આજનુ ભારત ઘણું જ અદભુત છે. કઈ કહેવાય નહિ ક્યારે તમને કેવી અજબ ગજબ વ્યક્તિ મળી જાય. વાત જાણે એમ છે કે, મારી નોકરી તરફથી ઘરે જવાની ટ્રેનની એ મુસાફરીની વાત છે. હું ૧૮.૫૦ કલાકે ચર્ચગેટથી ટ્રેનમાં બેઠો, જ્યારે ટ્રેન મરીન લાઇન છોડવાની તૈયારીમાં જ હતી અને ત્યાં એક સમોસાવાળૉ ખાલી બાસ્કેટ લઇને ત્યાં આવ્યો અને મારી બાજુની જ સીટ પર બેઠો.
તે ડબ્બામાં ઘણી છુટી છવાઈ જગ્યા ઉપર ઘણાં બધા લોકો બેઠા હતા. અને તે મારાથી થોડા જ અંતરે બેઠો હતો. મેં એની સાથે વાતો કરવાનું શરૂ કર્યુ.
મેં કહ્યુ, “આજે તમારા બધા જ સમોસા વેચાઇ ગયા લાગે છે. સમોસાવાળૉ (સ્મિત કરતાં) : હા ભગવાનની દયાથી બધાજ વેચાઈ ગયા.
મેં કહ્યુ : હું ખરેખર એ વિચારથી દુ:ખી થાવ છું કે, તમેં લોકો આવા એકને એક કંટાળાજનક કામથી થાકી નથી જતા ?
સમોસાવાળો : શુ કરીએ સાહેબ? આવા સમોસા જ રોજ વેચીને અમેં દરેક સમોસા દીઠ ૭૫ પૈસા કમીશન મેંળવીએ છે.
મેં કહ્યુ : ઓહ્હ્હ !! ખરેખર ?? તમેં એક દીવસના કેટલા નંગ સમોસા વેચાણ કરો છો ?
સમોસાવાળો : અઠવાડીયામાં કામકાજના દીવસો દરમ્યાન ૪,૦૦૦ થી ૫,૦૦૦ નંગ અને રજાના દીવસોમાં ૩,૦૦૦ નંગ સમોસા એક દીવસમાં વેચાણ કરૂ છું અને હું થોડી વાર માટે કાંઇ જ બોલી ન શક્યો અને એની સામેં અવાક બનીને તાકી જ રહ્યો. કારણ ફક્ત એટલુ જ કે, “એ માણસનું કહેવુ હતુ કે, તે રોજના ૩,૦૦૦ નંગ સમોસા વેચે છે. એક નંગદીઠ ૭૫ પૈસા કમીશન એટલે તેની રોજની આવક (કમાણી) રૂ.૨,૦૦૦/- છે. તેથી તેની દર મહીનાની ૬૦,૦૦૦ ની કમાણી થાય. હે ભગવાન !
હવે હું તેની પાસે વાતચીત કરવા લાગ્યો, જે હવે ટાઇમપાસ ન હતો. મેં કહ્યુ : તમેં આ સમોસા જાતે બનાવો છો?
સમોસાવાળો : ના સાહેબ, અમેં સમોસા બનાવનારનાં ત્યાંથી તૈયાર સમોસા મેંળવીએ છે અને ફક્ત તેને વેચીએ છીએ અને પછી માલિકને બધા જ પૈસા આપી દઈએ છે. તેમાંથી એ અમને નંગ દીઠ ૭૫ પૈસાનું કમીશન આપી દે છે. હવે હું આશ્ચ્રર્યચકિત થઈને એક પણ શબ્દ બોલી ન શક્યો, પણ તે સમોસાવાળાએ વાત ચાલુ રાખતા મને કહ્યુ “ પરંતુ સાહેબ એક વાત કહું ? અમારી આમાંથી મોટા ભાગની બધી જ કમાણી અમારી રહેણીકરણી અને વસવાટના ખર્ચામાં જ જતી રહે છે અને બાકી વધેલા નાણાંમાંથી જ અમેં અમારો બીજો ધંધો ચલાવી શકવા સક્ષમ છીએ.
મેં કહ્યુ : બીજો ધંધો? તમેં બીજો કયો ધંધો કરો છો ?
સમોસાવાળો : જમીનનો ધંધો. “ મેં ૨૦૦૭ માં પાલઘરમાં ૧.૫ એકર જમીન ૧૦ લાખમાં ખરીદી હતી. અને ત્યારબાદ થોડા જ સમયમાં ૬૦ લાખમાં વેચી દીધી હતી. અને હવે મેં ઉમરોલીમાં ૨૦ લાખમાં જમીન ખરીદી છે.
મેં કહ્યુ : તમેં બાકીની રકમ સાથે શું કર્યું?
સમોસાવાળો : બાકી રહેલી રકમમાંથી ૨૦ લાખ મેં મારી છોકરીના લગ્ન માટે રાખ્યા છે. અને બીજા ૨૦ લાખ બેન્કમાં ફીક્સ કર્યા છે.
મેં કહ્યુ : તમે કેટલુ ભણ્યા છો?
સમોસાવાળો : મેં ત્રીજા ધોરણ સુધી ભણીને ચોથા ધોરણમાં ભણતર છોડી દીધુ હતું, પરંતુ હું સારી રીતે વાંચી અને લખી શકુ છું. તમારા જેવા ઘણા લોકો જે સારા કપડા પહેરી ટાઈ લગાવી, નવા બુટ પહેરીને છટાદાર અંગ્રેજી બોલતા હોય અને એરકંડીશનવાળી ઓફીસોમાં નોકરી કરતા હોય છે, પણ મારા માનવા પ્રમાણે તમે લોકો અમારા ગંદા કપડા પહેરતા અને સમોસા વેચતા લોકો કરતા વધારે કમાણી તો નઈં જ કરી શકતા હોવ.
આ સમયે એના આવા પ્રતિભાવ ઉપર હું શું જવાબ આપુ ? કારણ કે, હું એક લાખોપતિ સાથે વાત કરી રહ્યો હતો. અને ત્યાંજ ટ્રેન ખાર સ્ટેશન પર ઉભી રહી. અને સમોસાવાળો તેની જગ્યા પરથી ઉભો થયો અને મને કહ્યુ, “સાહેબ, મારૂ સ્ટેશન આવી ગયુ છે.તમારો આગળનો દિવસ શુભ અને મંગલમય જાય તેવી આશા સાથે આવજો.” મેં કહ્યુ, “તમારી સંભાળ રાખજો” આનાથી વધારે હું તેને શું કહી શકું ? (અને કદાચ કહી શકુ પણ નહી)
એટલે જ કહે છે કે, સામાન્ય માણસોની શક્તિને કદાપી નજર અંદાજ ન કરવી જોઇએ. ડૉ. અબ્દુલ કલામે પણ કહ્યુ છે કે, છેલ્લી પાટલીએ બેઠેલા વિદ્યાર્થીઓ જ્યાં સુધી સ્પર્ધામાં ભાગ ન લે ત્યાં સુધી જ પહેલી પાટલીએ બેઠેલા વિદ્યાર્થીઓ બુદ્ધીશાળી હોય છે.
ટૂંકમાં, NEVER UNDER ESTIMATE THE POWER OF COMMON MAN
Categories: Sense stories / बोध कथाए, Very Nice