Deepa Sevak

ન્હોતી ખબર

ન્હોતી ખબર સમયની સાથે તુંએ ફરી જશે
ન્હોતી ખબર મળવુય તને સપનુ બની જશે

લાગ્યું’તુ હમણાં જ થઇ’તી સવાર સંબંધની
ન્હોતી ખબર સાંજ આટલી જલ્દી ઢળી જશે

વાદળ વાયદાના ઘેરાયા’તા કાળા ડીબાંગ
ન્હોતી ખબર વરસ્યા વગર પાછા ફરી જશે

જોયુ છતાં ના જોયું જે મેં કર્યું’તું ઘણું બધું
ન્હોતી ખબર કે આંખના ગુને મન મરી જશે

અજાણ્યાને કશી ફરિયાદ કરીનેય શું કરુ હવે?
ન્હોતી ખબર જે હતા અંગત અજાણ્યા બની જશે

….દીપા સેવક.

Leave a Reply