એક છોકરા ની સગાઇ થઇ .બંને ખુબ ખુશ હતા . બે જણા ફરવા ગયા તો છોકરા ની કાર નો અકસ્માત થતા રહી ગયો ..
થોડા ટાઇમ પછી ફરી એ લોકો ફરવા ગયા, ફરી છોકરા ની કાર નો અકસ્માત થયો ;છોકરી ને કઈ ના થયું પણ છોકરા ने બહુ ગંભીર ઈજા થઇ..
ઘણા મહિના પછી છોકરો સાજો થયો .. પણ છોકરા ના ઘર વાળા ને અને છોકરા ને શંકા જવા લાગી કે જ્યાર થી આ છોકરી એના જીવન માં આવી છે ત્યાર થી એમને કૈક ના કૈક ખરાબ થવા લાગ્યું છે .
એવું માની ને એમને છોકરી સાથે સગાઇ તોડી નાખી ..છોકરી આઘાત સહન ના કરી શકી અને એને આત્મહત્યા કરી દીધી ..સમય વીતતો ગયો પણ છોકરા નું ક્યાય નક્કી નતું થતું …
પછી એક દિવસ છોકરો જ્યોતિષ ને બતાવ वा ગયો …જ્યોતિષે કુંડળી જોઈ ને કીધું કે તમે તો થોડા સમય પેહલા જ મરી ગયા હોવા જોઈએ નક્કી તમને કોઈક ના નસીબ થી બચી ગયા હશો ..
આ સંભાળતા છોકરા ને એહસાસ થયો કે જે છોકરી ને મેં છોડી દીધી એના નસીબ થી જ હું બચી ગયો હતો . બસ આ જ આઘાત માં ને આઘાત માં ગાડી ચલાવતા એનો અકસ્માત થયો અને એ પણ મરી ગયો ….
નોધ : કોઈ પણ આવનારી લક્ષ્મી પર દોષ દેતા પેહલા પોતાના નસીબ વિશે વિચારી લેવું જોઈએ . લક્ષ્મી હમેશા ઘર માં ખુશી જ લાવે છે એ ભલે ને પછી વહુ હોય કે દીકરી …
Categories: SELF / स्वयं, SHORT STORIES / लघु-कथाए, THINKING TIME / सोच का समंदर