બધુ જ સારું હોય છે જ્યાં સુધી તમારો સિતારો ઝળહળે છે,
એક વાર પનોતી બેસે પછી આખું આકાશ માથા પર પડે છે.
સારું હોય ત્યારે અજાણ્યા લોકો પણ પાછળ પાછળ ફરે છે,
એક વાર નિષ્ફળતા મળે પછી સગાઓ પણ ઉચાળા ભરે છે.
સિતારો બુલંદ હોય ત્યારે બધા બહુ નમ્ર થઈને મળે છે,
પગ ધરતી પર આવી જાય પછી એ બધા આંખોથી કરડે છે.
સમય હોય સારો ત્યારે તો સિંહ પણ તમારાથી ડરે છે,
જો નીચે પછડાયા તો પછી ગલીનું કૂતરુંય દાદાગીરી કરે છે.
તમારા સુવર્ણ કાળમાં કેટલાય માણસો તમારા પર મરે છે ,
અને નસીબ ખરાબ હોય ત્યારે લોકો તમારા માથા પર ચડે છે.
સુખના દિવસોમાં તમારો સમય બહુ ઝડપથી સરે છે,
દુખના દિવસો જલ્દી પતે એ માટે તમારું મન રીતસર કરગરે છે.
Categories: THINKING TIME / सोच का समंदर, Very Nice