હોય તો
ગુસ્સે થવાની પણ મજા છે.”
“કોઈક સમજે એવું મળી જાય તો
જિંદગી જીવવાની પણ મજા છે.”

*******

જિંદગી એ બહુ મસ્ત વસ્તુ શીખવાડી દીધી છે હમણાં હમણાં..

જિંદગી માં સુખી થવાની રીત : હસવું,હસાવવું અને હસી કાઢવું.

*******

દરરોજ
એક જેવી સવાર,
એક જેવી સાંજ
અને રાત પડે છે,
આઈલા,
કુદરત પણ
કોપી પેસ્ટ કરે છે.

*******

જે મળે તેને ચાહવું એ સમજૂતી છે,
જેને ચાહો તેને ભળવું એ સફળતા છે,
પણ ખબર હોય કે જે નહી મળવાનું,
છતાં તેને ચાહવું તે જ સાચે પ્રેમ છે.

*******

ચલ માની લીધું કે તુ મને યાદ નથી કરતી પણ તું સાબિત કરી બતાવ કે તને મારી યાદ નથી આવતી.

*******

સુંદર સુશીલ સર્વ ગુણ સમ્પન્ન પત્ની મારી નજર મા આ તુજ છે

સ્રુશ્તિ ના સુંદર સર્જનની તુ સપનાંઓ ની સુંદર પરી તુ જ છે

મારા જીવન બાગ મા ટહુકા કરી ગીતો સંભડાવતી કોયલ તુ છે

મારા જીવન બાગ ને મહેકાવતા ખીલતા ફુલડા ની માળી તુ છે

સુખ દુખ ના સમય ની સાથી રાહગીર જીવન સંગીની તુ છે

દુખો ના ઢગલા માથી સુખો વિણી આપી સુખ આપનારી તુ છે

છોડયો સાથ બંધાયે તે આપ્યો સાથ મારો પડછાયો તુ છે

મારા સુખે સુખી દુખે દુખી વચન લગ્ન ના નિભાવીયા તે તુ છે

શુ કહુ વધુ મારુ સર્વસ્વ તુ જ દિલ મારુ ને ધડકન તુ છે

જન્મો જન્મ ની મારી જીવન સાથી,પ્રભુ એ આપેલ જાણે વરદાન તુ છે …

*******

આંખો ને ક્યા આંસુઓ ની કમી છે, દર્દ આંખો થી ટપકી ગાલે રેલાય છે .

સમુન્દર ખારો એમજ કયા હસે ! તે પણ દર્દ ના આંસુ થી છલકાય છે .

સુખ દુખ પ્રેમમા સરખા જ દેખાય છે,ઘેલી આંખો હરખી ને છલકાય છે.

કહે છે હોય છે પ્રેમ છતી આંખે આંધળો ક્યા કોઇ ને સમજાય છે,

રડતાં હોય છે દિલ પ્રેમીઓ ના, તેમના દુખ દર્દ કયા કોઈને સમજાય છે.

દુશ્મન છે દુનિયા આ પ્રેમીઓ ની,કયા કોઇ ને પ્રેમ ની પરિભાષા સમજાય છે.

કરે છે ખોટી પ્રેમ લાગણી ની વાતો,તો કોઇ ના પ્રેમની કેમ અદેખાય થાય છે.

માનો છો પ્રેમ એ સ્વરૂપ છે પ્રભુનુ ને તેના જ બાળ ની ઉપેક્ષા થાય છે.

છીયે અમે આપના પ્યારા લાડલા બાળ, અપનાવો અમને બહુજ દુખ થાય છે.

ગળે લગાડી અમને આપો અમારો પ્રેમ માવતર છો અમારા કયા ભૂલ થાય છે.

*******

દુનિયા મા આવ્યો છુ તો કશુ આપી જવાનો છુ,કયા કશુ સાથે લઈ જવાનો છુ!!!

થોડો પ્રેમ થોડી લાગણી આપી,દિલ મા તમારી થોડી મારી જગ્યા રાખી જવાનો છુ.

જાજા દોસ્ત છે થોડા દુશ્મનો છે,દુશ્મનો ને પણ દોસ્ત બનાવી જવાનો છુ.

છો તમે મિત્રો બધા પારસમણિ અડી ને તમને હુ કથીર કંચન બની જવાનો છુ.

હુ ગરીબ સુદામો, તમને કૃષ્ણ બનાવી,કૃષ્ણ સુદામા ની જોડી બનાવી જવાનો છુ.

આપો તો થોડી લાગણી થોડો પ્રેમઆપજો,હુ તો જિંદગી તમારા નામે કરી જવાનો છુ.

એકલો આવ્યો તો એકલો જવાનો છુ,રહેજો ખુશ,દુખ દર્દ તમારા લઈ જવાનો છુ.

વચન છે જિંદગીભર હસતા હસતા દોસ્તી નિભાવીશં,જઈસ ત્યારે રડાવી જવાનો છુ.

સદાય રાખજો દિલમા તમારા,જન્મો જન્મ શોધી તમને દોસ્તી નિભાવી જવાનો છુ.

*******

પરપોટો પાણી નો ક્ષણ મા ફૂટી ગયો,
આય્ખુ આખુ પલ મા જીવી ગયો.

છે જિંદગી જુગાર બધુ હારી ને પણ
છેલ્લી બાજી પ્રેમ ની જીતી ગયો.

છે બધીજ સમયની બલિહારી બપોર નો
તપતો સૂરજ સાંજ થયે ઢળી ગયો .

કપરા હોય છે ચઢાણ જિંદગી ના ઝઝૂમી ને શિખર સર કરી ગયો.

*******

જો તુ ફરી પાછી આવે તો સમય ને થંભાવી દઉં ,
છવાયા છે આ દુખો ના વાદળ પલ મા હટાવી દઉં .

હસતા હસતા રડતા દિલ મનાવી લઈ આંસુ ને છુપાવી દઉં,
હવે આવીજા નજર ના લાગે કોઇ ની દિલમાં છુપાવી દઉં .

ખીલી રહી છે કલી તુ આવે તો તારા વાળ મા ફુલ લગાવી દઉં,
લાગે કદીના તારા પગ માં કાંટા દિલમાં ફુલો બીછાવી દઉં.

આવે તુ રાતના તો ચાંદ સિતારાઓ યાદો માં બિછાવી દઉં,
સુગંધી સુંવાળા પુષ્પો થી સપનો ની સેજ સજાવી દઉં .

તુ આવે તો અહિયા જમીન પર સ્વર્ગ સજાવી દઉં
તુ નહી આવે તો નિષપ્રાણ છુ,ભેટ મા લાશ બિછાવી દઉં ….

*******

વકરી ગયો છે આ રોગ કયા કયા કોઇ નિદાન થાય છે,
ઝ્ખ્મો આપ્યા છે ગહેરા કયા ક્યાય છુપાવાય છે,

ઝ્ખ્મો હોયછે પ્રેમના ગહેરા તો કયા એમ રુઝાય છે,
આંસુઓ ની પણ જીદ છે વહેવું છે કયા શુકાય છે,

ચુભે છે પ્રેમ માં કાંટા તો અસહય પીડા થાય છે,
ખબર છે ફુલ સાથે કાંટા હોય છે પણ કયા દેખાય છે,

સમાજ માં કતલ થાય છે પ્રેમીઓ ની લોહી રેલાય છે,
રખડે છે પ્રેમીઓની જીવતી લાશો નનામી કયા બંધાય છે,

સદ નસીબે કોઇ બે પ્રેમી લગ્ન જીવન થી બંધાય છે,
બીજા ઘણા પ્રેમી ઓ દવા પીને કા પાટે કપાઈ છે,

જીવતા કે મૂત પ્રેમીઓ ના કયા કોઇ સ્મારક રચાય છે,
છે કયા કોઇ એવા જેના પ્રેમીઓ જેના ઇતિહાસ રચાય છે..!!!

*******

ચિથરેહાલ જિંદગી ને કોણ સંધાવે છે,
અંદર રોજે રોજ નવા વાઘા પહેરાવે છે .

ભૂખ્યા છે મંદિર બહાર તેને કોણ જમાડે છે,
અંદર પ્રભુ ને રોજ છપ્પન ભોગ જમાડે છે.

ગરીબીથી ગંધાતા ને રોજ કોણ નવડાવે છે,
અંદર રોજ પ્રભુ ને કેશરી સ્નાન કરાવે છે.

ગરીબો ને પાણી પણ કોણ પીવડાવે છે,
અંદર રોજ હજારો લિટર દૂધ ચડાવે છે.

લૂંટી ગરીબો ને ગરીબી ને પાપ બતાવે છે,
લાખો ભેટ ધરી શ્રીમંતો પુણ્ય કમાવે છે.

પ્રભુ કેવી અજબની તુ જિંદગી બનાવે છે,
એકજ માટીમાથી બધાપૂતળા તુ બનાવે છે.

કોઈ પૂતળા ને રાજા તો કોઇને રંક બનાવે છે,
તારા બનાવેલ આજે તને મૂર્ખ બનાવે છે ….

*******

તારી મીઠી યાદો નો દરિયો, આંખો મા થી ગંગા યમુના બની વહયા કરે.

ઊભી રહી દિલ ના ઝરોખે, નિત્ય સ્મરણ ના ચોરાહે સતત શોધ્યા કરે.

વહેતી તાજી હવા ને શ્વાસ મા ભરી, જીવન મા પ્રાણ પૂરયા કરે.

દિવસે તો તુ દિ સે નહી, રાત ના સ્વપ્નો મા ખુલી આંખો શોધ્યા કરે.

મલી જાય એક તારો હૂંફાળો સ્પર્શ, કુમળા તડકે ઝંખયા કરે.

દિલ ના એકાંત ઓરડા મા. પ્રેમ ના દિપક પ્રજલિત કર્યા કરે.

ક્ષણભંગુર છે આ દેહ તોય, સતત યાદ તારી જીવવા ની જીદ કર્યા કરે…..

*******

જરૂરત વીજની શી છે? તણખલાનો તો માળો છે,
કોઈ એમાં તિખારો મુકશે તો પણ બળી જાશે.

રહી જાશે પ્રહારો ઝીલનારો એકલો ઊભો,
ને પથ્થર ફેંકનારો તો ટોળામાં ભળી જાશે….

*******

શબ્ક ક્યારેક તીર લાગે છે,
કોઇ વેળા લકીર લાગે છે.

કોઇ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે

જેને વૈભવ મળે છે અંદરથી,
બહારથી એ ફકીર લાગે છે…

*******

કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું હસું છું એકલો એ એકલા શરમાય છે….

*******

આવી માદક સાંજે
તું મને પ્રેમ વિષેનો કોઈ પ્રશ્ન ન પૂછીશ…
કારણ,
મારા ઉત્તરમાં પૂર્ણવિરામ હશે નહિ,
ને
અલ્પવિરામ હું મુકીશ નહિ….

*******

આવી ગયો માર્ચ ફરી, ચાલ
હિસાબ બધા બરાબર કરીએ,
મારી પ્રીત ઉધાર તારી જીદ્
જમા, ખાતા જરા સરભર કરીએ…!!!

*******

બસ એક તમે જ મારા ન થયા.. નહિ તો આ દુનિયા માં ન થવાનું ઘણું થાય છે….

*******

રહી ન તું એ, રહ્યો ના હું એ, ન એ દિવસો,

રહ્યો ન ક્યાંય હવે કોઈ સંગ હોળીમાં…..

*******

નકકી આજે ભગવાન પણ ષડયંત્રના મિજાજ મા છે…

જોઉં છુ હુ આકાશ મા અને ચેહરો મને ત્યાં પણ તારો દેખાય છે….

*******

તું મને ગમે છે
એ વાત સાચી પણ….

તું ના હોય તો
કંઈ નથી ગમતું તેનું શું..?

*******

જયારે ખબર હોય કે જે નથી જ મળવાનુ, છતા , તેને
ચાહો તો તે તમારો” સાચો પ્રેમ”.

*******

સ્મિત હોઠોમાં લઇ સદા ફરતો રહું છું,
આ જ રીતે દોસ્તીનો કર ભરતો રહું છું..

*******

‘અજાણી છોકરી’
પૂછી ગઈ ‘સરનામું’
આવીને !

પછી શું ?

છોકરો
ભૂલો પડ્યો,
રસ્તો બતાવીને !!

*******

જીંદગી જીવવાની બે રીત છે…

કાં તો કોઇ એક ખૂણે રડી લેવું
અથવા વિશ્વના તમાંમ ખુણે લડી લેવું…..

*******

પ્રેમ તારો હું નકારી ના શકું,
ને છતાંયે આવકારી ના શકું;

તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ,
ને છતાંયે હું પુકારી ના શકું.

હું તને ક્યારેય ના ત્યાગી શકું,
ને ખુદા પાસેય ના માંગી શકું;

પાસ હું આવી નથી શકતો વધુ,
દૂર પણ તારાથી ના ભાગી શકું.

*******

મારી આંખોમાં મૌનનું આકાશ મલકે છે…

કોરી હથેળીએથી હજી તારું નામ છલકે છે.

*******

કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ,
દૃશ્ય જોવાની ફકત ઓકાત હોવી જોઈએ.

*******

ઈશ્વરનાં લેખ ક્યારે પણ ખોટા નથી હોતા,

દૂર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા..!!

*******

જાણે છે છતાં અજાણ બને છે,
આવી રીતે શું કામ મને હેરાન કરે છે!!!

મને પૂછે છે કે તને શું ગમે છે..?,
કેવી રીતે કહું એને કે, “જવાબ ખુદ સવાલ પૂછે છે..!”

*******

ખુલે છે એક બારી ને ઝુકે છે ડાળખીનું મન
ગલીના એક ઘરમાં કેદ છે આખી ગલીનું મન.

*******

છે કોઈ સારો વકીલ ,
એક નોટિસ મોકલવી છે .

જેમને દિલમાં જગા આપી હતી
હવે ખાલી નથી કરતા.

*******

તાવીજ તારી દોસ્તી નું જ્યારથી મેં બાંધ્યું છે…
જીંદગીની સઘળી મુસીબતોમાં હસતા ફાવ્યું છે…

*******

#ChetanThakrar
#+919558767835

6 replies »

 1. ખૂબ જ સરસ…આફરીન…. શબ્દો ઓછા પડે છે… વાહ વાહ..

 2. દું:ખી છું .
  તમારાં સરસ શબ્દો નાં વંર્ણન
  થિ જીવા જેવું લાગે.

 3. દરેક છોકરી ને સારુ સાસરું મળે છે પણ એના ને એના અભિમાન માં શકરભગવાન પાર્વતી જેવા માતા પિતા સેવા લાભ આખી જિંદગી ગોમાવે છે

  લી
  આકાશ એમ શર્મા
  ફ્રોમ નડિયાદ
  ફોન 9099984994

 4. “સમયને અને યાદોને વર્ષો સાથે ક્યાં સંબંધ છે,
  તારા ગયાની એ ક્ષણ હજુ હૃદયમાં અકબંધ છે ..” Ati sundar — Rajendra Naik

Leave a Reply